ભારત સરકારના અગ્ર વૈજ્ઞાનિક સલાહકારનું કાર્યાલય
પ્રિન્સિપલ સાયન્ટિફિક એડવાઇઝરની ઓફિસે ટેકનો-લીગલ ફ્રેમવર્ક દ્વારા AI ગવર્નન્સને મજબૂત કરવા પર વ્હાઇટ પેપર બહાર પાડ્યું
प्रविष्टि तिथि:
23 JAN 2026 7:15PM by PIB Ahmedabad
ભારત સરકારના પ્રિન્સિપલ સાયન્ટિફિક એડવાઇઝર (OPSA)ની ઓફિસે સ્ટ્રેન્થનિંગ એઆઈ ગવર્નન્સ થ્રૂ ટેકનો-લીગલ ફ્રેમવર્કશીર્ષક હેઠળનું એક વ્હાઇટ પેપર બહાર પાડ્યું છે, જે વિશ્વસનીય, જવાબદાર અને નવીનતા-સંરેખિત આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ઇકોસિસ્ટમ બનાવવા માટેના ભારતના અભિગમની રૂપરેખા આપે છે.
વ્હાઇટ પેપર “ટેકનો-લીગલ” AI ગવર્નન્સ ફ્રેમવર્કની રૂપરેખા પર ભાર મૂકે છે જેનો ઉદ્દેશ્ય સુગમતા અને નવીનતા જાળવી રાખીને જોખમો ઘટાડવાનો છે. તે AI ગવર્નન્સ પ્રત્યે ભારતના નવીનતા-તરફી અભિગમને હાઇલાઇટ કરે છે, જે પાયાના કાનૂની સેફગાર્ડ્સ, ક્ષેત્ર-વિશિષ્ટ નિયમનો, ટેકનિકલ નિયંત્રણો અને સંસ્થાકીય પદ્ધતિઓને એકીકૃત કરે છે.
વ્હાઇટ પેપર બહાર પાડતી વખતે પીએસએ (PSA) પ્રોફેસર અજય કુમાર સૂદે જણાવ્યું હતું કે, “એક મજબૂત અને પ્રતિભાવશીલ ગવર્નન્સ ફ્રેમવર્ક વિકસાવવું એ માત્ર નિયમનકારી આવશ્યકતા નથી પરંતુ તકનીકી પ્રગતિની ગતિ જાળવી રાખવા માટે પૂર્વશરત પણ છે. ટેકનો-લીગલ અભિગમ ડિઝાઇન દ્વારા AI સિસ્ટમ્સમાં કાનૂની, તકનીકી અને સંસ્થાકીય સુરક્ષાને એમ્બેડ કરીને એક વ્યવહારુ માર્ગ પ્રદાન કરે છે.”
વ્હાઇટ પેપર ટેકનો-લીગલ અભિગમને એક વ્યવહારુ અને સમગ્ર-ઇકોસિસ્ટમ મોડેલ તરીકે વ્યાખ્યાયિત કરે છે જે ડિફોલ્ટ રૂપે AI સિસ્ટમ્સની ડિઝાઇન અને સંચાલનમાં સીધું જ ગવર્નન્સ એમ્બેડ કરે છે. વ્હાઇટ પેપરમાં આવરી લેવામાં આવેલા મુખ્ય ક્ષેત્રોમાં AI ગવર્નન્સના ટેકનો-લીગલ અભિગમને સમજવા; સંપૂર્ણ AI જીવનચક્ર દરમિયાન સુરક્ષિત અને વિશ્વસનીય AI ને સક્ષમ કરવા; ટેકનો-લીગલ ગવર્નન્સને કાર્યરત કરવા માટેના તકનીકી માર્ગો; ભારતના AI ગવર્નન્સ ફ્રેમવર્ક માટે અમલીકરણની વિચારણાઓ; અને ટેકનો-લીગલ ટૂલ્સ અને પાલન પદ્ધતિઓનો વિકાસ સામેલ છે.
આ પ્રકાશન 'ભારતની AI ઇકોસિસ્ટમ માટે ઉભરતી નીતિ પ્રાથમિકતાઓ' (Emerging Policy Priorities for India’s AI Ecosystem) પરની વ્હાઇટ પેપર શ્રેણીમાં બીજું છે, જે OPSA ની એક પહેલ છે જેનો ઉદ્દેશ્ય ગંભીર AI નીતિ મુદ્દાઓ પર સમજ ઊંડી બનાવવાનો અને માહિતગાર ચર્ચાઓને પ્રોત્સાહન આપવાનો છે. ડિસેમ્બર 2025 માં બહાર પાડવામાં આવેલ શ્રેણીના પ્રથમ વ્હાઇટ પેપરમાં “AI ઇન્ફ્રાસ્ટ્રક્ચરની ઍક્સેસનું લોકશાહીકરણ” (Democratising Access to AI Infrastructure) પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું, જે AI ઇન્ફ્રાસ્ટ્રક્ચરને સહિયારા રાષ્ટ્રીય સંસાધન તરીકે ગણવાની જરૂરિયાત પર પ્રકાશ પાડે છે અને ઉચ્ચ-ગુણવત્તાવાળા ડેટા સેટ્સની ઍક્સેસ, પરવડે તેવા કમ્પ્યુટિંગ સંસાધનો અને ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર (DPI) સાથે એકીકરણ જેવા મુખ્ય સક્ષમકર્તાઓને ઓળખે છે.
સમજૂતીત્મક જ્ઞાન દસ્તાવેજો તરીકે તૈયાર કરાયેલા આ વ્હાઇટ પેપર્સનો હેતુ વિકસતી AI ઇકોસિસ્ટમને આકાર આપવા માટે વિવિધ નીતિ પ્રાથમિકતાઓ પર માહિતગાર વિચાર-વિમર્શને સમર્થન આપવાનો છે અને વૈશ્વિક AI ગવર્નન્સ ચર્ચાને આકાર આપવામાં ભારતની ઉત્પ્રેરક ભૂમિકાને મજબૂત કરવાનો છે.
ટેકનો-લીગલ ફ્રેમવર્ક દ્વારા AI ગવર્નન્સને મજબૂત બનાવવા પરનું વ્હાઇટ પેપર અહીં વાંચો: https://psa.gov.in/CMS/web/sites/default/files/publication/AI-WP_TechnoLegal.pdf
SM/IJ/GP/JD
(रिलीज़ आईडी: 2217907)
आगंतुक पटल : 4