ગ્રામીણ વિકાસ મંત્રાલય
કેન્દ્રીય ગ્રામીણ વિકાસ મંત્રી શ્રી શિવરાજ સિંહ ચૌહાણ સાથે રોજગાર સહાયકોએ મુલાકાત કરી
વહીવટી ખર્ચ 6% થી વધારીને 9% કરવા બદલ રોજગાર સહાયકોએ આભાર વ્યક્ત કર્યો
રોજગાર સહાયકોનો વહીવટી ખર્ચ 6% થી 9% કરાયો, પગારમાં હવે કોઈ મુશ્કેલી નહીં પડે: શ્રી શિવરાજ સિંહ ચૌહાણ
સ્ટાફને સમયસર પગાર ન ચૂકવવો એ મોટી ચિંતા હતી, પહેલા પગારની ચુકવણી અને પછી જરૂરી ખર્ચની જોગવાઈ: શ્રી શિવરાજ સિંહ ચૌહાણ
100ના બદલે 125 દિવસના રોજગારની કાનૂની ગેરંટી, ગામના વિકાસનો નિર્ણય ગામ જ કરશે: શ્રી શિવરાજ સિંહ ચૌહાણ
VB- G RAM G યોજનાને વધુ વ્યવહારુ અને અસરકારક બનાવવામાં આવી, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનો વિચાર, વિકાસના કામ જમીન પર દેખાય: શ્રી શિવરાજ સિંહ ચૌહાણ
प्रविष्टि तिथि:
22 DEC 2025 6:42PM by PIB Ahmedabad
કેન્દ્રીય ગ્રામીણ વિકાસ મંત્રી શ્રી શિવરાજ સિંહ ચૌહાણ સાથે સોમવારે ભોપાલમાં અલગ-અલગ રાજ્યોના રોજગાર સહાયકોએ મુલાકાત કરી અને વહીવટી ખર્ચને 6% થી વધારીને 9% કરવા બદલ આભાર વ્યક્ત કર્યો, કેન્દ્રીય મંત્રીનો આભાર માન્યો હતો. આ દરમિયાન શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું કે, રોજગાર સહાયકો, પંચાયત સચિવો અને ટેકનિકલ સ્ટાફને સમયસર પગાર ન ચૂકવવો એ એક મોટી ચિંતા હતી, જેને દૂર કરવા માટે વહીવટી ખર્ચ વધારવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.

કેન્દ્રીય મંત્રી શ્રી શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું કે, પહેલા વહીવટી ખર્ચ 6 ટકા હતો, જેને હવે વધારીને 9 ટકા કરી દેવામાં આવ્યો છે, એટલે કે તેને દોઢ ગણો કરવામાં આવ્યો છે. આનો સીધો લાભ એ થશે કે, કુલ પ્રસ્તાવિત બજેટ 1,51,282 કરોડ રૂપિયામાંથી 13,000 કરોડ રૂપિયાથી વધુ રકમ કર્મચારીઓના પગાર અને વહીવટી જરૂરિયાતો માટે સુરક્ષિત રહેશે. તેમણે કહ્યું કે આ રકમ કર્મચારીઓના પગારની ચુકવણી માટે પૂરતી હશે અને એ સુનિશ્ચિત કરવામાં આવશે કે વહીવટી ખર્ચમાં કોઈ પણ પ્રકારનો બગાડ ન થાય. શ્રી શિવરાજ સિંહે કહ્યું કે, જીપ-ગાડી કે અન્ય બિનજરૂરી બાબતોમાં ખર્ચ ન થાય, તેના પર પણ સખત દેખરેખ રાખવામાં આવશે. તેમણે કહ્યું કે, રોજગાર સહાયકો દ્વારા પગારમાં વિલંબ અને ચુકવણી રોકવાની સમસ્યાઓ રજૂ કરવામાં આવી હતી, ત્યારબાદ નિયમોમાં એવી જોગવાઈ કરવામાં આવી છે કે પહેલા પગારની ચુકવણી થાય અને ત્યારબાદ અન્ય જરૂરી ખર્ચ કરવામાં આવે. આ માટે રાજ્યો સાથે સંકલન સાધીને જરૂરી સૂચનાઓ આપવામાં આવશે.

