લોકસભા સચિવાલય
azadi ka amrit mahotsav

સિંઘભૂમ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્લેટિનમ જ્યુબિલી સમારોહમાં લોકસભા સ્પીકર પ્રતિનિધિઓને સંબોધિત કરશે


લોકસભા સ્પીકર રાંચીમાં ભગવાન બિરસા મુંડાને શ્રદ્ધાંજલિ આપશે

લોકસભા સ્પીકર રવિવારથી ઝારખંડની બે દિવસની મુલાકાતે આવશે

પોસ્ટેડ ઓન: 23 MAY 2025 7:00PM by PIB Ahmedabad

લોકસભાના અધ્યક્ષ શ્રી ઓમ બિરલા રવિવાર, 25 મે 2025 થી ઝારખંડની બે દિવસની મુલાકાતે આવશે. તેઓ રવિવારે ઝારખંડના જમશેદપુરમાં સિંહભૂમ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (SCCI)ના પ્લેટિનમ જ્યુબિલી સમારોહમાં પ્રતિનિધિઓને સંબોધિત કરશે.

ઝારખંડની તેમની મુલાકાત દરમિયાન, શ્રી બિરલા રાંચીના બિરસા ચોક ખાતે ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરશે. તેઓ રાંચીના ડાંગરાટોલીની સ્વર્ણ ભૂમિ ખાતે વિવિધ સોસાયટીઓ દ્વારા આયોજિત નાગરિક સન્માન સમારોહમાં પણ ઉપસ્થિત રહેશે.

જમશેદપુરમાં સિંહભૂમ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (SCCI) ના પ્લેટિનમ જ્યુબિલી સમારોહમાં કેન્દ્રીય મંત્રીઓ, સંસદસભ્યો અને ભૂતપૂર્વ સંસદસભ્યો પણ ઉપસ્થિત રહેશે.

સિંઘભૂમ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (SCCI) 1948માં તેની સ્થાપના થઈ ત્યારથી ઝારખંડના આર્થિક પરિદ્રશ્યમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે. ચેમ્બરમાં 1500થી વધુ સભ્યો છે અને તે પરોક્ષ રીતે 175000થી વધુ લોકોને જોડે છે.

AP/IJ/GP/JD


(રીલીઝ આઈડી: 2130847) મુલાકાતી સંખ્યા : 50
આ રીલીઝ વાંચો: English , Urdu , हिन्दी , Tamil