સંરક્ષણ મંત્રાલય
azadi ka amrit mahotsav

AFMS અને NIMHANS બેંગાલુરુએ સહયોગાત્મક સંશોધન અને તાલીમ માટે સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યાં

Posted On: 20 MAR 2025 9:18AM by PIB Ahmedabad

રાષ્ટ્રના સંરક્ષણ કર્મચારીઓની માનસિક સુખાકારીમાં સુધારો કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું ભરતાં આર્મ્ડ ફોર્સિસ મેડિકલ સર્વિસીસ(AFMS) અને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેન્ટલ હેલ્થ એન્ડ ન્યુરોસાયન્સિસ (NIMHANS)એ સશસ્ત્ર દળો માટે માનસિક સ્વાસ્થ્ય સહાય અને સારસંભાળ વધારવાના ઉદ્દેશ સાથે સહયોગી સંશોધન અને તાલીમ માટે સમજૂતી કરાર (MoU) પર હસ્તાક્ષર કર્યા છે.

સર્જન વાઇસ એડમિરલ આરતી સરીન, AVSM, VSM, ડાયરેક્ટર જનરલ આર્મ્ડ ફોર્સિસ મેડિકલ સર્વિસીસ અને નિમહન્સના ડાયરેક્ટર ડૉ. પ્રતિમા મૂર્તિએ એક સમારોહમાં આ MoU પર હસ્તાક્ષર કર્યા, જેમાં બંને સંસ્થાઓના વરિષ્ઠ અધિકારીઓ હાજર રહ્યાં હતા. AFMS અને NIMHANS વચ્ચેનો સહયોગ માનસિક સ્વાસ્થ્ય સેવાઓને મજબૂત બનાવવા, તબીબી કર્મચારીઓ માટે વિશેષ તાલીમ આપવા અને સૈનિકો, ખલાસીઓ, વાયુસેનાઓ, તેમના પરિવારો અને આશ્રિતો દ્વારા સામનો કરવામાં આવતી માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓના ઉકેલ માટે નવીન કાર્યક્રમો વિકસાવવા પર ધ્યાન કેન્દ્રિત કરશે.

આ એમઓયુના મુખ્ય ઉદ્દેશોમાં સહયોગી સંશોધન, ફેકલ્ટી આદાન-પ્રદાન અને શૈક્ષણિક પ્રવૃત્તિઓ સામેલ છે. ન્યુરોસાઇકિયાટ્રીમાં પોતાની કુશળતા સાથે નિમહન્સ સૈન્ય કર્મીઓને અદ્યતન મનોચિકિત્સા સંભાળ અને સહાયતા પર સંશોધન હાથ ધરવામાં મદદ કરશે, જે પોસ્ટ ટ્રોમેટિક સ્ટ્રેસ ડિસઓર્ડર્સ (PTSD), ચિંતા અને હતાશા જેવા સામાન્ય મુદ્દાઓનું સમાધાન કરશે.

સર્જન વાઇસ એડમિરલ આરતી સરીને એક નિવેદનમાં જણાવ્યું હતું કે આપણા સૈનિકોનું માનસિક સ્વાસ્થ્ય એટલું જ મહત્વપૂર્ણ છે જેટલું તેમના શારીરિક સ્વાસ્થ્યનું મહત્વ છે. નિમહન્સ સાથેની આ ભાગીદારી એ સુનિશ્ચિત કરશે કે આપણા કર્મચારીઓને આપણા દેશની સેવા કરતી વખતે જે પડકારોનો સામનો કરવો પડે છે. તેનો સામનો કરવા માટે શક્ય તેટલી શ્રેષ્ઠ સહાય મળે.

નિમહન્સના ડાયરેક્ટર ડો.પ્રતિમા મૂર્તિએ જણાવ્યું હતું કે, માનસિક આરોગ્ય સંભાળમાં સંસ્થાની કુશળતાને સંરક્ષણ ક્ષેત્રમાં લાવવા સશસ્ત્ર દળોની તબીબી સેવાઓ સાથે જોડાણ કરવું એ સન્માનની વાત છે. તેનો ઉદ્દેશ એ સુનિશ્ચિત કરવાનો રહેશે કે જેઓ આપણા રાષ્ટ્રની સેવા કરે છે તેમને વિશ્વ કક્ષાની સહાય પૂરી પાડવી, જેથી તેઓ જે માનસિક આરોગ્ય સંભાળ મેળવવાના હકદાર છે તે સુનિશ્ચિત થાય.

આ સહયોગી સાહસ સશસ્ત્ર દળોના કર્મચારીઓ માટે માનસિક સ્વાસ્થ્યના મહત્વને માન્યતા આપવા માટેનું એક મહત્વપૂર્ણ પગલું છે અને તે દેશભરમાં સમાન પહેલ માટે બેંચમાર્ક સ્થાપિત કરશે તેવી અપેક્ષા છે. બંને સંસ્થાઓ વિસ્તૃત માનસિક સ્વાસ્થ્ય સેવાઓ પ્રદાન કરવા માટે પ્રતિબદ્ધ છે, જે સશસ્ત્ર દળોનાં સંપૂર્ણ કલ્યાણમાં યોગદાન આપે છે.

 

AP/IJ/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 2113150) Visitor Counter : 65