સંચાર અને સુચના પ્રૌદ્યોગિકી મંત્રાલય
azadi ka amrit mahotsav

ભારત અને યુરોપિયન યુનિયને સુરક્ષિત 6G ટેકનોલોજી અને વિશ્વાસપાત્ર ટેલિકોમ સપ્લાય ચેઈનમાં સહયોગનો પુનરોચ્ચાર કર્યો


ભારત-EU વ્યૂહાત્મક એજન્ડા 'ટુવર્ડ્સ 2030' સુરક્ષિત ડિજિટલ અને ટેલિકોમ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર સહયોગ મજબૂત કરે છે

આ પ્રતિબદ્ધતા 27-28 ફેબ્રુઆરી 2025 દરમિયાન યુરોપિયન કમિશનના પ્રમુખ ઉર્સુલા વોન ડેર લેયન અને EU કોલેજ ઓફ કમિશનર્સની ભારત મુલાકાત દરમિયાન જારી કરાયેલા નેતાઓના નિવેદનમાં પણ પ્રતિબિંબિત થઈ હતી

નેતાઓએ ભારત-EU ટ્રેડ એન્ડ ટેકનોલોજી કાઉન્સિલ (TTC) હેઠળ અદ્યતન અને ઉભરતી ટેકનોલોજીના વધતા મહત્વ પર ભાર મૂક્યો હતો

ટેલિકોમ્યુનિકેશન, ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને વૈશ્વિક ધોરણોના વિકાસ જેવા ક્ષેત્રોમાં ઉન્નત સહયોગનું સ્વાગત કર્યું
ભારત 6G એલાયન્સ અને EU ભાગીદારોએ ભવિષ્ય માટે તૈયાર નેટવર્ક્સ માટે સંશોધન પ્રાથમિકતાઓને સંરેખિત કરી

સહયોગ ટેલિકોમ્યુનિકેશન વિભાગ દ્વારા સંચાલિત ભારતના રાષ્ટ્રીય 6G વિઝન સાથે સુસંગત છે

અદ્યતન ટેલિકોમ્યુનિકેશનમાં મજબૂત ભારત-EU ભાગીદારી વિશ્વાસપાત્ર, સુરક્ષિત અને સ્થિતિસ્થાપક વૈશ્વિક ડિજિટલ ઇકોસિસ્ટમ બનાવવા માટેની સહિયારી પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે, જેનાથી નાગરિકો, ઉદ્યોગો અને વ્યાપક આંતરરાષ્ટ્રીય સમુદાયને ફાયદો થાય છે

प्रविष्टि तिथि: 28 JAN 2026 8:07PM by PIB Ahmedabad

ભારત અને યુરોપિયન યુનિયને સુરક્ષા, વિશ્વાસ અને સ્થિતિસ્થાપક વૈશ્વિક સપ્લાય ચેઈન પર ધ્યાન કેન્દ્રિત કરીને 6G ટેલિકોમ્યુનિકેશન સહિત આગામી પેઢીની ડિજિટલ ટેકનોલોજીમાં વ્યૂહાત્મક સહયોગને ગાઢ બનાવવાની તેમની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો છે. આ પ્રતિબદ્ધતા 27-28 ફેબ્રુઆરી 2025 દરમિયાન યુરોપિયન કમિશનના પ્રમુખ ઉર્સુલા વોન ડેર લેયન અને EU કોલેજ ઓફ કમિશનર્સની ભારત મુલાકાત દરમિયાન જારી કરાયેલા નેતાઓના નિવેદનમાં પ્રતિબિંબિત થઈ હતી.

નેતાઓએ ભારત-EU ટ્રેડ એન્ડ ટેકનોલોજી કાઉન્સિલ (TTC) હેઠળ અદ્યતન અને ઉભરતી ટેકનોલોજીના વધતા મહત્વ પર ભાર મૂક્યો હતો અને ટેલિકોમ્યુનિકેશન, ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને વૈશ્વિક ધોરણોના વિકાસ જેવા ક્ષેત્રોમાં ઉન્નત સહયોગનું સ્વાગત કર્યું હતું.

આ સંદર્ભમાં, સંયુક્ત નિવેદને ભારત 6G એલાયન્સ અને 6G SNS IA વચ્ચેના સહયોગનું સ્વાગત કર્યું હતું, જેનો હેતુ સુરક્ષિત, વિશ્વાસપાત્ર અને ભવિષ્ય માટે તૈયાર 6G નેટવર્ક્સ માટે સંશોધન અને નવીનતાની પ્રાથમિકતાઓને સંરેખિત કરવાનો છે. આ ઉદ્યોગ-આધારિત જોડાણ સ્થિતિસ્થાપક અને વૈવિધ્યસભર ટેલિકોમ સપ્લાય ચેઈનના વિકાસમાં ફાળો આપશે તેવી અપેક્ષા છે, જ્યારે નેક્સ્ટ જનરેશન કોમ્યુનિકેશન સિસ્ટમ્સમાં નિખાલસતા, આંતર-કાર્યક્ષમતા (interoperability) અને સિક્યુરિટી-બાય-ડિઝાઇનને પ્રોત્સાહન આપશે.

બંને પક્ષોએ 6G ટેકનોલોજીના સંશોધન અને વિકાસ, પરીક્ષણ અને માનકીકરણમાં સહયોગના મહત્વ પર ભાર મૂક્યો હતો અને વૈશ્વિક સ્તરે આંતર-કાર્યક્ષમ ધોરણોને ઘડવાના તેમના સહિયારા ઉદ્દેશ્યનો પુનરોચ્ચાર કર્યો હતો જે નવીનતા, સ્પર્ધાત્મકતા અને સર્વસમાવેશક ડિજિટલ વૃદ્ધિને સમર્થન આપે છે.

