યુવા બાબતો અને રમત મંત્રાલય
azadi ka amrit mahotsav

HMYAS ડૉ. મનસુખ માંડવિયાએ NSNIS પટિયાલાની “ગ્રાસરૂટ ટુ ગ્રેટનેસ” કોન્ફરન્સમાં ભારતના રમતગમતના ઉત્થાન માટે ગુણવત્તાયુક્ત કોચિંગના મહત્વ પર ભાર મૂક્યો


પ્રતિભાને પોષવા જેટલું જ મહત્વનું સારા કોચ વિકસાવવા પણ છે, તેમ આંતરરાષ્ટ્રીય નિષ્ણાતો કહે છે

“ગ્રાસરૂટ ટુ ગ્રેટનેસ: ટેલેન્ટ આઈડેન્ટિફિકેશન એન્ડ એથલીટ ડેવલપમેન્ટ” શીર્ષક હેઠળની બે દિવસીય આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સ શુક્રવારે SAI NSNIS પટિયાલા ખાતે 600 થી વધુ સહભાગીઓ સાથે શરૂ થઈ

પોસ્ટેડ ઓન: 06 FEB 2026 6:36PM by PIB Ahmedabad

નેતાજી સુભાષ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સ્પોર્ટ્સ (NSNIS) ખાતે શુક્રવારે “ગ્રાસરૂટ ટુ ગ્રેટનેસ: ટેલેન્ટ આઈડેન્ટિફિકેશન એન્ડ એથલીટ ડેવલપમેન્ટ” શીર્ષક હેઠળની બે દિવસીય આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સમાં ભાગ લેતા આંતરરાષ્ટ્રીય નિષ્ણાતો અને શિક્ષણવિદોએ એક અવાજે ભારતને 2047 સુધીમાં વિશ્વના ટોચના-5 રમતગમત રાષ્ટ્રોમાં સ્થાન મેળવવાના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિઝનને પૂર્ણ કરવા માટે ગુણવત્તાયુક્ત કોચ વિકસાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.

આ પહેલ વિશે વાત કરતા માનનીય કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે અમને સ્પોર્ટ્સ ઉત્કૃષ્ટતા પ્રત્યેની અમારી પ્રતિબદ્ધતાને ચાલુ રાખીને "ગ્રાસરૂટ ટુ ગ્રેટનેસ – ટેલેન્ટ આઈડેન્ટિફિકેશન એન્ડ એથલીટ ડેવલપમેન્ટ" પર બીજી આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સનું આયોજન કરવામાં ગર્વ છે. ભારત વૈશ્વિક સ્પોર્ટ્સ પાવરહાઉસ બનવાનું લક્ષ્ય ધરાવે છે. ખેલો ઈન્ડિયા જેવી પહેલો યુવા રમતવીરો માટે માર્ગો બનાવી રહી છે... અમારું ધ્યાન પાયાના સ્તરે વિકાસ, રમતગમતનું માળખું અને રમતવીરોની સફળતા માટે ટેકનોલોજીનો ઉપયોગ કરવા પર છે. આ કોન્ફરન્સ ટેલેન્ટ આઈડેન્ટિફિકેશન, LTAD અને સ્પોર્ટ્સ સાયન્સ ઇન્ટિગ્રેશનમાં શ્રેષ્ઠ પદ્ધતિઓ શેર કરવા માટે વૈશ્વિક નિષ્ણાતોને એકસાથે લાવે છે.

NSNIS પટિયાલા એ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (SAI) હેઠળ સ્પોર્ટ્સ કોચિંગ અને સ્પોર્ટ્સ સાયન્સ શિક્ષણ માટેની સર્વોચ્ચ રાષ્ટ્રીય સંસ્થા છે. આ કોન્ફરન્સમાં 600થી વધુ મહત્વાકાંક્ષી કોચ, પ્રતિષ્ઠિત રમતવીરો, સ્પોર્ટ્સ વૈજ્ઞાનિકો, વહીવટકર્તાઓ, શિક્ષણવિદો અને વિદ્યાર્થીઓની સાથે 30થી વધુ પ્રખ્યાત રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય નિષ્ણાતોની સહભાગિતા જોવા મળી હતી, જે તેને દેશમાં રમતગમત વિકાસના ક્ષેત્રમાં સૌથી મોટા જ્ઞાન-વહેંચણી મંચોમાંનું એક બનાવે છે.

