PIB Headquarters
મેટ્રો રેલ: ટકાઉ શહેરી વિકાસ અને નાણાકીય સ્થિતિસ્થાપકતાનું ઉત્પ્રેરક
પોસ્ટેડ ઓન:
15 MAR 2026 1:17PM by PIB Ahmedabad
|
મુખ્ય તારણો
- ભારતનું મેટ્રો નેટવર્ક 2014માં 248 કિલોમીટરથી વધીને 2025 સુધીમાં 1,095 કિલોમીટર થયું છે.
- મેટ્રો કવરેજ ધરાવતા શહેરોની સંખ્યા 2014 માં ફક્ત 5 થી વધીને 2025 સુધીમાં 26 થઈ ગઈ.
- વાર્ષિક મેટ્રો બજેટ 2013-14ના વર્ષમાં ₹5,798 કરોડથી વધીને 2025-26ના વર્ષમાં ₹29,550 કરોડ થયું છે.
- PMEAC સંશોધન દર્શાવે છે કે મેટ્રો સેવાઓની સુલભતા ઘરગથ્થુ લોન ચુકવણીમાં શિસ્ત વધારે છે અને નાણાકીય તાણ ઘટાડે છે.
|
ઝાંખી
છેલ્લા અગિયાર વર્ષોમાં ભારતે તેના મેટ્રો રેલ નેટવર્કના નોંધપાત્ર વિસ્તરણનું સાક્ષી બન્યું છે, જે તેને વિશ્વના સૌથી મોટા નેટવર્ક્સ પૈકીનું એક બનાવે છે. થોડા શહેરોમાં માત્ર થોડા કાર્યરત રૂટથી શરૂઆત કરીને, નેટવર્ક વીસથી વધુ શહેરી વિસ્તારોમાં સેવા આપવા માટે વિસ્તર્યું છે, જેણે 1,000 કિલોમીટર મેટ્રો ટ્રેકના નોંધપાત્ર સીમાચિહ્નને પાર કર્યું છે.આ વિસ્તરણે શહેરોમાં લોકોની મુસાફરી કરવાની રીતમાં પરિવર્તન લાવ્યું છે, ઝડપી, સ્વચ્છ અને વધુ વિશ્વસનીય મુસાફરીનો અનુભવ પૂરો પાડીને, સાથે જ માર્ગો પરના ટ્રાફિકને હળવો કરવામાં પણ મદદ કરી છે.
આજે મેટ્રો રેલ પ્રગતિ અને આધુનિક જીવનશૈલીનું પ્રતીક બની રહી છે.ખાનગી વાહનો પર નિર્ભરતા ઘટાડવાથી ઘરગથ્થુ વાહનવ્યવહાર ખર્ચમાં ઘટાડો થાય છે અને સ્વસ્થ વાતાવરણના નિર્માણમાં મદદ મળે છે.મેટ્રો રોકાણો માત્ર મુસાફરીનું એક સાધન નથી, પરંતુ તે વિકાસના પ્રેરક બળો બની ગયા છે, જે રોજગારીની તકોનું સર્જન કરે છે, શિક્ષણ અને આરોગ્યસંભાળની સુલભતા વધારે છે અને ભારતના ઝડપથી વિકસતા શહેરોમાં પરિવારોના સર્વાંગી કલ્યાણમાં વૃદ્ધિ કરે છે.
ભારતમાં મેટ્રો રેલનું વિસ્તરણ: વિસ્તાર અને આવરણ
ભારતની મેટ્રો યાત્રા માત્ર તેના વિશાળ કદથી જ નહીં, પરંતુ શહેરી પરિવહનને પરિવર્તિત કરતી પરિવર્તનશીલ તકનીકો અને નવીનતાઓથી પણ ઓળખાય છે.ઝડપી પ્રાદેશિક ટ્રેનો અને પાણીની અંદરની સુરંગોથી લઈને પર્યાવરણ-મિત્ર જળ મેટ્રો સુધી પરિવહનના વિવિધ ક્ષેત્રોમાં દેશે નવીન ઉકેલો વિકસાવ્યા છે, જે સલામતી, સાતત્ય અને આધુનિક ઇજનેરીનો સુમેળભર્યો સમન્વય સાધે છે.વિશ્વ કક્ષાના સિગ્નલિંગ, સ્માર્ટ ટિકિટિંગ, ચાલક વિનાની કામગીરી અને ઉર્જા કાર્યક્ષમ પદ્ધતિઓ સાથે, આ પ્રણાલીઓ ઝડપી, પર્યાવરણને અનુકૂળ અને સલામત પરિવહન માટે નવા માપદંડ સ્થાપી રહી છે.

