નાણા મંત્રાલય
azadi ka amrit mahotsav

નાણાકીય સેવા વિભાગ (DFS) એ બેંકો અને વીમા કંપનીઓ સાથે સંબંધિત CPGRAMS પર નોંધાયેલી અસંતોષકારક રીતે બંધ થયેલી ફરિયાદોની સમીક્ષા કરી - નૈતિક શાસન તરફ એક પગલું


આ કવાયત વિભાગના ઉચ્ચતમ સ્તરે 'ડિપ-સ્ટિક સર્વે' દ્વારા ફરિયાદ નિવારણની અસરકારકતાનું મૂલ્યાંકન કરે છે

18 સમીક્ષા બેઠકો યોજાઈ, નિયમનકારો અને નાણાકીય સંસ્થાઓ સાથેના સંકલિત પ્રયાસો દ્વારા 360 ફરિયાદોની સમીક્ષા કરવામાં આવી

પોસ્ટેડ ઓન: 27 MAR 2026 3:36PM by PIB Ahmedabad

સચિવ (FS) ની અધ્યક્ષતામાં નાણાકીય સેવા વિભાગ (DFS) 07.01.2024થી ભારતીય રિઝર્વ બેંક, વીમા નિયમનકારી અને વિકાસ સત્તામંડળ, જાહેર ક્ષેત્રની બેંકો, જાહેર ક્ષેત્રની વીમા કંપનીઓ, નાણાકીય સંસ્થાઓ, ખાનગી ક્ષેત્રની બેંકો અને ખાનગી ક્ષેત્રની વીમા કંપનીઓ સાથે વીડિયો કોન્ફરન્સનું આયોજન કરી રહ્યું છે, જેમાં CPGRAMS સંબંધિત રેન્ડમલી પસંદ કરાયેલા વીસ (20) ફરિયાદીઓનો સમાવેશ થાય છે.

અત્યાર સુધીમાં આવી અઢાર (18) બેઠકો યોજવામાં આવી છે અને 360 ફરિયાદોની સમીક્ષા કરવામાં આવી છે. આવી કવાયતનો ઉદ્દેશ્ય વિભાગના ઉચ્ચતમ સ્તરે 'ડિપ-સ્ટિક સર્વે' દ્વારા ફરિયાદ નિવારણની અસરકારકતાનું મૂલ્યાંકન કરવાનો છે.

આ બેઠકોમાંથી ઘણી હૃદયસ્પર્શી સફળતાની વાર્તાઓ સામે આવી છે. નાગરિકો દ્વારા અનુભવવામાં આવેલા સંઘર્ષો અને DFSના વરિષ્ઠ સ્તરે નાગરિકોને સાંભળવાની તક પૂરી પાડતી આ પદ્ધતિએ તેમને કેવી રીતે તેમના લાંબા સમયથી બાકી રહેલા હકના લેણાં/દાવાઓ અપાવવામાં સક્ષમ બનાવ્યા તે સમજવા માટે પૂરા પાડવામાં આવેલા કેટલાક નિરાકરણોના અંશો નીચે મુજબ છે:

