રાષ્ટ્રીય માનવ અધિકાર પંચ
NHRC, ભારત દ્વારા વૈધાનિક પૂર્ણ કમિશન બેઠક યોજાઈ
પોસ્ટેડ ઓન:
03 JUN 2025 8:39PM by PIB Ahmedabad
રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ (NHRC), ભારત દ્વારા આજે નવી દિલ્હીમાં તમામ 7 ડીમ્ડ સભ્ય કમિશન અને દિવ્યાંગ વ્યક્તિઓ માટેના મુખ્ય કમિશનરની વૈધાનિક પૂર્ણ કમિશન બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકનો ઉદ્દેશ્ય માનવ અધિકારોને પ્રોત્સાહન આપવા અને તેનું રક્ષણ કરવા માટે કમિશન વચ્ચે તાલમેલ અને સહયોગ વધારવાનો હતો.

બેઠકની અધ્યક્ષતા કરતા, ભારતના NHRCના અધ્યક્ષ ન્યાયાધીશ શ્રી વી. રામાસુબ્રમણ્યમે કમિશન વચ્ચે સહયોગી કામગીરીના મહત્વ પર ભાર મૂક્યો હતો. તેમણે નિયમિત અંતરાલે વૈધાનિક પૂર્ણ કમિશનના સભ્યોની સંયુક્ત બેઠકો બોલાવવાનું અને કેસોનું ડુપ્લિકેશન ટાળવા માટે તમામ કમિશનની વેબસાઇટ્સને હાઇપરલિંક કરવા માટે એક પદ્ધતિ બનાવવાનું સૂચન કર્યું હતું.

આ બેઠકમાં નબળા અને હાંસિયામાં ધકેલાઈ ગયેલા વર્ગોના અધિકારોનું રક્ષણ, શ્રેષ્ઠ પ્રથાઓ શેર કરવા અને કેસોનું પુનરાવર્તન ઘટાડવા સહિતના વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. સહભાગીઓએ સંયુક્ત તથ્ય-શોધ મિશન, જાગૃતિ અભિયાન અને આઉટરીચ કાર્યક્રમોની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.

રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગ (NCSC)ના અધ્યક્ષ શ્રી કિશોર મકવાણાએ અનુસૂચિત જાતિ સમુદાયોના અધિકારો અને કલ્યાણ માટે આયોગ દ્વારા લેવામાં આવેલા સક્રિય પગલાં વિશે વાત કરી હતી.
રાષ્ટ્રીય મહિલા આયોગ (NCW)ના અધ્યક્ષા શ્રીમતી વિજયા રહાતકરે જણાવ્યું હતું કે NCW મહિલાઓના કલ્યાણ માટે ફરિયાદો, સંશોધન, જાગૃતિ અને આઉટરીચ તાલીમ કાર્યક્રમો પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે.
રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગ (NCPCR)ના અધ્યક્ષ શ્રીમતી તૃપ્તિ ગુરહાએ બાળ તસ્કરી રોકવા અને POSCO કેસોમાં ઝડપી કાનૂની ઉપાયો સુનિશ્ચિત કરવા માટે જાગૃતિ અભિયાન ચલાવવા પર ભાર મૂક્યો હતો.
આ પ્રસંગે બોલતા, રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિ આયોગના સભ્ય શ્રી નિરૂપમ ચકમા, દિવ્યાંગ વ્યક્તિઓ આયોગના મુખ્ય કમિશનર શ્રી રાજેશ અગ્રવાલ અને રાષ્ટ્રીય લઘુમતી આયોગનું પ્રતિનિધિત્વ કરતા શ્રી ડેનિયલ ઇ. રિચાર્ડ્સે પણ પોતાના દ્રષ્ટિકોણ વ્યક્ત કર્યા અને સંવેદનશીલ સમુદાયોના માનવ અધિકાર મુદ્દાઓને સંબોધવા માટે ક્ષેત્રીય આયોગો વચ્ચે સંયુક્ત પદ્ધતિ રાખવાની તરફેણમાં દલીલો કરી હતી.

NHRC, ભારતના સભ્ય ન્યાયાધીશ (ડૉ.) બિદ્યુત રંજન સારંગીએ સમાજના તમામ વર્ગો, જેમાં હાંસિયામાં ધકેલાઈ ગયેલા લોકોનો પણ સમાવેશ થાય છે, કલ્યાણકારી યોજનાઓ પહોંચે તે સુનિશ્ચિત કરવાને મહત્વપૂર્ણ ગણાવ્યું હતું. NHRC, ભારતના સભ્ય શ્રીમતી વિજયા ભારતી સયાનીએ ટિપ્પણી કરી કે આ કમિશન અલગ સંસ્થાઓ નથી પરંતુ માનવ અધિકારોને પ્રોત્સાહન અને રક્ષણ આપવા માટે કામ કરતા સહ-પ્રવાસી છે.

અગાઉ, બેઠકનો કાર્યસૂચિ નક્કી કરતા, NHRC, ભારતના સેક્રેટરી જનરલ શ્રી ભરત લાલે દેશના અનોખા સંસ્થાકીય માનવ અધિકાર સંરક્ષણ માળખાની ઝાંખી આપી હતી. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે આ સંસ્થાઓ વચ્ચે આવી ક્રિયાપ્રતિક્રિયાઓ માનવ અધિકારોના મુખ્ય મુદ્દાઓ પર એક સામાન્ય પ્લેટફોર્મ બનાવવા અને પીડિતોને ઝડપી રાહત સુનિશ્ચિત કરવા માટે ઉપયોગી છે.
NHRC, ભારતના સંયુક્ત સચિવ શ્રી સમીર કુમારે ગયા વર્ષ દરમિયાન કમિશન દ્વારા હાથ ધરવામાં આવેલી પ્રવૃત્તિઓનો સારાંશ આપ્યો હતો.
ભારતમાં માનવ અધિકારોને પ્રોત્સાહન આપવા અને તેનું રક્ષણ કરવા માટે કમિશન વચ્ચે સહયોગી પ્રયાસો માટે નવી પ્રતિબદ્ધતા સાથે બેઠકનું સમાપન થયું હતું.

AP/IJ/GP/JD
(રીલીઝ આઈડી: 2133678)
મુલાકાતી સંખ્યા : 86