કેન્દ્રીય ગ્રામીણ વિકાસ મંત્રી શ્રી શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું કે, મનરેગા હેઠળ હવે 100ના બદલે 125 દિવસના રોજગારની કાનૂની ગેરંટી છે. સાથે જ, ખેતીની પીક સીઝનને ધ્યાનમાં રાખતા રાજ્ય સરકારોને અધિકાર આપવામાં આવ્યો છે કે તેઓ લણણી-વાવણીના સમયે મહત્તમ 60 દિવસ સુધી મજૂરોને કૃષિ કાર્યમાં લગાડવા માટે જાહેરનામું બહાર પાડી શકે, જેથી ખેડૂતોને પણ શ્રમિકોની અછત વેઠવી ન પડે. શ્રી શિવરાજ સિંહ ચૌહાણે જણાવ્યું હતું કે ભૂતકાળની ખામીઓને દૂર કરીને VB-G RAM G યોજનાને વધુ વ્યવહારુ અને અસરકારક બનાવવાના પ્રયાસો કરવામાં આવ્યા છે. વહીવટી ખર્ચમાં વધારો કરીને પાયાના કામદારોને પડતી મુશ્કેલીઓ ઘટાડવા માટે નક્કર પગલાં લેવામાં આવ્યા છે. શિવરાજ સિંહે રોજગાર સહાયકોને આ સંદેશ યોગ્ય રીતે પાયાના સ્તરે પહોંચાડવામાં આવે તેની ખાતરી કરવા વિનંતી કરી અને તેમને ખાતરી આપી કે રાજ્ય સરકારો સાથે સૂચનો પર ચર્ચા ચાલુ રહેશે અને પંચાયત સ્તરના કર્મચારીઓ તેમની સંપૂર્ણ ક્ષમતા અનુસાર કામ કરી શકે તે માટે સુધારા કરવામાં આવશે.
કેન્દ્રીય ગ્રામીણ વિકાસ મંત્રી શ્રી શિવરાજ સિંહ ચૌહાણે જણાવ્યું હતું કે "વિકાસિત ભારત જી રામ જી" એક ઐતિહાસિક યોજના છે, જે હવે બિલમાંથી કાયદામાં ફેરવાઈ ગઈ છે. તેમણે જણાવ્યું હતું કે કેટલાક લોકો આ યોજના વિશે ભ્રમ ફેલાવવાનો પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ સત્યને સમજવું અને દરેક ગામમાં સચોટ માહિતી પહોંચાડવી મહત્વપૂર્ણ છે. શ્રી શિવરાજ સિંહ ચૌહાણે જણાવ્યું હતું કે અત્યાર સુધી, મનરેગા યોજના 100 દિવસની રોજગારીની ગેરંટી આપતી હતી, જેને વિકાસિત ભારત રોજગાર યોજના હેઠળ વધારીને 125 દિવસ કરવામાં આવી છે. તેમણે જણાવ્યું હતું કે આ ફક્ત દિવસોમાં વધારો નથી, પરંતુ રોજગાર ગેરંટીને વધુ મજબૂત બનાવવાનો છે. જો કોઈ કારણોસર રોજગાર ન મળે, તો બેરોજગારી ભથ્થાની જોગવાઈને મજબૂત બનાવવામાં આવી છે. તેમણે એમ પણ કહ્યું હતું કે વેતન ચુકવણી અંગે કડક જોગવાઈઓ કરવામાં આવી છે. જો 15 દિવસની અંદર વેતન ચૂકવવામાં ન આવે અને રકમ બાકી રહે, તો કામદારને વધારાની રકમ ચૂકવવામાં આવશે. મહિનાઓ સુધી વેતન બાકી રહે તે હવે સ્વીકાર્ય રહેશે નહીં. વેતનની સમયસર ચુકવણી સુનિશ્ચિત કરવામાં આવી છે. હાલના વેતન દર ચાલુ રહેશે, અને વેતન વાર્ષિક ધોરણે વધશે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની NDA સરકારે છેલ્લા પાંચ વર્ષમાં વેતનમાં લગભગ 29% નો વધારો કર્યો છે અને આ વધારો દર વર્ષે એક નિશ્ચિત ફોર્મ્યુલાના આધારે ચાલુ રહેશે.

કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું કે આ યોજના હેઠળ ચાર પ્રકારના કામ હાથ ધરવામાં આવશે. આમાં તળાવ, ચેકડેમ અને અન્ય માળખા જેવા જળ સંરક્ષણ અને પાણી બચાવવા સંબંધિત કામોનો સમાવેશ થશે. વધુમાં, શાળાઓ, હોસ્પિટલો, આંગણવાડીઓ, રસ્તાઓ, ગટરો અને અન્ય ગામડાના માળખાને લગતા કામો હાથ ધરવામાં આવશે. આજીવિકા મિશન અને FPO માટે જરૂરી માળખાઓનો પણ સમાવેશ કરવામાં આવશે. ત્રીજા પ્રકારનું કામ આજીવિકા આધારિત હશે, જે રોજગારને પ્રોત્સાહન આપવામાં મદદ કરશે. ચોથો પ્રકાર કુદરતી આપત્તિ નિવારણ સાથે સંબંધિત હશે, જેમ કે રિટેનિંગ દિવાલો, ડ્રેનેજ સિસ્ટમ્સ અને નદી-નાળા સંબંધિત માળખાં. શ્રી શિવરાજ સિંહ ચૌહાણે જણાવ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું વિઝન એ સુનિશ્ચિત કરવાનું છે કે વિકાસના કામ જમીન પર દેખાય. વિકસિત ગ્રામ પંચાયત યોજના હેઠળ, બધી યોજનાઓ એક બેઠકમાં વિકસાવવામાં આવશે, અને ગામ પોતે જ ગામના વિકાસ અંગે નિર્ણય લેશે.
SM/BS/GP/JD
(रिलीज़ आईडी: 2207517)
आगंतुक पटल : 7