પર્યાવરણ અને વન મંત્રાલય
azadi ka amrit mahotsav

ચંદન વિકાસ સમિતિનો અહેવાલ રજૂ થયો

Posted On: 15 OCT 2025 4:19PM by PIB Ahmedabad

ચંદન વિકાસ સમિતિનો અહેવાલ 15મી ઑક્ટોબર 2025ના રોજ નવી દિલ્હીમાં આયોજિત એક કાર્યક્રમમાં રજૂ કરવામાં આવ્યો હતો. અહેવાલ રજૂ કરવાના કાર્યક્રમને ફેડરેશન ઑફ ઇન્ડિયન પ્લાયવુડ એન્ડ પેનલ ઇન્ડસ્ટ્રી (FIPPI) દ્વારા પ્રાયોજિત કરવામાં આવ્યો હતો. ભારત સરકારના ભૂતપૂર્વ નાણા સચિવ શ્રી રતન પી. વટલએ કાર્યક્રમની અધ્યક્ષતા કરી હતી અને સંબંધિત કેન્દ્રીય સરકારી મંત્રાલયો/વિભાગોના પ્રતિનિધિઓ ઉપરાંત, શ્રી રાજેશ મિત્તલ, સી.એન્ડ.એમ.ડી., ગ્રીન પ્લાય ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ અને પ્રમુખ, FIPPI પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.

ચંદન વિકાસ સમિતિના અધ્યક્ષ તરીકે ભારત સરકારના ભૂતપૂર્વ નાણા સચિવ શ્રી રતન પ્રકાશ વટલ હતા. સમિતિના સભ્યો તરીકે ભારત સરકારના પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલય, કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય, વાણિજ્ય મંત્રાલય, આયુષ મંત્રાલય, રાષ્ટ્રીય ઔષધિ વનસ્પતિ બોર્ડ જેવા તમામ સંબંધિત મંત્રાલયો/વિભાગોના પ્રતિનિધિઓનો સમાવેશ થાય છે. બેંગલુરુ સ્થિત ઇન્સ્ટિટ્યૂટ ઑફ વુડ સાયન્સ એન્ડ ટેક્નોલોજી અને તમિલનાડુ કૃષિ યુનિવર્સિટીની ફોરેસ્ટ કૉલેજ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના પ્રતિનિધિઓ પણ સમિતિમાં પ્રતિનિધિત્વ ધરાવે છે.

ચંદનની ખેતી ગ્રામીણ રોજગાર સર્જન અને ચંદન તેમજ તેની અન્ય વિવિધ આડ-પેદાશોની નિકાસ દ્વારા નોંધપાત્ર વિદેશી હૂંડિયામણ પેદા કરવા માટે એક મંચ તરીકે કાર્ય કરી શકે છે. ભારત આજે અને ભવિષ્યમાં આપણા સમાજની ચંદનની જરૂરિયાતોને પૂર્ણ કરીને આત્મનિર્ભર બની શકે છે. ભારતીય ચંદનના ભૂતકાળના ગૌરવને પુનઃ પ્રાપ્ત કરવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકારો દ્વારા કેટલાક પગલાં અને સુધારાઓ હાથ ધરવા જરૂરી છે. દેશમાં ચંદનના વિકાસ માટેના મુદ્દાઓને ઓળખવા અને ભલામણો કરવા માટે, શ્રી વટલે આંતર-મંત્રાલયીન ચંદન વિકાસ સમિતિની રચના કરવાની પહેલ કરી હતી.

સમિતિએ મુખ્ય રાજ્ય સરકારોના વન વિભાગો સહિત વિવિધ હિતધારકો સાથે વ્યાપક પરામર્શ કર્યો હતો અને ભારતમાં ચંદનના વિકાસ તથા ભૂતકાળના ગૌરવને પુનઃ પ્રાપ્ત કરવા માટે તેના અહેવાલમાં વ્યાપક શ્રેણીના પગલાંની ભલામણ કરી છે.


(Release ID: 2179423) Visitor Counter : 29
Read this release in: English , Nepali