ખાતર વિભાગ
એપ્રિલ મહિના માટે દેશમાં 163 લાખ મેટ્રિક ટન ખાતરનો સ્ટોક ઉપલબ્ધ- નાણામંત્રી
આગામી રવિ સીઝન માટે અત્યારથી જ તૈયારીમાં સરકાર- નાણામંત્રી
યુરિયાના ઘરેલું ઉત્પાદનમાં સતત થઈ રહ્યો છે વધારો- નાણામંત્રી
પોસ્ટેડ ઓન:
13 MAR 2026 7:15PM by PIB Ahmedabad
કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે લોકસભામાં કહ્યું કે એપ્રિલ મહિના માટે દેશમાં 163 લાખ મેટ્રિક ટન ખાતરનો સ્ટોક ઉપલબ્ધ છે. તેમણે કહ્યું કે ગત વર્ષે ખાતરનો સ્ટોક 128.54 લાખ મેટ્રિક ટન હતો. આ સંજોગોમાં આ વર્ષનો સ્ટોક ગત વર્ષની સરખામણીએ 26 ટકા વધુ છે. આ ભારત સરકારની દૂરંદેશી વિચારસરણીનું જ પરિણામ છે. પૂરક માંગણીઓ દ્વારા ખાતર વિભાગને જે વધારાનું બજેટ ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યું છે તેનો ઉપયોગ આગામી રવિ સીઝનની તૈયારીઓ માટે કરવામાં આવશે. તેમણે પોતાના જવાબમાં કહ્યું કે ખરીફ પાક માટે સરકાર પાસે પર્યાપ્ત ખાતરનો સ્ટોક ઉપલબ્ધ છે. ખાતર વિભાગ ડિસેમ્બર-જાન્યુઆરી-ફેબ્રુઆરી દરમિયાન આવતી રવિ સીઝન માટે અત્યારથી જ પર્યાપ્ત વ્યવસ્થા કરી શકે તે માટે સરકાર અત્યારથી જ જોગવાઈ કરી રહી છે. તેમણે કહ્યું કે પૂરક માંગણીઓ દ્વારા ખાતર સબસિડી માટે સરકાર બજેટ અંદાજ કરતા લગભગ 19 હજાર કરોડ વધુ ખર્ચ કરી રહી છે.

લોકસભામાં બોલતા નાણામંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણે કહ્યું કે આયાતની સાથે-સાથે દેશની અંદર પણ યુરિયાનું ઉત્પાદન કરવામાં આવે છે. સરકાર યુરિયા ઉત્પાદન ક્ષમતા વધારી રહી છે અને ઘરેલું નિર્માણમાં વૃદ્ધિ કરી રહી છે. ઘરેલું યુરિયા ઉત્પાદન 2014-15માં 225 લાખ મેટ્રિક ટન હતું જે 2024-25માં વધીને 306.67 લાખ મેટ્રિક ટન થઈ ચૂક્યું છે. ઘરેલું યુરિયા ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી નવી રોકાણ નીતિ હેઠળ 6 ખાતર ઉત્પાદન એકમોની શરૂઆત કરી ચૂક્યા છે. આમાંથી એક એકમની સરેરાશ ક્ષમતા પ્રતિ વર્ષ 12.7 લાખ મેટ્રિક ટન છે. સામૂહિક રીતે આ એકમોએ દેશની યુરિયા ઉત્પાદન ક્ષમતામાં 76.2 લાખ મેટ્રિક ટનનો વધારો કર્યો છે. આ ઉપરાંત 2015માં આવેલી નવી યુરિયા નીતિ હેઠળ ઓડિશા અને આસામમાં બે નવા પ્લાન્ટ પર હાલમાં કામ ચાલી રહ્યું છે. એકવાર ચાલુ થઈ ગયા પછી આ પ્લાન્ટ દેશની ખાતર ઉત્પાદન ક્ષમતામાં પ્રતિ વર્ષ 25.4 લાખ મેટ્રિક ટનનો વધારો કરશે.

નાણામંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણે બજેટ સત્ર 2025-26 માટે અનુદાનની પૂરક માંગણીઓના બીજા બેચ પર ચર્ચા અને મતદાન દરમિયાન આ વાતો કહી. તેમણે કહ્યું કે સરકાર માત્ર જરૂર પડ્યે યુરિયાની આયાત જ નથી કરી રહી પરંતુ નવા પ્લાન્ટ્સની સ્થાપના કરીને ઘરેલું ઉત્પાદન વધારી રહી છે. સાથે જ જૂના પ્લાન્ટ્સની ક્ષમતાને પણ વધારવામાં આવી રહી છે.
SM/NP/JD
(રીલીઝ આઈડી: 2239984)
મુલાકાતી સંખ્યા : 12