- ભારતનો વિસ્તરતો મેટ્રો વ્યાપ: થોડા શહેરોમાં મર્યાદિત હાજરીથી મેટ્રો હવે રાષ્ટ્રવ્યાપી નેટવર્કમાં વિસ્તરી છે, જે વિશ્વના સૌથી મોટા નેટવર્કોમાંનું એક છે.
- વ્યાપક કવરેજ: આજે મેટ્રો સેવાઓ દિલ્હી અને એનસીઆર (નેશનલ કેપિટલ રિજન), મુંબઈ, બેંગલુરુ, કોલકાતા, હૈદરાબાદ, ચેન્નાઈ, લખનૌ, પુણે, અમદાવાદ અને અન્ય ઘણા મોટા શહેરોમાં કાર્યરત છે.
- સંચાલનનો વ્યાપ: દિલ્હી-મેરઠ RRTS ના 55 કિમીનો સમાવેશ થાય છે તે સહિત, આશરે 1095 કિમી મેટ્રો રેલ માર્ગો હવે 26 શહેરોમાં કાર્યરત છે.
- ભારત વિશ્વનું ત્રીજું સૌથી મોટું કાર્યરત મેટ્રો નેટવર્ક બન્યું છે, જે આધુનિક શહેરી પરિવહન પ્રત્યેની તેની પ્રતિબદ્ધતા દર્શાવે છે.
- 2014થી વૃદ્ધિ: કાર્યરત મેટ્રો/આરઆરટીએસ નેટવર્ક 2014માં 248કિલોમીટરથી વધીને 2025માં 1095 કિલોમીટર થયું છે.
- 2014થી સરકારની પહેલ હેઠળ, 1051 કિલોમીટરના વિસ્તારને આવરી લેતી 38 મેટ્રો રેલ યોજનાઓ અંદાજિત 3.44 લાખ કરોડ રૂપિયાના ખર્ચે મંજૂર કરવામાં આવી છે.
- વર્ષ 2014માં માત્ર 5 શહેરોમાં મેટ્રો સેવાઓ હતી, જે 2025 સુધીમાં વધીને 26 શહેરોમાં થઈ જશે. આનાથી સમગ્ર ભારતના નાગરિકોને વિશ્વ સ્તરીય પરિવહન સુવિધાનો લાભ વધુ સરળતાથી મળશે.
- ભારતની મેટ્રો યાત્રા ફક્ત તેના વિસ્તરણ પૂરતી સીમિત ન રહેતાં શહેરી પરિવહનમાં પથદર્શક નવીનતાઓ પણ લઈને આવી છે.તાજેતરના વર્ષોમાં, દેશે અનેક નવા સીમાચિહ્નો સ્થાપિત કર્યા છે જે તેની તકનીકી શક્તિ અને ટકાઉ તથા પર્યાવરણ-મૈત્રીપૂર્ણ ગતિશીલતા પ્રત્યેની તેની પ્રતિબદ્ધતાનું પ્રદર્શન કરે છે.
- નમો ભારત ટ્રેન
- ભારતની પ્રથમ અત્યાધુનિક અર્ધ-ઉચ્ચ ગતિ નામો ભારત પ્રાદેશિક ટ્રેન ઓક્ટોબર 2023 માં કાર્યરત કરવામાં આવી હતી.
- તે 160 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે કાર્ય કરે છે, જેની ડિઝાઈન ઝડપ 180 કિલોમીટર પ્રતિ કલાક છે.
