માનવ સંસાધન વિકાસ મંત્રાલય
azadi ka amrit mahotsav

મેડટેક અને બાયોમેડિકલ MSMEs, સ્ટાર્ટઅપ્સ અને મલ્ટિનેશનલ્સ IIT ગાંધીનગરના ORBIT ખાતે એકત્રિત થયા


IITGN એ સંવાદ દ્વારા ટકાઉ ઉદ્યોગ-શૈક્ષણિક ભાગીદારીને પ્રોત્સાહન આપવા માટે તેની પ્રથમ દ્વિમાસિક ઇન્ડસ્ટ્રી મીટ, ORBITનું આયોજન કર્યું

પ્રથમ સંસ્કરણ બાયોમેડિકલ એન્જિનિયરિંગ પર કેન્દ્રિત હતું અને આરોગ્યસેવા, મેડટેક, ફાર્મા અને બાયોમેડિકલ ક્ષેત્રોમાં, સંશોધનને વ્યવહારિક ઉપયોગ સુધી પહોંચાડવામાં ભાગ લેતા હિતધારકો દ્વારા સામનો કરવામાં આવતા ઉત્પાદન, નિયમન અને ફંડિંગના પડકારોને ઉકેલવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું

Posted On: 29 JUN 2025 6:12PM by PIB Ahmedabad

IIT ગાંધીનગર (IITGN) 28મી જૂન 2025ના રોજ તેની મુખ્ય દ્વિમાસિક ઇન્ડસ્ટ્રી મીટ, ORBITનો શુભારંભ કર્યો, જેમાં માઇક્રો, સ્મોલ અને મિડિયમ એન્ટરપ્રાઇઝીસ (MSMEs), સ્ટાર્ટઅપ્સ, મલ્ટિનેશનલ કંપનીઓ અને IITGNના હિતધારકો એકત્રિત થયા હતા. કાર્યક્રમનો ઉદ્દેશ વ્યૂહાત્મક સહકાર, ઉદ્યોગની જરૂરિયાતોની સમજ અને ઉચ્ચ વૃદ્ધિ ધરાવતા ક્ષેત્રોમાં ટેક્નોલોજી વિકાસને આગળ વધારવાનો હતો.

ORBIT (Outreach, Research, Breakthrough, Innovation, and Technology)ના પ્રથમ સંસ્કરણમાં બાયોમેડિકલ એન્જિનિયરિંગ ક્ષેત્રમાં ઉદ્યોગ-શૈક્ષણિક સહયોગના માર્ગો, ફંડિંગ મિકેનિઝમ અને નિયમન સંબંધિત પડકારો પર ચર્ચા કરવામાં આવી. ઉપરાંત, પરીક્ષણ, ઉત્પાદન, ઈન્ફ્રાસ્ટ્રક્ચર એક્સેસ અને ટકાઉ ભાગીદારીમાં પડકારોનો સામનો કરવા માટે પ્રોત્સાહન, નીતિ ઘડવાની પ્રક્રિયા, અને સંરચનાત્મક પરિવર્તનની જરૂરિયાત પર પણ ચર્ચા કરવામાં આવી.

પ્રતિનિધિઓનું સ્વાગત કરતા, પ્રોફેસર અમિત પ્રશાંત, ડીન, સંશોધન અને વિકાસ, શૈક્ષણિક સંસ્થાનો અને ઉદ્યોગો વચ્ચેના સમય અને સંકલનના અંતરને દૂર કરવાતેમજ વિશ્વાસના આધાર પર ભાગીદારી સ્થાપિત કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો. IITGNના ફેકલ્ટીઑ, સંસ્થાના રિસર્ચ પાર્ક, ઇનોવેશન એન્ડ એન્ટરપ્રેન્યોરશિપ સેન્ટર, ઇન્ડસ્ટ્રી કનેક્ટ અને કેરિયર ડેવલપમેન્ટ સેલના હિતધારકો, MSMEs, ફાર્મા કંપનીઓ, અને સ્ટાર્ટઅપ્સના પ્રતિનિધિઓ સંવાદમાં જોડાયા હતા. ચર્ચાઓ દરમિયાન, ઉત્પાદનીકરણ, પેટન્ટિંગ અને અનુવાદી પ્રવૃત્તિઓને વેગ આપવા માટે નીતિ અને સૂચિત પ્રક્રિયાઓની જરૂરિયાત અંગે ચર્ચા કરવામાં આવી. ઉપરાંત, Zydus Lifesciences, Cadila Pharmaceuticals, Biotech Vision Care, Axio Biosolutions, IOTA Diagnostic, Salvo India, Spotdot Bioinnovations અને અન્ય દ્વારા અનેક સમસ્યા નિવેદનો રજૂ કરવામાં આવ્યા.

ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવતી તક અંગે વાત કરતાં, ડો. આનંદ એન. ભાડલકર, ડિરેક્ટર, સાવલી ટેક્નોલોજી એન્ડ બિઝનેસ ઇન્ક્યુબેટર (STBI) આરોગ્ય અને જીવન વિજ્ઞાન ક્ષેત્રની પ્રારંભિક સ્ટાર્ટઅપ્સને વ્યાપક સપોર્ટ આપવાની સંસ્થાની ભૂમિકા પર ભાર મૂક્યો. તેમણે જણાવ્યું કે STBI ફંડિંગ સંસ્થાઓ સાથે ગ્રાન્ટ પ્રસ્તાવ તૈયાર કરે છે, IITGN જેવા શૈક્ષણિક ભાગીદારો સાથે સંયુક્ત પ્રોજેક્ટ અને સહ-ઇન્ક્યુબેશન શરૂ કરે છે, તેમજ સ્ટાર્ટઅપ્સને ઇન્ક્યુબેશન સ્પેસ, પરીક્ષણ સુવિધાઓ, માર્ગદર્શન અને IP અને લાઈસન્સિંગ સપોર્ટ પૂરો પાડે છે.

પ્રસંગમાં IITGNના તાજેતરનાઔદ્યોગિક ક્ષેત્ર માટે તૈયાર કરવા માટેરચાયેલા અભ્યાસક્રમો, જેમ કે અંતિમ વર્ષના અંડરગ્રેજ્યુએટ્સ માટે મહિનાનો ક્રેડિટેડ ઇન્ટર્નશિપ અને નવતર પ્રૌદ્યોગિકી ક્ષેત્રોમાં વિવિધ એક્ઝિક્યુટિવ માસ્ટર્સ ડિગ્રી કાર્યક્રમો પણ પ્રકાશિત કરવામાં આવ્યા. કૉન્ક્લેવનું સમાપન રિસર્ચ પાર્કની મુલાકાત સાથે થયું.

“ORBIT કાર્યક્રમે પુષ્ટિ કરી કે, બાયોમેડિકલ એન્જિનિયરિંગમાં નવીનતા ત્યારે વિકસે છે જ્યારે શૈક્ષણિક અને ઉદ્યોગીક ક્ષેત્રના હિતધારકો સમાન ભાગીદારી સાથે જોડાય છેએમ પ્રોફેસર સૌમ્યદીપ સેટ, IITGN ઇન્ડસ્ટ્રી કનેક્ટ ના પ્રભારીએ જણાવ્યું. આવી ભાગીદારીઓ, ભારતના સંશોધનોને દૈનિક જીવનમાં સાંકળી લેવા માટેની ઇકોસિસ્ટમ વિકસાવવામાં મદદરૂપ થશે, આર્થિક વૃદ્ધિમાં વધારો કરશે, અને દેશને વૈશ્વિક બાયોમેડિકલ ક્ષેત્રમાં નવીનતા કેન્દ્ર તરીકે સ્થાન આપશે.

ORBITનું આગામી સંસ્કરણ સપ્ટેમ્બર 2025માં યોજાશે અને તેમાં ઇલેક્ટ્રિક વાહનો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.


(Release ID: 2140608)
Read this release in: English