શ્રમ અને રોજગાર મંત્રાલય
ઈ.એસ.આઈ. નિગમના 75મા સ્થાપના દિવસ નિમિત્તે સુવિધા સમાગમનું આયોજન
પોસ્ટેડ ઓન:
05 MAR 2026 4:20PM by PIB Ahmedabad
ઈ.એસ.આઈ. નિગમ, પ્રાદેશિક કચેરી, અમદાવાદ (શ્રમ અને રોજગાર મંત્રાલય, ભારત સરકાર) દ્વારા કર્મચારી રાજ્ય વીમા નિગમના 75મા સ્થાપના વર્ષ નિમિત્તે 24 ફેબ્રુઆરી 2026 થી 10 માર્ચ 2026 દરમિયાન "વિશેષ સેવા પખવાડિયું" આયોજન કરવામાં આવી રહ્યું છે. આ પખવાડિયા દરમિયાન ગુજરાત ક્ષેત્રની તમામ ઈએસઆઈસી કચેરીઓ દ્વારા વીમિત વ્યક્તિઓ / લાભાર્થીઓ / શ્રમિકોને વધુ સારી સેવાઓ પ્રદાન કરવા માટે વિશેષ અભિયાન હાથ ધરવામાં આવી રહ્યું છે. આ અભિયાન અંતર્ગત વિલંબિત અને વર્તમાન હિતલાભોની ચુકવણી તથા સંબંધિત મુશ્કેલીઓના નિરાકરણ માટે સુવિધા સમાગમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

આ જ અનુસંધાને તા. 05 માર્ચ 2026 ના રોજ ઈ.એસ.આઈ. નિગમ, આદર્શ હોસ્પિટલ, બાપુનગર, અમદાવાદ ખાતે એક સુવિધા સમાગમ યોજાયો હતો. કાર્યક્રમમાં શ્રી ગૌતમ કુમાર, સંયુક્ત નિયામક, ડૉ. શાહિદ મલેક, રાજ્ય તબીબી અધિકારી, ડૉ. શ્વેતલ પાસ્તાગિયા, તબીબી અધિક્ષક (પ્રભારી), શ્રી વિવેક અવસ્થિ, ઉપ નિયામક, શ્રી શ્યામ સુંદર, સહાયક નિયામક સહિત અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

સુવિધા સમાગમ દરમિયાન ઉપસ્થિત વીમિત વ્યક્તિઓ અને નિયોક્તાઓએ પોતાની સમસ્યાઓ અને ફરિયાદો રજૂ કરી, જેનું અધિકારીઓ દ્વારા વિગતવાર માહિતી આપી નિરાકરણ કરવામાં આવ્યું. આ ઉપરાંત, ઉપસ્થિત તમામ વીમિતો અને નિયોક્તાઓને કોડ ઓન સોશિયલ સિક્યુરિટી, 2020 તેમજ ઈ.એસ.આઈ. નિગમ ની વિવિધ યોજનાઓ અંગે પણ માહિતી આપવામાં આવી.
આ સુવિધા સમાગમમાં અંદાજે 50 થી વધુ વીમિત વ્યક્તિઓ, લાભાર્થીઓ અને નિયોક્તાઓ હાજર રહ્યા હતા અને તેમણે આ પહેલની પ્રશંસા કરી.
(રીલીઝ આઈડી: 2235580)
મુલાકાતી સંખ્યા : 104