નાણા મંત્રાલય
azadi ka amrit mahotsav

બજેટ 2025-26ને અનુરૂપ MSME ઉત્પાદકો અને નિકાસકારોને ટેકો આપવા માટે સરકારે મ્યુચ્યુઅલ ક્રેડિટ ગેરંટી યોજનામાં સુધારા કર્યા


સુધારાઓ કવરેજમાં વધારો કરે છે, પાલનનો બોજ ઘટાડે છે અને નિકાસકાર MSMEs માટે લક્ષિત પ્રોત્સાહનો પૂરા પાડે છે

પ્લાન્ટ અને મશીનરી/સાધનોની ખરીદી માટે ₹100 કરોડ સુધીની લોન ગેરંટી કવરેજ માટે પાત્ર

પોસ્ટેડ ઓન: 21 MAR 2026 5:30PM by PIB Ahmedabad

MSMEs માટે મ્યુચ્યુઅલ ક્રેડિટ ગેરંટી યોજના (MCGS- MSME) જાન્યુઆરી 2025માં શરૂ કરવામાં આવી હતી. આ યોજના સાધનો/મશીનરીની ખરીદી માટે MCGS-MSME હેઠળ પાત્ર માઇક્રો, સ્મોલ અને મીડિયમ એન્ટરપ્રાઇઝિસ (MSMEs)ને મંજૂર કરાયેલ ₹ 100 કરોડ સુધીની ક્રેડિટ સુવિધા માટે મેમ્બર લેન્ડિંગ ઇન્સ્ટિટ્યુશન્સ (MLIs) ને નેશનલ ક્રેડિટ ગેરંટી ટ્રસ્ટી કંપની લિમિટેડ (NCGTC) દ્વારા 60% ગેરંટી કવરેજ પૂરું પાડે છે.

MSMEs અને ધિરાણ આપતી સંસ્થાઓ પાસેથી મળેલી પ્રતિક્રિયાના આધારે, કેટલાક સુધારા કરવામાં આવ્યા છે.

વર્તમાન "MCGS–MSME" યોજનામાં સુધારા:

  • અગાઉનું યોગદાન (Upfront Contribution): 5% અગાઉનું યોગદાન રિફંડપાત્ર બનાવવામાં આવ્યું છે, જે લોન ખાતાના સંતોષકારક પ્રદર્શનને આધિન ચોથા વર્ષથી દર વર્ષે 1% લેખે પરત કરવામાં આવશે.
  • પાત્રતા: સર્વિસ સેક્ટરના MSMEs ને પણ યોજનામાં સામેલ કરવામાં આવ્યા છે.
  • મશીનરી / સાધનો માટે લઘુત્તમ પ્રોજેક્ટ ખર્ચ: સાધનો/મશીનરીનો ખર્ચ પ્રોજેક્ટ ખર્ચના 60% સુધી ઘટાડવામાં આવ્યો છે (અગાઉ 75% હતો).
  • ગેરંટીનો સમયગાળો: ગેરંટી 10 વર્ષ પછી સમાપ્ત થશે.

નિકાસકારો માટે યોજનામાં વિશેષ જોગવાઈઓ સામેલ કરવામાં આવી છે:

  • પાત્ર નિકાસકારો: નફાકારક એકમો કે જેમણે પાછલા 3 નાણાકીય વર્ષોમાંના દરેકમાં તેમના વેચાણ ટર્નઓવરના ઓછામાં ઓછા 25% નિકાસ કરી હોય અને નિકાસ વસૂલાતની કેટલીક શરતો સંતોષતા હોય.
  • ગેરંટીકૃત લોનની રકમ: ₹ 20 કરોડ.
  • અગાઉનું યોગદાન: લોનની રકમના 2% (મહત્તમ ₹ 40 લાખ); ગેરંટી સમયગાળાના ચોથા અને પાંચમા વર્ષમાં 1-1% રિફંડપાત્ર.
  • ગેરંટી કવરેજ: ડિફોલ્ટ થયેલી રકમના 75%.
  • ગેરંટી ફી: પ્રથમ વર્ષ: શૂન્ય; ત્યારબાદ, દર વર્ષે: બાકી લોનના 0.50%.

સુધારેલી યોજનાની વિગતો www.ncgtc.in (NCGTC વેબસાઇટ) પર ઉપલબ્ધ છે.

મુખ્ય અસર MSMEs જીડીપી (GDP) માં લગભગ 30% અને ભારતની નિકાસમાં 45% થી વધુ યોગદાન આપે છે અને 35 કરોડથી વધુ કામદારોને રોજગારી આપે છે. "વિકસિત ભારત 2047" ના વિઝનને હાંસલ કરવા માટે મજબૂત, વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક અને ટકાઉ MSMEs ની જરૂર છે. MCGS-MSME યોજનામાં સુધારાઓ નિકાસકાર MSMEs સહિતના MSMEs દ્વારા પ્લાન્ટ અને મશીનરી/સાધનોની ખરીદી માટે ક્રેડિટની ઉપલબ્ધતા વધારવામાં મદદ કરશે અને ભારતમાં ઉત્પાદન અને નિકાસ ક્ષેત્રને મોટો વેગ આપશે તેવી અપેક્ષા છે.

SM/NP/JD


(રીલીઝ આઈડી: 2243415) મુલાકાતી સંખ્યા : 30
આ રીલીઝ વાંચો: English , Urdu , Marathi , हिन्दी