કોન્ફરન્સને હરિ રંજન રાવ (IAS), સચિવ (રમતગમત), યુવા બાબતો અને રમતગમત મંત્રાલય (MYAS) અને ડાયરેક્ટર જનરલ, SAI દ્વારા ખુલ્લી જાહેર કરવામાં આવી હતી. હરિ રંજન રાવે જણાવ્યું હતું કે રમતગમત મંત્રાલય “મજબૂત સ્પોર્ટ્સ ઇકોસિસ્ટમ બનાવવા માટે અથાક મહેનત કરી રહ્યું છે.

પ્રોફેસર નેનાદ ટ્રુનિક, ડેન ઓફ ફેકલ્ટી ઓફ ફિઝિકલ એજ્યુકેશન એન્ડ મેનેજમેન્ટ ઈન સ્પોર્ટ (સિંગિડુનમ યુનિવર્સિટી, સર્બિયા), એ આ ચુનંદા કોન્ફરન્સમાં ભાગ લેવા બદલ પોતાનો ઉત્સાહ વ્યક્ત કર્યો:મને પટિયાલામાં આ કોન્ફરન્સમાં આમંત્રિત કરવા બદલ હું સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયાનો આભાર માનું છું, તે મારા માટે ખૂબ જ સન્માનની વાત છે. આ આપણા બધા માટે માત્ર મહત્વાકાંક્ષી કોચ જ નહીં પરંતુ કોચિંગ ક્ષેત્રમાં પ્રવેશતા વિદ્યાર્થીઓ અને રમતવીરો સાથે માહિતી શેર કરવા, મંતવ્યો અને વિચારોની આપ-લે કરવાની એક શ્રેષ્ઠ તક છે. તે આપણા જેવા લોકોને ભારતીય કોચ દ્વારા સામનો કરવામાં આવતા પડકારોના ઉકેલો પ્રદાન કરવાની તક પણ આપે છે.

FIBA બાસ્કેટબોલ કોચ રિચાર્ડ લી બ્રુક્સ, જેઓ સ્લોવાકિયાની રાષ્ટ્રીય ટીમ માટે યુવા કોચ તરીકે પણ કાર્ય કરે છે, તેમણે જણાવ્યું હતું કે કોચને અપસ્કિલિંગ (કૌશલ્ય વર્ધન) કરવું અને જ્ઞાન આપવું એ માત્ર પ્રતિભા શોધવા કરતાં વધુ મહત્વનું છે કારણ કે એક બાળકમાં જન્મજાત પ્રતિભા હોઈ શકે છે પરંતુ તમે તેમને કેવી રીતે પોષો છો અને માર્ગદર્શન આપો છો તે જ આંતરરાષ્ટ્રીય સ્તરે મેડલ અપાવશે.

હું સામાન્ય રીતે રાષ્ટ્રીય ટીમોને કોચિંગ આપતો હતો પરંતુ ક્યારેક યુવા ટીમોને પણ કોચિંગ આપવાની જરૂર પડતી હતી, કારણ કે જેને તમે યુવા ટીમો અથવા ગ્રાસરૂટ ટીમ કહો છો, તે અમારી પાસે હતી જ નહીં. તેથી, અમે લગભગ ટોચ પરથી શરૂઆત કરી. કોચને કેવી રીતે શીખવવું તે શીખવ્યું અને બાળકોને લાવ્યા. ભારતીય બાસ્કેટબોલ હવે વધી રહ્યું છે, સ્વાભાવિક રીતે આગળ લાંબો રસ્તો છે. તેથી, તમે તમારા કોચને કેવી રીતે શીખવો છો તે મહત્વનું છે. આથી જ આવી આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સ અત્યંત મૂલ્યવાન બની જાય છે કારણ કે તે એવી આંતરદૃષ્ટિ આપે છે જે અત્યાર સુધી અજાણ હતી,” રિચાર્ડ લી બ્રુક્સે SAI મીડિયાને જણાવ્યું.

કોન્ફરન્સમાં ભાગ લેનાર અન્ય અગ્રણી નિષ્ણાતોમાં ફરુખ અહેમદોવ (હેડ ઓફ સાયન્ટિફિક ડિપાર્ટમેન્ટ, સમરકંદ સ્ટેટ યુનિવર્સિટી), ડૉ. પિનાર યાપ્રાક (આસિસ્ટન્ટ પ્રોફેસર, તુર્કી), પ્રો. ડૉ. હેન્નો ફેલ્ડર (એક્ટિંગ ડિરેક્ટર, ઓલિમ્પિક ટ્રેનિંગ સેન્ટર) અને ડૉ. માર્ટિન ટોમ્સ (એસોસિએટ પ્રોફેસર ઓફ ગ્લોબલ સ્પોર્ટ એજ્યુકેશન એન્ડ કોચિંગ, બર્મિંગહામ યુનિવર્સિટી, યુકે) હતા.

