ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલય
azadi ka amrit mahotsav

અમદાવાદમાં BIS દ્વારા “પોલીપ્રોપીલીન (PP) અને પોલીઇથિલિન (PE) મટિરિયલ્સ” પર માનક મંથન

Posted On: 31 OCT 2025 8:11PM by PIB Ahmedabad

ભારતીય માનક બ્યુરો (BIS) આપણા દેશની રાષ્ટ્રીય માનક સંસ્થા છે જે BIS અધિનિયમ 2016 હેઠળ અર્થતંત્રના વિવિધ ક્ષેત્રોને આવરી લેતા ઉત્પાદનો, પ્રક્રિયા અને સેવાઓ માટે ભારતીય માનક રચનાઓ ઘડવા માટે ફરજ પાડવામાં આવી છે અને તે સુસંગતતા મૂલ્યાંકન યોજનાઓ વિકસાવવા અને અમલમાં મૂકવા માટે પણ જવાબદાર છે, જેમાં ધોરણોના અમલીકરણ પર દેખરેખ રાખવા માટે ગુણવત્તા પ્રમાણપત્રનો સમાવેશ થાય છે.

BIS અમદાવાદે 30.10.2025ના રોજ મોલ્ડિંગ અને એક્સટ્રુઝન માટે પોલીપ્રોપીલીન (PP) અને પોલીઇથિલિન (PE) મટિરિયલ્સ- સ્પષ્ટીકરણો પરમાનક મંથનનું આયોજન કર્યું હતું.

પ્લાસ્ટિક ઉદ્યોગોના પ્રતિનિધિઓ, શિક્ષણવિદો, સરકારી અધિકારીઓ, ગુજરાત પ્લાસ્ટિક ઉત્પાદન સંગઠનો, પ્રયોગશાળાઓ અને તકનીકી નિષ્ણાતોના પ્રતિનિધિઓ સહિત સહભાગીઓએ કાર્યક્રમમાં સક્રિયપણે ભાગ લીધો અને મૂલ્યવાન પ્રતિસાદ/સૂચનો આપ્યા. 'માનક મંથન' BIS દ્વારા દર મહિને આયોજિત એક કાર્યક્રમ છે જેમાં વ્યાપકપણે પ્રસારિત થતા નવા ઘડાયેલા ભારતીય માપદંડ અથવા માપદંડોની ચર્ચા કરવામાં આવે છે.

BIS, અમદાવાદના ડિરેક્ટર અને વડા શ્રી સુમિત સેંગરે માનક મંથનના મહત્વ અને ઉદ્યોગની માનકીકરણ જરૂરિયાતો અને આકાંક્ષાઓને પૂર્ણ કરવામાં તેની ભૂમિકા પર ભાર મૂક્યો.

શ્રી ઇશાન ત્રિવેદી, વૈજ્ઞાનિક-ડી/સંયુક્ત નિયામક, ભારતીય ધોરણો IS 10951 અને IS 7328ના ડ્રાફ્ટ પર વિગતવાર પ્રેઝન્ટેશન આપ્યું, જેમાં ટેકનિકલ પાસાઓ અને પ્રસ્તાવિત સુધારાઓ સમજાવ્યા. સહભાગીઓએ ઇન્ટરેક્ટિવ ચર્ચાઓમાં ભાગ લીધો, ડ્રાફ્ટ ધોરણોને સુધારવા માટે સમજદાર ટિપ્પણીઓ અને સૂચનો આપ્યા.

BIS, અમદાવાદના સહાયક નિયામક શ્રી પ્રમોદ કુમારે BISna હિતકારકો પાસેથી અપેક્ષાઓ અને ધોરણોની અસરકારકતા અને સ્વીકૃતિ સુનિશ્ચિત કરવા માટે સહયોગી પ્રયાસોના મહત્વ પર પ્રેઝન્ટેશન આપ્યું.

BIS અમદાવાદ શાખા કાર્યાલયના વડા અને નિયામક શ્રી સુમિત સેંગરે તમામ શ્રોતાઓનો તેમની સક્રિય ભાગીદારી અને મૂલ્યવાન સૂચનો બદલ આભાર માન્યો. તેમણે માહિતી આપી કે આવા સૂચનો આપણા ભારતીય ધોરણોને વધુ મજબૂત બનાવે છે જે અંતિમ વપરાશકર્તા અને અન્ય હિસ્સેદારો બંનેને મદદ કરે છે. ધોરણોમાં જરૂરી ફેરફારો સામેલ કરવા માટે BIS ની ટેકનિકલ સમિતિ સાથે ચર્ચા કરવા માટે ધોરણો પરના પ્રતિભાવો અમને અમારા ઇમેઇલ આઈડી: ahbo@bis.gov.in પર મોકલી શકાય છે.

BIS અમદાવાદ ખાતે તકેદારી જાગૃતિ સપ્તાહના ભાગ રૂપે માનક મંથન દરમિયાન સહભાગી હિતધારકોએ પારદર્શિતા, જવાબદારી અને નૈતિક પ્રથાઓ પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતાને પુનઃપુષ્ટિ કરીને, પ્રામાણિકતાની પ્રતિજ્ઞા પણ લીધી.

SM/DK/GP/JD


(Release ID: 2184889) Visitor Counter : 25
Read this release in: English