નીતિ આયોગ
નીતિ આયોગે જયપુરમાં "ભારતમાં એન્ડ-ઓફ-લાઇફ વ્હીકલ્સ (ELVs), વેસ્ટ ટાયર્સ અને ઈ-વેસ્ટ અને લિથિયમ-આયન બેટરીમાં સર્ક્યુલર ઇકોનોમી વધારવા" પર ત્રણ અહેવાલો લોન્ચ કર્યા
प्रविष्टि तिथि:
27 JAN 2026 7:14PM by PIB Ahmedabad
નીતિ આયોગે 22 જાન્યુઆરી, 2026 ના રોજ જયપુરમાં મટિરિયલ રિસાયકલિંગ એસોસિએશન ઓફ ઇન્ડિયા (MRAI), ઇન્ટરનેશનલ મટિરિયલ રિસાયકલિંગ કોન્ફરન્સ (IMRC) ખાતે "ભારતમાં એન્ડ-ઓફ-લાઇફ વ્હીકલ્સ (ELVs), વેસ્ટ ટાયર્સ અને ઈ-વેસ્ટ અને લિથિયમ-આયન બેટરીમાં સર્ક્યુલર ઇકોનોમી વધારવા" પર ત્રણ અહેવાલો લોન્ચ કર્યા. આ અહેવાલોએ ભારતમાં સર્ક્યુલર ઇકોનોમી ઇકોસિસ્ટમમાં રહેલા પડકારોનું વિશ્લેષણ કર્યું અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ, ક્ષેત્રના ઔપચારિકીકરણ, એક્સટેન્ડેડ પ્રોડ્યુસર રિસ્પોન્સિબિલિટી (EPR) ફ્રેમવર્કને મજબૂત કરવા અને આવક નિર્માણ માટે આર્થિક ક્ષમતા વધારવા માટે ભલામણો પૂરી પાડી હતી.
માનનીય પ્રધાનમંત્રીનું 2047 સુધીમાં વિકસિત ભારતનું વિઝન લો-કાર્બન, સંસાધન-કાર્યક્ષમ વિકાસ માર્ગ તરફના પરિવર્તનથી અવિભાજ્ય છે, જેના માટે ક્લીન ઊર્જા પ્રણાલીઓનો મોટા પાયે ઉપયોગ જરૂરી છે. ઈલેક્ટ્રોનિક અને ઈલેક્ટ્રિકલ સાધનો, લિથિયમ-આયન બેટરીઓ અને ઓટોમોટિવ વાહનો સાથે મળીને ડિજિટલાઇઝેશનને શક્તિ આપવા, ગતિશીલતા વધારવા અને વ્યાપક ઊર્જા સંક્રમણમાં મુખ્ય ભૂમિકા ભજવશે. ઈલેક્ટ્રિક વ્હીકલ (EV) વેચાણ 2016માં 50,000 થી વધીને 2024માં 2.08 મિલિયન થયું છે, અને સરકાર 2030 સુધીમાં કુલ વાહનોના વેચાણમાં EVsનો 30% હિસ્સો હાંસલ કરવા માંગે છે. પરિણામે, લિથિયમ-આયન બેટરીની માંગ 2025માં 29 GWh થી વધીને 2035 સુધીમાં 248 GWh થવાનો અંદાજ છે. ભારતમાં એન્ડ-ઓફ-લાઇફ વ્હીકલ્સ (ELVs) ની સંખ્યા 2025 માં 23 મિલિયનથી વધીને 2030 સુધીમાં 50 મિલિયન થવાની અપેક્ષા છે. ઉપરાંત, ઈ-વેસ્ટ 2024 માં 6.19 MMT થી વધીને 2030 સુધીમાં 14 MMT થવાની અપેક્ષા છે. એન્ડ-ઓફ-લાઇફ વ્હીકલ્સ (ELVs), વેસ્ટ ટાયર્સ, ઈ-વેસ્ટ અને લિથિયમ-આયન બેટરીના ટકાઉ વ્યવસ્થાપનના નોંધપાત્ર પડકારો છે. આ બાબત આ ક્ષેત્રો માટે સર્ક્યુલર ઇકોનોમીને માત્ર પર્યાવરણીય આવશ્યકતા જ નહીં પરંતુ વ્યૂહાત્મક અનિવાર્યતા બનાવે છે, જે ટકાઉ અને સર્વસમાવેશક વિકાસના વિકસિત ભારત 2047ના વિઝનને સાકાર કરવા માટે કેન્દ્રીય છે.
સંબંધિત મંત્રાલયો, નિયમનકારો, ઉદ્યોગ અને જ્ઞાન ભાગીદારો સહિતના મુખ્ય હિતધારકો સાથે વ્યાપક પરામર્શ દ્વારા વિકસાવવામાં આવેલા આ અહેવાલો વર્તમાન પડકારોની સમયસર અને વ્યાપક સમીક્ષા આપે છે, સાથે સર્ક્યુલર ઇકોનોમી તરફના સંક્રમણને ઝડપી બનાવવા માટે કાર્યક્ષમ ભલામણો પણ આપે છે. આનાથી સંસાધનોની કાર્યક્ષમતામાં સુધારો થશે, મટિરિયલ સિક્યુરિટી (સામગ્રી સુરક્ષા) મજબૂત થશે અને ભારતમાં ટકાઉપણું વધશે.
અહેવાલો અહીં મેળવી શકાય છે:
ભારતમાં એન્ડ-ઓફ-લાઇફ વ્હીકલ્સ (ELVs) ની સર્ક્યુલર ઇકોનોમી વધારવા બાબતે: https://niti.gov.in/sites/default/files/2026-01/Enhancing-Circular-Economy-of-End-of-Life-Vehicles-ELVs-in-India.pdf
ભારતમાં વેસ્ટ ટાયર્સની સર્ક્યુલર ઇકોનોમી વધારવા બાબતે: https://niti.gov.in/sites/default/files/2026-01/Enhancing-Circular-Economy-of-Waste-Tyres-in-India.pdf
ભારતમાં વેસ્ટ ઇલેક્ટ્રોનિક અને ઇલેક્ટ્રિકલ ઇક્વિપમેન્ટ (ઈ-વેસ્ટ) અને લિથિયમ-આયન બેટરીની સર્ક્યુલર ઇકોનોમીને આગળ વધારવા બાબતે: https://niti.gov.in/sites/default/files/2026-01/Advancing-Circular-Economy-of-Waste-Electronic-and-Electrical-Equipment-Ewaste-and-Lithium-Ion-Batteries-in-India.pdf

SM/NP/GP/JD
(रिलीज़ आईडी: 2219305)
आगंतुक पटल : 11