- ટ્રેનને દિલ્હી-મેરઠ કોરિડોર પર કાર્યરત કરવામાં આવી છે, જે ઝડપી અને આધુનિક પ્રાદેશિક જોડાણના નવા યુગનો પ્રારંભ કરે છે.
- વર્ષ 2024માં ભારતે કોલકાતામાં તેની પ્રથમ અંડરવોટર મેટ્રો ટનલ શરૂ કરીને એક ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી, જે હુગલી નદીની નીચે એસ્પ્લાનેડને હાવડા મેદાન સાથે જોડે છે.
- ઇજનેરીની આ અજાયબી ભારતની પ્રગતિશીલ તકનીકી ક્ષમતાઓ અને પાયાકીય મજબૂતીના ગૌરવપૂર્ણ પ્રતીક તરીકે ગૌરવભેર ઊભી છે.
- એપ્રિલ 2023માં, કેરળના કોચી શહેરે ભારતમાં વોટર મેટ્રો સેવા શરૂ કરનાર પ્રથમ શહેર બન્યું.
- આ સિસ્ટમ 10 ટાપુઓને ઇલેક્ટ્રિક-હાઇબ્રિડ બોટથી જોડે છે, જે ટકાઉ શહેરી ગતિશીલતા માટે એક ધોરણ સ્થાપિત કરતી વખતે સરળ અને પર્યાવરણને અનુકૂળ પરિવહન પ્રદાન કરે છે.
- સલામત, હરિયાળા અને ઝડપી મેટ્રો માટેના સ્માર્ટ સોલ્યુશન્સ. ભારતના મેટ્રો અને નમો ભારત રિજનલ રેપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમ (આરઆરટીએસ) પ્રોજેક્ટ્સે નોંધપાત્ર પ્રગતિ સાધી છે, જેમાં સલામતી મજબૂત કરવા, કાર્યક્ષમતા વધારવા અને ટકાઉપણાને આગળ ધપાવવા માટે વિશ્વ કક્ષાની ટેકનોલોજીનો સમાવેશ કરવામાં આવ્યો છે.
- યુરોપિયન ટ્રેન કંટ્રોલ સિસ્ટમ (ઈટીસીએસ): વિશ્વમાં પ્રથમ વખત, દિલ્હી-મેરઠ આરઆરટીએસ કોરિડોર પર નમો ભારત ટ્રેનો લોંગ ટર્મ ઇવોલ્યુશન (એલટીઇ) બેકબોન પર હાઇબ્રિડ લેવલ-થ્રી રેડિયો-આધારિત સિગ્નલિંગ સિસ્ટમનો ઉપયોગ કરી રહી છે.આ અદ્યતન ટેકનોલોજી ટ્રેન સંચાલનને વધુ કાર્યક્ષમ અને સુરક્ષિત બનાવે છે, જેના કારણે મુસાફરોને તેમની મુસાફરીમાં અભૂતપૂર્વ સુરક્ષા અને વિશ્વાસનો અનુભવ થાય છે.
- પ્લેટફોર્મ સ્ક્રીન ડોર (પીએસડી): સલામતી વધારવા અને અકસ્માતો ઘટાડવા માટે ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ (બીઈએલ) અને નેશનલ કેપિટલ રિજન ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (એનસીઆરટીસી) દ્વારા સંયુક્તપણે વિકસાવવામાં આવેલા આ પીએસડી, ટ્રેનો યોગ્ય રીતે ઊભી રહે ત્યારે જ ખુલીને પ્લેટફોર્મને સુરક્ષિત રાખે છે, જેનાથી અકસ્માતો અને અનધિકૃત પ્રવેશ અટકે છે.
- નેશનલ કોમન મોબિલિટી કાર્ડ (NCMC), જેને "વન નેશન-વન કાર્ડ" તરીકે ઓળખવામાં આવે છે, તે 11 મેટ્રો પ્રોજેક્ટ્સ અને 11 બસ કંપનીઓમાં કાર્યરત છે, જે સરળ મુસાફરીની સુવિધા આપે છે અને PM-eBus સેવા માર્ગદર્શિકામાં સમાવિષ્ટ છે.
