રાષ્ટ્રીય માનવ અધિકાર પંચ
azadi ka amrit mahotsav

રાષ્ટ્રીય માનવ અધિકાર પંચે ઉત્તર પ્રદેશના કાનપુર મેડિકલ કોલેજમાં એક દર્દીનું હોસ્પિટલ અને પોલીસના કથિત ગેરવહીવટને કારણે મૃત્યુ અંગે સ્વતઃ સંજ્ઞાન લીધું છે


જ્યારે અન્ય દર્દીઓ દુર્ગંધને કારણે વોર્ડ છોડીને જવા લાગ્યા, ત્યારે ઘણા કલાકો પછી તેનું મૃત્યુ થયું હોવાનું જાણવા મળ્યું અને મૃતદેહને શબઘરમાં લઈ જવામાં આવ્યો

રાજ્યના મુખ્ય સચિવ અને પોલીસ મહાનિદેશકને બે અઠવાડિયામાં કેસનો વિગતવાર અહેવાલ માંગતી નોટિસ જારી કરી

Posted On: 21 AUG 2025 11:47AM by PIB Ahmedabad

રાષ્ટ્રીય માનવ અધિકાર પંચ (NHRC), ભારતે એક મીડિયા અહેવાલની સ્વત: નોંધ લીધી છે જેમાં કહેવામાં આવ્યું છે કે 9 ઓગસ્ટ, 2025ના રોજ ઉત્તર પ્રદેશના કાનપુર મેડિકલ કોલેજમાં હોસ્પિટલ અને પોલીસકર્મીઓના કથિત ગેરવહીવટને કારણે 25 વર્ષીય દર્દીનું યોગ્ય સારવારના અભાવે મૃત્યુ થયું હતું. એવું કહેવાય છે કે બે લોકોએ તેને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કર્યો અને ત્યાંથી ચાલ્યા ગયા. તે બેભાન અવસ્થામાં હતો.

અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે ફરજ પરના ડૉક્ટરે તેને બીજી હોસ્પિટલમાં રિફર કર્યો હતો, પરંતુ તેની સાથે કોઈ ન હોવાથી સ્થાનિક પોલીસ સ્ટેશનને તેની સાથે ગાર્ડ રાખવા માટે સંદેશ મોકલ્યો હતો. પોલીસ એસ્કોર્ટ લગભગ 6-7 કલાક સુધી હોસ્પિટલ પહોંચી શક્યું નહીં અને આ સમય દરમિયાન દર્દીનું મૃત્યુ થયું હતું. વધુમાં, પીડિતનો મૃતદેહ ઘણા કલાકો સુધી વોર્ડમાં પડ્યો રહ્યો હતો અને જ્યાં સુધી તેમાંથી દુર્ગંધ આવવા ન લાગી તેમજ અન્ય દર્દીઓને ત્યાંથી જવાની ફરજ ન પડી ત્યાં સુધી કોઈને તેના મૃત્યુ અંગે ખ્યાલ જ આવ્યો ન હતો. દર્દીના મૃત્યુ બાદ તેના મૃતદેહને શબઘરમાં ખસેડવામાં આવ્યો હતો.

કમિશનને જાણવા મળ્યું છે કે સમાચાર અહેવાલમાં રહેલી સામગ્રી, જો સાચી હોય તો તે માનવ અધિકારોના ઉલ્લંઘનનો ગંભીર મુદ્દો ઉઠાવે છે. તેથી, કમિશને ઉત્તર પ્રદેશના મુખ્ય સચિવ અને પોલીસ મહાનિદેશકને નોટિસ ફટકારી છે જેમાં બે અઠવાડિયામાં આ બાબતે વિગતવાર અહેવાલ માંગવામાં આવ્યો છે.

11 ઓગસ્ટ, 2025ના રોજ પ્રકાશિત થયેલા એક મીડિયા અહેવાલ મુજબ પોલીસે દાવો કર્યો હતો કે દર્દીને હોસ્પિટલમાં લઈ જવા માટે એક ગાર્ડ મોકલવામાં આવ્યો હતો પરંતુ એમ્બ્યુલન્સ ઉપલબ્ધ ન હોવાથી તેને રેફરલ સુવિધામાં લઈ જઈ શકાયો ન હતો. જોકે, હોસ્પિટલ સત્તાવાળાઓએ અહેવાલ મુજબ દાવો કર્યો હતો કે એમ્બ્યુલન્સ ઉપલબ્ધ હતી.

 

SM/NP/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 2158946)
Read this release in: English , Urdu , Hindi , Tamil