આંકડાશાસ્ત્ર અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય
પ્રથમ વાર ‘ઇનકોર્પોરેટેડ સર્વિસ સેક્ટર એન્ટરપ્રાઇઝિસના વાર્ષિક સર્વેક્ષણ’ (ASISSE)નો પ્રારંભ
“નો યોર સર્વે: અ યુઝર ગાઈડ ટુ ASISSE” – સર્વેક્ષણ અંગેની સમજૂતી આપતી પુસ્તિકા બહાર પાડવામાં આવી
પોસ્ટેડ ઓન:
06 APR 2026 4:00PM by PIB Ahmedabad
મુખ્ય અંશો:
- NSOએ ભારતભરના ઇનકોર્પોરેટેડ (નોંધાયેલા) સેવા ક્ષેત્રના સાહસોને આવરી લેતા પ્રથમ વાર્ષિક સર્વેક્ષણ (ASISSE)નો પ્રારંભ કર્યો છે, જેનો સંદર્ભ સમયગાળો નાણાકીય વર્ષ 2024-25 છે.
- આ સર્વેક્ષણનો ઉદ્દેશ્ય દેશના સેવા ક્ષેત્રનો વ્યાપક ડેટાબેઝ તૈયાર કરવાનો છે.
- સેમ્પલિંગ માટે GSTN ડેટાબેઝનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ASISSE હેઠળ 1.21 લાખથી વધુ સાહસોનું સર્વેક્ષણ કરવામાં આવશે.
- MoSPIએ વધુ પારદર્શક રીતે પ્રક્રિયા સમજાવવા માટે “નો યોર સર્વે: અ યુઝર ગાઈડ ટુ ASISSE” નામની માર્ગદર્શિકા પ્રકાશિત કરી છે.
સાંખ્યિકી અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય (MoSPI) હેઠળની રાષ્ટ્રીય સાંખ્યિકી કચેરી (NSO) એ એપ્રિલ 2026 થી તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં પ્રથમ ‘એન્યુઅલ સર્વે ઓફ ઇનકોર્પોરેટેડ સર્વિસ સેક્ટર એન્ટરપ્રાઇઝિસ’ (ASISSE) શરૂ કર્યો છે. આ સાથે જ સહભાગી સાહસો અને સામાન્ય જનતા માટે પ્રક્રિયાને સરળ બનાવતી એક માર્ગદર્શિકા પણ બહાર પાડવામાં આવી છે.
આર્થિક દ્રષ્ટિએ સેવા ક્ષેત્ર ભારતની GDPમાં અડધાથી વધુ યોગદાન આપે છે અને લાખો નોકરીઓનું સર્જન કરે છે. ASISSE એ વેપાર, પરિવહન, આતિથ્ય, માહિતી ટેકનોલોજી, શિક્ષણ અને આરોગ્ય જેવી સેવાઓ ધરાવતા નોંધાયેલા ક્ષેત્ર માટે સત્તાવાર ડેટાનો મુખ્ય સ્ત્રોત બનશે.
ભારતની બિન-કૃષિ અર્થવ્યવસ્થાનો સંપૂર્ણ ચિતાર મેળવવા માટે હવે ત્રણ મુખ્ય સર્વેક્ષણો ઉપલબ્ધ હશે:
- ASI (એન્યુઅલ સર્વે ઓફ ઇન્ડસ્ટ્રીઝ): નોંધાયેલા ઉત્પાદન ક્ષેત્ર માટે.
- ASUSE (એન્યુઅલ સર્વે ઓફ અનઇનકોર્પોરેટેડ સેક્ટર એન્ટરપ્રાઇઝિસ): અસંગઠિત બિન-કૃષિ ક્ષેત્ર માટે.
- ASISSE (નવો સર્વે): નોંધાયેલા સેવા ક્ષેત્ર માટે.
આ સર્વેક્ષણમાં કંપની એક્ટ, 1956/2013 અથવા લિમિટેડ લાયબિલિટી પાર્ટનરશિપ (LLP) એક્ટ, 2008 હેઠળ નોંધાયેલી કંપનીઓનો સમાવેશ થાય છે. આશરે 1.21 લાખ સાહસો પાસેથી ડેટા એકત્રિત કરવામાં આવશે, જે પુરાવા-આધારિત નીતિ ઘડતર અને આર્થિક વિશ્લેષણ માટે નિર્ણાયક સાબિત થશે. ડેટા કલેક્શન સુરક્ષિત વેબ-આધારિત પોર્ટલ દ્વારા કરવામાં આવશે.
NSOએ ડેટાની ગુણવત્તા અને વિશ્વસનીયતા સુધારવા માટે આ યુઝર ગાઈડ બહાર પાડી છે. તે સર્વેના ઉદ્દેશ્યો, વ્યાખ્યાઓ અને વારંવાર પૂછાતા પ્રશ્નો (FAQs) ને સ્પષ્ટ કરે છે. આ દસ્તાવેજ આંતરરાષ્ટ્રીય શ્રેષ્ઠ પદ્ધતિઓ મુજબ તૈયાર કરવામાં આવ્યો છે, જે સત્તાવાર આંકડાઓમાં જાહેર વિશ્વાસને મજબૂત કરશે.
વધુ માહિતી માટે MoSPIની વેબસાઇટની મુલાકાત લો: https://mospi.gov.in/
SM/BS/JD
(રીલીઝ આઈડી: 2249370)
મુલાકાતી સંખ્યા : 23