- ક્યુઆર ટિકિટિંગ: મોબાઇલ એપ્લિકેશન આધારિત ક્યુઆર પ્રણાલી, ડિજિટલ ટિકિટના સરળ બુકિંગ માટે.
- માનવરહિત ટ્રેન સંચાલન (યુટીઓ): દિલ્હી મેટ્રોની પિંક અને મેજેન્ટા લાઇન પર ચાલતી ચાલકરહિત ટ્રેનો કાર્યક્ષમતામાં સુધારો કરે છે.
- સ્વદેશી એટીએસ (આઈ-એટીએસ): ભારતની સૌપ્રથમ સ્થાનિક રીતે વિકસિત ઓટોમેટિક ટ્રેન સુપરવિઝન સિસ્ટમ, જે દિલ્હી મેટ્રોની રેડ લાઇન પર ડીએમઆરસી અને બીઈએલ દ્વારા અમલમાં મૂકવામાં આવી છે.
- ઊર્જા કાર્યક્ષમતા: ટકાઉ સંચાલન માટે, મેટ્રો ટ્રેનો રિજનરેટિવ બ્રેકિંગ પ્રણાલીનો ઉપયોગ કરે છે અને સૌર પેનલ લગાવે છે, જેનાથી વીજળીની બચત થાય છે અને કાર્બન ઉત્સર્જન ઘટે છે.
માળખાકીય સુવિધા ખર્ચ અને રાષ્ટ્રીય યોજનાઓ સાથે એકીકરણ
ભારતમાં માળખાગત રોકાણમાં તીવ્ર વધારો થયો છે. કેન્દ્રીય બજેટ 2024-25 માં મૂડી ખર્ચ માટે રેકોર્ડ ₹11.21 લાખ કરોડ ફાળવવામાં આવ્યા છે. આ રકમ GDP ના 3.1% જેટલી છે. આ રોકાણ પ્રોત્સાહન સાથે સુસંગત, 2025-26 માટેનું વાર્ષિક મેટ્રો બજેટ ₹29,550 કરોડ છે. આ 2013-14 માં ફાળવવામાં આવેલા ₹5,798 કરોડની તુલનામાં છે. આ દર્શાવે છે કે દેશભરમાં મેટ્રો નેટવર્કના ઝડપી વિસ્તરણને કેવી રીતે વધારાનો ખર્ચ ચલાવી રહ્યો છે.
મેટ્રો પ્રોજેક્ટ્સને પ્રધાનમંત્રી ગતિશક્તિ રાષ્ટ્રીય માસ્ટર પ્લાનમાં સામેલ કરવામાં આવી રહ્યા છે જેથી મેટ્રો પ્રોજેક્ટ્સનું એકબીજા સાથે અબાધિત સંકલન સુનિશ્ચિત કરી શકાય. જ્યારે નેટવર્ક પ્લાનિંગ ગ્રુપ (એનપીજી) મેટ્રો રેલ અને ઉડ્ડયન પ્રોજેક્ટ્સની નિયમિત સમીક્ષા કરીને સંકલિત પરિવહન આયોજનમાં તેમની ભૂમિકાને મજબૂત બનાવે છે.
- નેશનલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પાઈપલાઈન (એનઆઈપી) એ મેટ્રો કોરિડોરને મહત્વપૂર્ણ શહેરી માળખાકીય સુવિધાઓ તરીકે પ્રાધાન્ય આપ્યું છે, જે તેમને ભારતના લાંબા ગાળાના વિકાસના દ્રષ્ટિકોણ સાથે સુસંગત કરે છે.
- ભારત પાસે હવે વિશ્વનું ત્રીજા ક્રમનું સૌથી મોટું મેટ્રો નેટવર્ક છે, જે દર્શાવે છે કે માળખાકીય સુવિધાઓમાં સતત રોકાણ શહેરી ગતિશીલતા અને જીવનની સરળતાને મજબૂતી પ્રદાન કરી રહ્યું છે.
