સંચાર અને સુચના પ્રૌદ્યોગિકી મંત્રાલય
ગુજરાતના ટેલિકોમ વિભાગ દ્વારા ટેલિકોમ પરિવર્તન પહેલ દર્શાવવા માટે ટેલિકોમ ગેલેરીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું
Posted On:
25 MAR 2025 1:57PM by PIB Ahmedabad
ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન્સ (DoT), ગુજરાત લાઇસન્સ્ડ સર્વિસ એરિયા (LSA)એ આજે ટેલિકોમ્યુનિકેશન્સના એડિશનલ ડાયરેક્ટર જનરલ શ્રી અજાતશત્રુ સોમાણીના હસ્તે ટેલિકોમ ગેલેરીનું ઉદ્ઘાટન કર્યું હતું. આ ગેલેરીનો ઉદ્દેશ ભારતની પરિવર્તનકારી ટેલિકોમ પહેલો અને નાગરિક-કેન્દ્રિત સેવાઓ વિશે હિતધારકોને શિક્ષિત કરવાનો છે.
નોલેજ હબ તરીકે રચાયેલી ટેલિકોમ ગેલેરી ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડર્સ (ISP), ટેલિકોમ સર્વિસ પ્રોવાઇડર્સ (TSP), મશીન-ટુ-મશીન સર્વિસ પ્રોવાઇડર્સ (M2MSP), ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોવાઇડર્સ (IP-1) અને નાગરિકો માટે મુખ્ય નીતિઓ અને સેવાઓનું પ્રદર્શન કરે છે. ગેલેરીમાં વ્યવસાયિક પહેલ કરવામાં સરળતા અને તમામ વપરાશકર્તાઓ માટે ટેલિકોમ અનુભવને વધારવા માટે રચાયેલ સેવાઓ બંનેને પ્રકાશિત કરવામાં આવી છે.

ગેલેરીમાં છ મુખ્ય પ્રદર્શનો છે, જે દરેક પરિવર્તનશીલ ટેલિકોમ પહેલને પ્રકાશિત કરે છે. ઇન્ડિયન ટેલિકોમ એક્ટ 2023 દર્શાવે છે કે કેવી રીતે આ સીમાચિહ્નરૂપ કાયદો 138 વર્ષ જૂના ટેલિગ્રાફ એક્ટનું સ્થાન લે છે, જે વિસ્તૃત સુરક્ષા પગલાં સાથે ટેલિકોમ નિયમોને આધુનિક યુગમાં લાવે છે.
અન્ય એક વિશિષ્ટ પહેલ સંચાર સાથી ટેલિકોમ નાગરિકોને ટેલિકોમ પારદર્શિતા અને છેતરપિંડી નિવારણ ક્ષમતાઓ સાથે સશક્ત બનાવવા માટે રચાયેલ સાધનોનું પ્રદર્શન કરે છે. પીએમ-વાણી (પ્રધાનમંત્રીનું વાઇ-ફાઇ એક્સેસ નેટવર્ક ઇન્ટરફેસ) પ્રદર્શન સમગ્ર ભારતમાં ઇન્ટરનેટ ઍક્સેસનું લોકશાહીકરણ કરવાના પ્રયાસો દર્શાવે છે.
5G યુઝ કેસ લેબ્સ ડિસ્પ્લે દ્વારા ઇનોવેશન પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે, જે આ સુવિધાઓ ઉદ્યોગો અને સ્ટાર્ટઅપ્સ માટે વિકાસને કેવી રીતે વેગ આપી રહી છે તેની વિગતવાર માહિતી આપી છે. નેશનલ બ્રોડબેન્ડ મિશન 2.0 અખિલ ભારતીય કનેક્ટિવિટી સોલ્યુશન્સ મારફતે ડિજિટલ વિભાજનને દૂર કરવા માટે વિસ્તૃત વ્યૂહરચનાઓ પર પ્રકાશ પાડે છે.

ગેલેરીને પૂર્ણ કરતી વખતે ટેલિકોમ ફેસિલિટેશન સેન્ટર પ્રદર્શન આવે છે, જે દર્શાવે છે કે ટેલિકોમ સેક્ટરમાં વ્યવસાયો અને નવીનતાઓ માટે નિયમનકારી પ્રક્રિયાઓને કેવી રીતે સરળ બનાવવામાં આવી રહી છે તે સમજાવે છે.
ઉદ્ઘાટન પ્રસંગે બોલતા, શ્રી અજાતશત્રુ સોમાણીએ ભારતના ટેલિકોમ લેન્ડસ્કેપમાં તાજેતરના વિકાસ વિશે હિસ્સેદારોને શિક્ષિત કરવામાં ગેલેરીની ભૂમિકા પર ભાર મૂક્યો અને તે નીતિગત પહેલ અને તેમના અમલીકરણ વચ્ચે સેતુ તરીકે કેવી રીતે કામ કરશે તેના પર પ્રકાશ પાડ્યો હતો.
ટેલિકોમ ગેલેરી તમામ ટેલિકોમ હિસ્સેદારો સાથે પારદર્શક સંદેશાવ્યવહાર માટે ડીઓટી ગુજરાતની પ્રતિબદ્ધતાનું પ્રતિનિધિત્વ કરે છે. સંચાર સાથી જેવી પહેલ વિશે વિસ્તૃત માહિતી પ્રદાન કરીને, જેનો હેતુ ટેલિકોમ સંસાધનોને સુરક્ષિત કરવાનો અને સ્પામ-મુક્ત વાતાવરણ બનાવવાનો છે. જેમાં ગેલેરી એક મહત્વપૂર્ણ શૈક્ષણિક ભૂમિકા નિભાવે છે. ભારતની વિકસતિ ટેલિકોમ ઇકોસિસ્ટમ અને તે રજૂ કરેલી તકોને સમજવા માંગતા કોઈપણ માટે તે મૂલ્યવાન સંસાધન બનવાની અપેક્ષા છે.
AP/IJ/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 2114769)
Visitor Counter : 80