સંસ્કૃતિ મંત્રાલય
પ્રજાસત્તાક દિવસની પરેડમાં શક્તિ અને આધ્યાત્મિકતાનું પ્રદર્શન
प्रविष्टि तिथि:
25 JAN 2026 8:51PM by PIB Ahmedabad
સામાજિક સંવાદિતા, શાંતિ, કરુણા અને પરસ્પર સહઅસ્તિત્વના કાલાતીત બૌદ્ધ જ્ઞાનની પ્રાસંગિકતાને હાઇલાઇટ કરવા માટે, ગ્લોબલ બુદ્ધિસ્ટ સમિટમાં ભાગ લેનારા 40 દેશોનું પ્રતિનિધિત્વ કરતા આંતરરાષ્ટ્રીય સાધુઓ અને સાધ્વીઓનું એક મોટું જૂથ આ વર્ષની પ્રજાસત્તાક દિવસની પરેડમાં સન્માનિત અતિથિઓ તરીકે ઉપસ્થિત રહેશે.
સંસ્કૃતિ મંત્રાલયના સહયોગથી "સામૂહિક જ્ઞાન, સંયુક્ત અવાજ અને પરસ્પર સહઅસ્તિત્વ" થીમ પર 24-25 જાન્યુઆરી, 2026 દરમિયાન ઇન્ટરનેશનલ બુદ્ધિસ્ટ કોન્ફેડરેશન (IBC) દ્વારા આયોજિત આ કાર્યક્રમ, સંઘર્ષોના શાંતિપૂર્ણ નિરાકરણ, વૈશ્વિક અસમાનતાઓ અને પર્યાવરણીય કટોકટી માટે બુદ્ધની ભૂમિ તરફથી ભારતનો સંદેશ પણ છે.

આજે એક પ્રેસ કોન્ફરન્સમાં IBC ના જનરલ સેક્રેટરી વેન શાર્તસે ખેન્સુર રિનપોચે જાંગચુપ ચોડેને કહ્યું હતું કે, “પરેડમાં ભારત તેની તાકાતનું પ્રદર્શન કરશે, પરંતુ તે બુદ્ધ ધમ્મની ભૂમિ પણ છે, જે વિશ્વના ઘણા દેશોમાં શાંતિ, પ્રેમ અને દયાનો સંદેશ ફેલાવે છે. અમે કરુણા અને સંભાળની શક્તિમાં માનીએ છીએ. આજે આપણને વિશ્વમાં શાંતિ અને મૈત્રીપૂર્ણ સહઅસ્તિત્વની જરૂર છે.”

IBC ના ડાયરેક્ટર જનરલ શ્રી અભિજીત હલ્દરે નોંધ્યું હતું કે પ્રજાસત્તાક દિવસ તે દિવસને પણ ચિહ્નિત કરે છે જે દિવસે ભારતનું બંધારણ અમલમાં આવ્યું હતું. બૌદ્ધ ધર્મના સિદ્ધાંતોએ ભારતના બંધારણને પ્રભાવિત કર્યું છે; સમાનતા, કરુણા અને અહિંસાના આદર્શો બંધારણનો અભિન્ન ભાગ છે. તેમણે હાઇલાઇટ કર્યું હતું કે, “બૌદ્ધ સંઘ એ સહભાગી લોકશાહીનું પ્રારંભિક મોડેલ હતું, જેણે ભારતીય સંસદીય પ્રણાલીમાં અપનાવવામાં આવેલા લોકશાહી ધોરણો અને પ્રક્રિયાઓને પ્રભાવિત કર્યા હતા.”
તેમણે જણાવ્યું હતું કે પરેડમાં એક તરફ સશસ્ત્ર દળોનું પ્રદર્શન, નૌકાદળ અને વાયુસેનાની શક્તિ અને સશસ્ત્ર સાધનો હશે, અને બીજી તરફ આદરણીય સાધુઓ અને સાધ્વીઓનું મોટું જૂથ શાંતિ અને કરુણાનું પ્રગટીકરણ હશે; જે અરાજકતાભર્યા વિશ્વ માટે એક સંદેશ હશે કે નિરાકરણ માટે ધમ્મ એ જ અંતિમ માર્ગ છે.
શ્રીલંકાના IBC ના ડેપ્યુટી સેક્રેટરી જનરલ ડૉ. દમેન્ડા પોરેગે ઉમેર્યું હતું કે “બુદ્ધ ધમ્મ એ ભારતનો અનિવાર્ય વારસો હતો જે મારા દેશમાં ફેલાયો હતો. અમને શ્રીલંકાના આધ્યાત્મિક પુનરુત્થાનની ઘોષણા કરતા કારીગરોની સાથે બૌદ્ધ સિદ્ધાંત પ્રાપ્ત થયો. ભારત વિશ્વ માટે એક પ્રકાશ સમાન છે: જે શક્તિ અને આધ્યાત્મિક દયા બંનેનું પ્રદર્શન કરે છે,” તેમણે સમાપન કર્યું.
આ બે દિવસીય સમિટમાં 40 દેશોના 800 થી વધુ પ્રતિનિધિઓ એકત્ર થયા હતા જેમાં 200 થી વધુ વિદેશી સહભાગીઓ સામેલ હતા, જેમાં આશરે 100 સંઘના પ્રતિનિધિઓ હતા. આમાં ભારતના રાજદ્વારીઓ, શિક્ષણવિદો, વિદ્વાનો અને સામાન્ય પ્રેક્ટિશનરો (lay practitioners) પણ સામેલ હતા.
SM/NP/GP/JD
(रिलीज़ आईडी: 2218655)
आगंतुक पटल : 13
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English