ભારે ઉદ્યોગ મંત્રાલય
azadi ka amrit mahotsav

ભારે ઉદ્યોગ મંત્રાલયે 'સિંટર્ડ રેર અર્થ પરમેનન્ટ મેગ્નેટ'ના ઉત્પાદનને પ્રોત્સાહન આપવાની યોજના હેઠળ 6,000 MTPA ક્ષમતાની સંકલિત ઉત્પાદન સુવિધાઓ સ્થાપવા માટે ગ્લોબલ ટેન્ડર દ્વારા બિડ આમંત્રિત કરી


બિડિંગ પ્રક્રિયા CPP પોર્ટલ દ્વારા બે-તબક્કાની પ્રક્રિયા ધરાવતી પારદર્શક લીસ્ટ કોસ્ટ સિસ્ટમ (LCS) દ્વારા ઓનલાઇન યોજાશે

ટેન્ડર દસ્તાવેજો આજથી (20 માર્ચ, 2026) ઓનલાઇન ઉપલબ્ધ છે; બિડની છેલ્લી તારીખ 28 મે, 2026 છે; ટેકનિકલ બિડ્સ 29 મે, 2026ના રોજ ખોલવામાં આવશે

પોસ્ટેડ ઓન: 20 MAR 2026 10:25AM by PIB Ahmedabad

ભારે ઉદ્યોગ મંત્રાલયે 'સિંટર્ડ રેર અર્થ પરમેનન્ટ મેગ્નેટ' (Sintered Rare Earth Permanent Magnet) ના ઉત્પાદનને પ્રોત્સાહન આપવાની યોજના હેઠળ 6,000 મેટ્રિક ટન્સ પર એનમ (MTPA) ક્ષમતાની સંકલિત સિંટર્ડ NdFeB રેર અર્થ પરમેનન્ટ મેગ્નેટ (REPM) ઉત્પાદન સુવિધાઓ સ્થાપવા માટે લાભાર્થીઓની પસંદગી માટે રિક્વેસ્ટ ફોર પ્રપોઝલ (RFP) બહાર પાડી છે.

બિડિંગ પ્રક્રિયા સાથે, સંભવિત અરજદારો ભારતમાં સંકલિત સિંટર્ડ NdFeB REPM ઉત્પાદન સુવિધાઓ સ્થાપવા માટે તેમની બિડ સબમિટ કરી શકે છે અને યોજના હેઠળ કેપિટલ સબસિડી તેમજ વેચાણ-લિંક્ડ ઇન્સેન્ટિવ મેળવવા માટે પાત્ર બની શકે છે. બિડિંગ સેન્ટ્રલ પબ્લિક પ્રોક્યોરમેન્ટ (CPP) પોર્ટલ દ્વારા બે-તબક્કા (ટેકનિકલ બિડ અને ફાઇનાન્શિયલ બિડ) ધરાવતી પારદર્શક લીસ્ટ કોસ્ટ સિસ્ટમ (LCS) દ્વારા ઓનલાઇન હાથ ધરવામાં આવશે.

ટેન્ડર દસ્તાવેજો 20 મે, 2026 થી ઉપલબ્ધ છે. પ્રી-બિડ કોન્ફરન્સ 7 એપ્રિલ, 2026ના રોજ યોજાશે. બિડ સબમિટ કરવાની છેલ્લી તારીખ 28th May, 2026 છે અને ટેકનિકલ બિડ્સ 29 મે , 2026 ના રોજ ખોલવામાં આવશે.

26 નવેમ્બર 2025ના રોજ, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટે ₹7,280 કરોડ ના નાણાકીય ખર્ચ સાથે સિંટર્ડ રેર અર્થ પરમેનન્ટ મેગ્નેટના ઉત્પાદનને પ્રોત્સાહન આપવાની યોજનાને મંજૂરી આપી હતી. યોજના તેની પ્રકારની પ્રથમ પહેલ છે જેનો હેતુ ભારતમાં સંકલિત રેર અર્થ પરમેનન્ટ મેગ્નેટ ઉત્પાદન સુવિધાઓની કુલ 6,000 મેટ્રિક ટન્સ પર એનમ (MTPA) ક્ષમતા સ્થાપિત કરવાનો છે, જેનાથી આત્મનિર્ભરતા વધશે અને ભારતને વૈશ્વિક REPM માર્કેટમાં મુખ્ય ખેલાડી તરીકે સ્થાપિત કરી શકાશે.

યોજના હેઠળ, દરેક લાભાર્થીને 600 MTPA થી 1,200 MTPA ની વચ્ચેની ક્ષમતા (100 MTPA ના ગુણાંકમાં) ફાળવવામાં આવશે. યોજના ₹750 કરોડ ની કેપિટલ સબસિડી અને ₹6,450 કરોડ ના વેચાણ-લિંક્ડ ઇન્સેન્ટિવ પ્રદાન કરે છે, જેમાં ત્રણ સૌથી ઓછી બિડ કરનારાઓ માટે IREL (India) Ltd. તરફથી NdPr oxide નો મર્યાદિત ખાતરીપૂર્વકનો પુરવઠો મળશે.

રેર અર્થ પરમેનન્ટ મેગ્નેટ વિશ્વના સૌથી શક્તિશાળી ચુંબકોમાંના એક છે અને તેનો વ્યાપક ઉપયોગ ઇલેક્ટ્રિક વાહનો, વિન્ડ ટર્બાઇન, હાઇ-એન્ડ ઇલેક્ટ્રોનિક્સ, એરોસ્પેસ અને સંરક્ષણ પ્રણાલીઓમાં થાય છે. ભારતમાં NdPr oxide થી ફિનિશ્ડ મેગ્નેટ સુધીની સંપૂર્ણ વેલ્યુ ચેઇન બનાવીને, યોજનાથી ક્ષેત્રમાં આયાત નિર્ભરતામાં નોંધપાત્ર ઘટાડો થવાની અપેક્ષા છે.

SM/BS/GP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(રીલીઝ આઈડી: 2242812) મુલાકાતી સંખ્યા : 18
આ રીલીઝ વાંચો: English , Urdu , हिन्दी , Telugu , Kannada