સંસ્કૃતિ મંત્રાલય
azadi ka amrit mahotsav

સોથેબીઝ હોંગકોંગ દ્વારા પીપ્રાહવા અવશેષોની હરાજી રોકવા માટે સંસ્કૃતિ મંત્રાલયે પગલાં લીધાં


સોથેબીઝ કાનૂની નોટિસનો જવાબ આપે છે અને ખાતરી આપે છે કે આ બાબત પર સંપૂર્ણ ધ્યાન આપવામાં આવશે

Posted On: 05 MAY 2025 8:35PM by PIB Ahmedabad

ભારત સરકારના સંસ્કૃતિ મંત્રાલયે સોથેબીઝ હોંગકોંગ દ્વારા પવિત્ર પિપ્રાહવા અવશેષોની હરાજી અટકાવવા માટે ઝડપી અને વ્યાપક પગલાં લીધાં છે, જે તેના સાંસ્કૃતિક અને ધાર્મિક વારસાના રક્ષણ પ્રત્યેની ભારતની પ્રતિબદ્ધતા પર ભાર મૂકે છે. પિપ્રાહવા સ્તૂપમાંથી ખોદવામાં આવેલા આ અવશેષો - જે ભગવાન બુદ્ધના જન્મસ્થળ, કપિલવસ્તુના પ્રાચીન શહેર તરીકે વ્યાપકપણે ઓળખાય છે - તે ખૂબ જ ઐતિહાસિક અને આધ્યાત્મિક મહત્વ ધરાવે છે.

 

પિપ્રાહવા અવશેષો, જેમાં હાડકાના ટુકડા, સોપસ્ટોન અને સ્ફટિક કાસ્કેટ, રેતીના પથ્થરનો કોફર અને સોનાના આભૂષણો અને રત્નો જેવા પ્રસાદનો સમાવેશ થાય છે, તે 1898માં વિલિયમ ક્લાક્સટન પેપ્પે દ્વારા ખોદવામાં આવ્યા હતા. એક કાસ્કેટ પર બ્રાહ્મી લિપિમાં લખાયેલ શિલાલેખ પુષ્ટિ કરે છે કે આ અવશેષો બુદ્ધના અવશેષો છે. જે શાક્ય કુળ દ્વારા જમા કરવામાં આવ્યા હતા. આમાંના મોટાભાગના અવશેષો 1899માં કોલકાતાના ભારતીય સંગ્રહાલયમાં સ્થાનાંતરિત કરવામાં આવ્યા હતા અને ભારતીય કાયદા હેઠળ 'AA' પ્રાચીન વસ્તુઓ તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યા હતા. જે તેમને દૂર કરવા અથવા વેચાણ પર પ્રતિબંધ મૂકે છે. જ્યારે અસ્થિ અવશેષોનો એક ભાગ સિયામના રાજાને ભેટમાં આપવામાં આવ્યો હતો. ત્યારે પેપ્પીના વંશજો દ્વારા સાચવવામાં આવેલી પસંદગી હવે હરાજી માટે સૂચિબદ્ધ કરવામાં આવી છે.

પ્રસ્તાવિત હરાજી વિશે જાણ થતાં, સંસ્કૃતિ મંત્રાલયે નીચેની કાર્યવાહી શરૂ કરી:

  1. મંત્રાલયે હરાજી અંગે વિગતવાર પૃષ્ઠભૂમિ માહિતી એકત્રિત કરી અને સોથેબીઝ હોંગકોંગને તાત્કાલિક હરાજી રોકવા માટે કાનૂની નોટિસ ફટકારી. ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI) એ હોંગકોંગના કોન્સ્યુલેટ જનરલને પણ વિનંતી કરી કે તેઓ ત્યાંના અધિકારીઓ સાથે આ મામલો ઉઠાવે અને હરાજી તાત્કાલિક બંધ કરવાની માંગ કરે.
  2. 2 મે, 2025ના રોજ દ્વિપક્ષીય બેઠક દરમિયાન, સંસ્કૃતિ મંત્રી શ્રી ગજેન્દ્ર સિંહ શેખાવતે યુનાઇટેડ કિંગડમના સંસ્કૃતિ, મીડિયા અને રમતગમત રાજ્ય સચિવ, માનનીય લિસા નંદી સમક્ષ આ મુદ્દો ઉઠાવ્યો હતો. મંત્રીએ અવશેષોના સાંસ્કૃતિક અને ધાર્મિક મહત્વ પર ભાર મૂક્યો અને હરાજી અટકાવવા અને તેમના સ્વદેશ પરત લાવવા માટે તાત્કાલિક પગલાં લેવા વિનંતી કરી.
  3. 5 મે, 2025ના રોજ, સંસ્કૃતિ સચિવે વધુ પગલાંની રૂપરેખા આપવા માટે એક ઉચ્ચ-સ્તરીય સમીક્ષા બેઠક બોલાવી હતી. વિદેશ મંત્રાલયને વિનંતી કરવામાં આવી છે કે તેઓ યુનાઇટેડ કિંગડમ અને હોંગકોંગમાં દૂતાવાસો સાથે તેના યુરોપ પશ્ચિમ અને પૂર્વ એશિયા વિભાગો દ્વારા સંપર્ક કરે જેથી હરાજી બંધ થાય.
  4. ફાઇનાન્શિયલ ઇન્વેસ્ટિગેશન યુનિટ (FIU)ને હોંગકોંગમાં તેના સમકક્ષ સાથે સંકલન કરવા માટે કહેવામાં આવ્યું છે. જેથી હરાજીની ગેરકાયદેસરતા પર પ્રકાશ પાડી શકાય અને આંતરરાષ્ટ્રીય કાયદાઓનું પાલન સુનિશ્ચિત કરી શકાય.
  5.  આઇવી વોંગ, એસોસિયેટ જનરલ કાઉન્સેલ સોથેબીઝે કાનૂની નોટિસના જવાબમાં ખાતરી આપી હતી કે આ બાબત પર અમારું સંપૂર્ણ ધ્યાન આપવામાં આવશે.

સંસ્કૃતિ મંત્રાલય ભારતના સાંસ્કૃતિક વારસાના રક્ષણ અને પિપ્રાહવા અવશેષોના સ્વદેશ પરત લાવવાના પ્રયાસોમાં અડગ રહે છે. અમે સોથેબીઝ હોંગકોંગને હરાજીમાંથી અવશેષો તાત્કાલિક પાછા ખેંચવા અને આ પવિત્ર કલાકૃતિઓને તેમના યોગ્ય સ્થાને પરત કરવા માટે ભારતીય અધિકારીઓ સાથે સહયોગ કરવા હાકલ કરીએ છીએ.

AP/IJ/GP/JD


(Release ID: 2127178) Visitor Counter : 40
Read this release in: English , Urdu , Hindi , Bengali