મેટ્રો રેલની શહેરી પરિવારો પર અસર અંગે પીએમઈએસીના તારણો
તાજેતરમાં, જાન્યુઆરી 2026 માં, એક અભ્યાસ તૈયાર કરવામાં આવ્યો હતો. આ અભ્યાસનું શીર્ષક "મેટ્રો રેલ નેટવર્કના વિશેષ સંદર્ભ સાથે ભારતમાં માળખાગત વિકાસનો સુવર્ણ દાયકા" છે. તે પ્રધાનમંત્રીની આર્થિક સલાહકાર પરિષદ (EAC-PM) દ્વારા તૈયાર કરવામાં આવ્યો હતો.પ્રધાનમંત્રી ગતિશક્તિ યોજના દ્વારા સમર્થિત ભારતનું ઝડપી ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિસ્તરણ દેશની મેટ્રો રેલ સિસ્ટમને મજબૂત કરી રહ્યું છે અને તેમને વિશ્વના અગ્રણી નેટવર્કની હરોળમાં સ્થાન અપાવી રહ્યું છે.સત્તાવાર માહિતી અને શહેરોમાં તુલનાત્મક વિશ્લેષણના આધારે, આ અભ્યાસ મેટ્રો વિકાસના વ્યાપક આર્થિક અને સામાજિક લાભો પર ભાર મૂકે છે, નાણાકીય સ્થિરતાથી લઈને ટકાઉ શહેરી વિકાસ સુધીના.
- ભારતનો માળખાકીય વિકાસ, ખાસ કરીને મેટ્રો રેલ, ગતિશીલતા ઉપરાંત ઘરની આર્થિક સ્થિતિને ફરીથી આકાર આપીને અને ખાનગી વાહનો પરની નિર્ભરતા ઘટાડીને લાભ આપી રહ્યો છે, એમ આ અભ્યાસે દર્શાવ્યું છે.વધતું મૂડી રોકાણ અને ટકાઉ પરિવહન પ્રણાલીઓ આર્થિક સ્થિતિસ્થાપકતાને મજબૂત કરી રહી છે, જે મેટ્રો રેલને રાષ્ટ્રીય વિકાસના પાયાના પથ્થર તરીકે સ્થાપિત કરે છે.

- ઘરગથ્થુ નાણાકીય વ્યવસ્થામાં સુધારો: મેટ્રો કનેક્ટિવિટી પરિવહન ખર્ચ ઘટાડે છે, જે લોનની ચુકવણીમાં થતા વિલંબને ઘટાડે છે અને હોમ લોનની વહેલી ચુકવણીમાં વધારો કરે છે.
- શહેર-વિશિષ્ટ પ્રભાવો:
- હૈદરાબાદમાં, હોમ લોન ચૂકવવાના દરમાં 1.7%નો ઘટાડો થયો છે, જ્યારે વહેલા ચુકવણીના દરમાં 1.8%નો વધારો થયો છે.
- બેંગલુરુમાં, લોન ચુકવણીમાં વિલંબની ટકાવારી 2.4% ઘટી છે, જ્યારે હોમ લોન પર વહેલી ચુકવણીમાં 3.5% નો વધારો થયો છે.
- દિલ્હીમાં, ચૂકી ગયેલા ચુકવણીઓમાં 4.42% નો ઘટાડો થયો છે, જ્યારે વહેલા મોર્ટગેજ ચુકવણીમાં 1.38% નો વધારો થયો છે.
- ખાનગી વાહનો પર નિર્ભરતામાં ઘટાડો: વાહન નોંધણી ડેટા દર્શાવે છે કે મેટ્રો રેલ સેવા ધરાવતા વિસ્તારોમાં નવા દ્વિચક્રી વાહનો અને પ્રારંભિક સ્તરની કારની નોંધણી ઓછી થઈ છે, જે ખર્ચાળ ખાનગી વાહનવ્યવહારથી લોકો દૂર જઈ રહ્યા હોવાની પુષ્ટિ કરે છે.
- પરિવહનનો વારંવારનો ખર્ચ ઘટવાને કારણે, પરિવારોના દેવાનો બોજ હળવો થાય છે અને તેઓ પ્રવાહિતાનું વધુ અસરકારક રીતે સંચાલન કરે છે.
- નાણાકીય સ્થિરતામાં યોગદાન: સુધરેલું ચુકવણી વર્તન અને ઓછા ડિફોલ્ટ્સ એકંદરે નાણાકીય વ્યવસ્થાને મજબૂત બનાવે છે.