  1. PMSBY દાવાની બિન-ચુકવણી: એક લાભાર્થી, જેમના પતિનું 2022માં અવસાન થયું હતું, તેમણે CPGRAMS પર PMSBY (પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના) નો દાવો ન મળવા બાબતે ફરિયાદ કરી હતી. આ મુદ્દાનું નિરાકરણ લાવવામાં આવ્યું અને પંજાબ નેશનલ બેંકમાં ફરિયાદીના ખાતામાં 2,00,000 રૂપિયા જમા કરવામાં આવ્યા (30.06.2025).
  2. ફરિયાદીના મૃતક પિતાના સુપરએન્યુએશન ફંડની બિન-ચુકવણી: એક લાભાર્થીએ તેમના મૃતક પિતાના LICના સુપરએન્યુએશન ફંડની બિન-ચુકવણી અંગે ફરિયાદ કરી હતી. આ મુદ્દાનો ઉકેલ આવ્યો અને નોમિનીના ખાતામાં 9,65,000 રૂપિયા જમા થયા (30.06.2025).
  3. વધારાના પેન્શનની બિન-ચુકવણી: એક 90 વર્ષીય સુપર સિનિયર સિટિઝન પેન્શનરે વધારાના પેન્શનની બિન-ચુકવણી અંગે ફરિયાદ કરી હતી. આ પ્રશ્ન ઉકેલાયો અને બેંક ઓફ મહારાષ્ટ્રમાં ફરિયાદીના ખાતામાં 33,058 રૂપિયાનું એરિયર્સ જમા કરવામાં આવ્યું (18.07.2025).
  4. વરિષ્ઠ નાગરિકને વીમા પોલિસીનું મિસ-સેલિંગ (ખોટી રીતે વેચાણ): એક 76 વર્ષીય નાગરિકે ફરિયાદ કરી હતી કે તેમણે મેસર્સ ઇન્ડિયા ફર્સ્ટ લાઇફ ઇન્સ્યોરન્સ કંપની લિમિટેડ પાસે યુનિટ લિંક્ડ પ્લાન માટે વિનંતી કરી હતી પરંતુ તેમને ત્રણ સિંગલ પ્રીમિયમ પોલિસી વેચવામાં આવી હતી. વિભાગના હસ્તક્ષેપ પછી કેસ ઉકેલાયો અને ત્રણેય પોલિસી રદ કરવામાં આવી, પ્રીમિયમની રકમ પણ ફરિયાદીના ખાતામાં પરત કરવામાં આવી (19.08.2025).
  5. મેડિકલ ક્લેમની બિન-ચુકવણી: એક લાભાર્થીને કેન્સર હોવાનું નિદાન થયું હતું અને અમદાવાદની એક હોસ્પિટલમાં તેમનું સફળ ઓપરેશન કરવામાં આવ્યું હતું. તેમનો મેડિકલ ક્લેમ HDFC Ergo General Ins. Co. Ltd. દ્વારા એમ કહીને નકારી કાઢવામાં આવ્યો હતો કે વીમાધારકને તમાકુનું વ્યસન હતું. આ મુદ્દાનો ઉકેલ આવ્યો અને રૂ. 18,53,121 ના દાવાનું સમાધાન થયું (24.10.2025).
  6. મેડિકલ ક્લેમની બિન-ચુકવણી: એક લાભાર્થીએ મેસર્સ સ્ટાર હેલ્થ એન્ડ એલાઈડ ઈન્સ્યોરન્સ કંપની લિમિટેડ દ્વારા તેમના મેડિકલ ક્લેમના અસ્વીકાર અંગે ફરિયાદ કરી હતી. આ પ્રશ્ન ઉકેલાયો અને વીમાધારકના ખાતામાં 50,639 રૂપિયાની પતાવટ કરવામાં આવી (27.11.2025).
  7. ડેથ ક્લેમની બિન-પતાવટ: એક લાભાર્થીએ એક્સિસ મેક્સ લાઇફ ઇન્સ્યોરન્સ કંપની લિમિટેડ દ્વારા તેમના મૃતક પતિના ડેથ ક્લેમની બિન-પતાવટ અંગે ફરિયાદ કરી હતી. આ મુદ્દાનો ઉકેલ આવ્યો અને ફરિયાદીના ખાતામાં 13,30,000 રૂપિયા જમા કરવામાં આવ્યા (31.12.2025).
  8. વીમા પોલિસીનું મિસ-સેલિંગ: એક ચોર્યાસી વર્ષીય નાગરિકે મેસર્સ કેનરા HSBC લાઇફ ઇન્સ્યોરન્સ કંપની દ્વારા વીમા પોલિસીના ખોટી રીતે વેચાણ (મિસ-સેલિંગ) અંગે ફરિયાદ કરી હતી. આ પ્રશ્ન ઉકેલાયો અને ફરિયાદીના ખાતામાં 10,00,000 રૂપિયા જમા થયા (31.12.2025).
  9. મૃતક દાવાની બિન-ચુકવણી: એક લાભાર્થીએ એકો (Acko) જનરલ ઇન્સ્યોરન્સ લિમિટેડ દ્વારા ફરિયાદીના મૃતક પતિના અકસ્માત વીમા દાવાની પતાવટમાં વિલંબ અંગે ફરિયાદ કરી હતી. કેસનો ઉકેલ આવ્યો અને 5,00,000 રૂપિયાનો દાવો ખાતામાં જમા કરવામાં આવ્યો (21.04.2025).
  10. 2003 થી પેન્ડિંગ વિધવા પેન્શનમાં વિલંબ: એક લાભાર્થીએ 2003 થી પેન્ડિંગ ફેમિલી પેન્શન શરૂ ન થવા અંગે ફરિયાદ કરી હતી. વિભાગના હસ્તક્ષેપ પછી, બેંક ઓફ મહારાષ્ટ્રમાં તેમના ખાતામાં 14,75,299 રૂપિયા જમા કરવામાં આવ્યા અને નિયમિત ફેમિલી પેન્શન પણ શરૂ કરવામાં આવ્યું (25.02.2026).
  11. બેંકમાં હાઇપોથેકેટેડ સ્ટોકના વીમા દાવાનો અસ્વીકાર: એક લાભાર્થીએ ઇન્ડિયન ઓવરસીઝ બેંકમાં હાઇપોથેકેટેડ (ગીરો) સ્ટોકના વીમા દાવાના અસ્વીકાર અંગે ફરિયાદ કરી હતી. આ પ્રશ્ન ઉકેલાયો અને ફરિયાદીના ખાતામાં 3,00,000 રૂપિયા જમા કરવામાં આવ્યા (25.02.2026).

સચિવ (DFS) ના અધ્યક્ષપદ હેઠળની આવી બેઠકો નીચે મુજબ કાર્ય કરે છે:

  • એક સુધારાત્મક પદ્ધતિ જેનાથી બાકી રહેલા અને પદ્ધતિસરના પ્રશ્નો ઉકેલાય છે.
  • એક નિવારક પદ્ધતિ જેનો હેતુ ભવિષ્યની ફરિયાદો ઘટાડવાનો છે.
  • પારદર્શિતા અને પાલન સુનિશ્ચિત કરતું ગવર્નન્સ ટૂલ.
  • સૌથી અગત્યનું, માત્ર ફરિયાદના નિકાલથી આગળ વધીને ગ્રાહક/નાગરિકની વાસ્તવિક ચિંતાઓને દૂર કરવાના પરિણામો લાવે છે.

SM/BS/GP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(રીલીઝ આઈડી: 2246016) મુલાકાતી સંખ્યા : 12
આ રીલીઝ વાંચો: English , हिन्दी