7 મે, 1961ના રોજ સ્થાપિત, નેતાજી સુભાષ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સ્પોર્ટ્સ પટિયાલામાં 268 એકરમાં ફેલાયેલી એશિયાની સૌથી મોટી સ્પોર્ટ્સ ઇન્સ્ટિટ્યૂટ છે. આ સંસ્થાએ તેની સ્થાપનાથી અત્યાર સુધીમાં 17 પદ્મશ્રી, 12 દ્રોણાચાર્ય, 17 મેજર ધ્યાનચંદ ખેલ રત્ન અને 175 અર્જુન એવોર્ડ વિજેતાઓ આપ્યા છે.

પટિયાલા છેલ્લા 15 વર્ષમાં મારું બીજું ઘર રહ્યું છે અને અહીં થયેલા વિકાસને જોવો તે ખૂબ જ સારું છે.ગ્રાસરૂટ ટુ ગ્રેટનેસ” જેવી કોન્ફરન્સ ખરેખર મહત્વની છે. કોઈપણ સ્તરે કોઈપણ ભારતીય રમતવીરની સફરને ટેકો આપવા માટે આપણે સમજવું પડશે કે તે ચેમ્પિયન બનાવવા પાછળ શું થાય છે. સૌથી સારી વાત એ છે કે આપણી પાસે અહીં એવા તાલીમાર્થીઓ છે જેઓ બહાર જશે અને કોચની આગામી પેઢી બનશે અને પ્રતિભાશાળી રમતવીરોને ઓળખવામાં મદદ કરશે. તે નિર્ણાયક છે કારણ કે આપણે બધા ઇચ્છીએ છીએ કે ભારત મેડલ ટેબલમાં ટોચ પર હોય,” માર્ટિન ટોમ્સએ SAI મીડિયાને જણાવ્યું.

SAI ના વરિષ્ઠ કોચ અને અધિકારીઓએ નિષ્ણાતો સાથે વાતચીત કરી હતી અને યુવા પ્રતિભાઓને ઓળખવામાં, લાંબા ગાળાના વિકાસના માર્ગો બનાવવા અને આંતરરાષ્ટ્રીય સફળતા માટે રમતવીરોને તૈયાર કરવામાં તેમના વ્યવહારુ અનુભવો અને વ્યૂહાત્મક આંતરદૃષ્ટિ પણ શેર કરી હતી.

આ પ્રસંગે બોલતા, સર્વજિત સિંહ (IAS), વિશેષ મુખ્ય સચિવ, પંજાબ સરકાર, એ જણાવ્યું હતું કે:આ પ્રકારની કોન્ફરન્સ અત્યંત મહત્વની છે કારણ કે તે અમારા કોચને આંતરરાષ્ટ્રીય શ્રેષ્ઠ પદ્ધતિઓ વિશે મૂલ્યવાન જ્ઞાન મેળવવામાં મદદ કરે છે. પંજાબ સરકારનું સ્પોર્ટ્સ બજેટ રૂ. 250-300 કરોડની વચ્ચે રહેતું હતું, હવે તે લગભગ ત્રણ ગણું વધીને રૂ. 1000 કરોડ થઈ ગયું છે. અમે ગ્રામ પંચાયત સ્તરે અસ્તિત્વમાં રહેલા લગભગ 3000 રમતગમતના મેદાનોને પ્રોપર ગ્રાસ ટર્ફ, વોટરિંગ સિસ્ટમ, શૌચાલય અને ચેન્જ રૂમ વગેરે સાથે અપગ્રેડ કરી રહ્યા છીએ. કોચની સંખ્યા પણ 350 થી વધીને લગભગ 2300 થઈને સાત ગણી વધી છે, જેમાં ઉત્કૃષ્ટ કોચને તરત જ સરકારી નોકરી મળે છે, આ બતાવે છે કે રાજ્ય સરકાર રમતગમતના વિકાસ માટે કેટલી ગંભીર છે.

SM/GP/JD


(રીલીઝ આઈડી: 2224658) મુલાકાતી સંખ્યા : 9
આ રીલીઝ વાંચો: English , Urdu , हिन्दी