- માળખાકીય સુવિધાઓના વ્યાપક લાભો: માળખાકીય સુવિધાઓ પરના મૂડી ખર્ચમાં થતી વૃદ્ધિ આર્થિક વૃદ્ધિના મજબૂત ગુણાકારકોનું નિર્માણ કરે છે, ઉત્પાદકતામાં વધારો કરે છે, ટકાઉપણામાં સુધારો કરે છે અને લાંબા ગાળાની આર્થિક સ્પર્ધાત્મકતાને વેગ આપે છે.
- પર્યાવરણીય ટકાઉપણું: રીજનરેટિવ બ્રેકિંગ, સોલાર પેનલ્સ અને ગ્રીન મેટ્રો સ્ટેશનો અપનાવવાથી ઉત્સર્જનમાં ઘટાડો થાય છે અને તે ભારતના આબોહવા લક્ષ્યાંકોને સમર્થન આપે છે.
- અભ્યાસનો તારણ: દાયકા લાંબા ભારતના માળખાકીય સુવિધાઓના વિસ્તરણ, ખાસ કરીને મેટ્રો રેલના વિકાસે શહેરી ગતિશીલતામાં પરિવર્તન લાવ્યું છે એટલું જ નહીં, પરંતુ પરિવારોની આર્થિક સ્થિતિને પણ મજબૂત બનાવી છે અને દેવાનો તણાવ ઘટાડ્યો છે.પરિવહન ખર્ચ ઘટાડીને, મેટ્રો લોન ભરપાઈના વ્યવહારમાં સુધારો કરી રહી છે અને નાણાકીય સ્થિરતાને ટેકો આપી રહી છે.વધતા મૂડી ખર્ચ અને ટકાઉ પદ્ધતિઓ આંતરમાળખાને લાંબા ગાળાની આર્થિક વૃદ્ધિ અને સ્થિતિસ્થાપકતાના મુખ્ય ચાલક બળ તરીકે વધુ સ્થાપિત કરે છે.
નિષ્કર્ષ:
છેલ્લા દાયકામાં ભારત દ્વારા મેટ્રોનું વિસ્તરણ આધુનિક, સર્વસમાવેશક શહેરી વિકાસ પ્રત્યેની મજબૂત પ્રતિબદ્ધતા દર્શાવે છે.ઇએસી-પ્રધાનમંત્રીનો અભ્યાસ પુષ્ટિ કરે છે કે મેટ્રો રેલ માળખું માત્ર અવરજવરને સરળ બનાવતું નથી, પરંતુ તે ઘરગથ્થુ નાણાકીય સ્થિતિને મજબૂત બનાવે છે અને લાંબા ગાળાની આર્થિક સ્થિરતાને ટેકો આપે છે.વધતા મૂડી રોકાણ અને સંકલિત આયોજનને કારણે, મેટ્રો સિસ્ટમ્સ ટકાઉ વિકાસના મુખ્ય પ્રેરક બની રહી છે.આ પ્રગતિ વધુ જોડાયેલા અને સ્થિતિસ્થાપક ભારત તરફનું એક મહત્વપૂર્ણ પગલું છે.
સંદર્ભો:
Ministry of Housing & Urban Affairs:
https://sansad.in/getFile/loksabhaquestions/annex/186/AU3110_fno4Dx.pdf?source=pqals
Ministry of Finance:
https://static.pib.gov.in/WriteReadData/specificdocs/documents/2025/feb/doc202521492701.pdf
Ministry of Commerce & Industry:
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2136029®=3&lang=2
Prime Minister Economic Advisory Council:
https://eacpm.gov.in/wp-content/uploads/2026/01/Golden-Decade-of-Infrastructure-Development-in-India-final-rev.pdf
Press Information Bureau:
https://www.pib.gov.in/PressNoteDetails.aspx?ModuleId=3&NoteId=155002®=3&lang=2
See in PDF
SM/NP/JD
(રીલીઝ આઈડી: 2240400)
મુલાકાતી સંખ્યા : 9