આ સહયોગ ટેલિકોમ્યુનિકેશન વિભાગ દ્વારા સંચાલિત ભારતના રાષ્ટ્રીય 6G વિઝન સાથે સુસંગત છે અને ભારતને 6G ટેકનોલોજીના વિકાસમાં વૈશ્વિક યોગદાનકર્તા અને અગ્રણી તરીકે સ્થાપિત કરવાનો પ્રયાસ કરે છે, જ્યારે સુરક્ષિત, સસ્તું અને ટકાઉ ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સુનિશ્ચિત કરે છે.

અદ્યતન ટેલિકોમ્યુનિકેશનમાં મજબૂત ભારત-EU ભાગીદારી વિશ્વાસપાત્ર, સુરક્ષિત અને સ્થિતિસ્થાપક વૈશ્વિક ડિજિટલ ઇકોસિસ્ટમ બનાવવા માટેની સહિયારી પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે, જેનાથી નાગરિકો, ઉદ્યોગો અને વ્યાપક આંતરરાષ્ટ્રીય સમુદાયને ફાયદો થાય છે.

આ વ્યાપક વ્યૂહાત્મક સંદર્ભમાં, નવી દિલ્હીમાં 27 જાન્યુઆરી 2026 ના રોજ યોજાયેલી 16મી ભારત-EU સમિટમાં સમર્થિત ટુવર્ડ્સ 2030: એ જોઈન્ટ ઇન્ડિયા–EU કોમ્પ્રેહેન્સિવ સ્ટ્રેટેજિક એજન્ડા, સાર્વત્રિક, અર્થપૂર્ણ, મજબૂત અને સુરક્ષિત ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર પરસ્પર અનુભવ-આદાનપ્રદાનને મજબૂત કરવાનો હેતુ ધરાવે છે. આ એજન્ડા ભારતની ભારત 6G એલાયન્સ અને યુરોપિયન યુનિયનની 6G સ્માર્ટ નેટવર્ક એન્ડ સર્વિસીસ ઇન્ડસ્ટ્રી એસોસિએશન વચ્ચેના એમઓયુ (MoU) હેઠળ સુરક્ષિત અને વિશ્વાસપાત્ર ટેલિકોમ્યુનિકેશન ઇકોસિસ્ટમ વિકસાવવા અને પ્રોત્સાહન આપવા માટે ગાઢ સહયોગની પણ કલ્પના કરે છે.

ભારત 6G એલાયન્સ અને તેના એમઓયુ (MOUs) વિશે:

ભારત 6G એલાયન્સ (Bharat 6G Alliance): આગામી પેઢીની 6G ટેકનોલોજીમાં નવીનતા અને સહયોગ વધારવા માટે ભારત સરકાર દ્વારા સમર્થિત સ્થાનિક ઉદ્યોગ, શિક્ષણવિદો, રાષ્ટ્રીય સંશોધન સંસ્થાઓ અને માનક સંસ્થાઓનું ગઠબંધન છે.

યુરોપિયન યુનિયનના 6G સ્માર્ટ નેટવર્ક એન્ડ સર્વિસીસ ઇન્ડસ્ટ્રી એસોસિએશન (6G SNS IA) 6G ઇકોસિસ્ટમમાં સહયોગની તકો શોધવા માટે એક મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ (MoU) કર્યું છે. આ એમઓયુ 6G વિઝન અને જરૂરિયાતો, નેટવર્ક આર્કિટેક્ચર અને યુઝ કેસ, સામાન્ય રસના ક્ષેત્રોની ઓળખ, સર્વસંમતિ નિર્માણ અને બિયોન્ડ-5G (Beyond-5G) અને 6G ટેકનોલોજી માટે વૈશ્વિક સ્તરે સુમેળભર્યા ધોરણોના વિકાસ તરફના સંયુક્ત પ્રયાસો માટે માળખું પૂરું પાડે છે. તેનો હેતુ ભારતીય અને યુરોપિયન સંશોધન અને વિકાસ સંસ્થાઓ અને ઉદ્યોગના હિતધારકો વચ્ચે સહયોગને પ્રોત્સાહન આપવાનો પણ છે.

ઇન્ડિયા મોબાઇલ કોંગ્રેસ (IMC) 2025 ની સાઈડલાઈન પર ઇન્ટરનેશનલ ભારત 6G સિમ્પોઝિયમ 2025 માં, ભારત 6G, 6GIA, ATIS’ નેક્સ્ટ જી એલાયન્સ અને અન્ય અગ્રણી વૈશ્વિક જોડાણોએ 6G ને વૈશ્વિક સાર્વજનિક હિત (global public good) તરીકે ઘડવા માટે સંયુક્ત નિવેદન નવી દિલ્હી ઘોષણા” જારી કરી હતી.

વધુ માટે DoT હેન્ડલ્સને ફોલો કરો: - X - https://x.com/DoT_India Insta- https://www.instagram.com/department_of_telecom?igsh=MXUxbHFjd3llZTU0YQ== Fb - https://www.facebook.com/DoTIndia Youtube: https://youtube.com/@departmentoftelecom?si=DALnhYkt89U5jAaa

SM/IJ/GP/JD


(रिलीज़ आईडी: 2219800) आगंतुक पटल : 6
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Malayalam