નાગરિક ઉડ્ડયન મંત્રાલય
azadi ka amrit mahotsav

શ્રી રામ મોહન નાયડુએ અમદાવાદમાં સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઉડાન યાત્રી કાફેનું ઉદ્ઘાટન કર્યું


કાફેમાં મુસાફરોને પરવડે એવું અને સ્વાદિષ્ટ ભોજન પીરસવાનું શરૂ

Posted On: 07 MAR 2025 8:07PM by PIB Ahmedabad

કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી શ્રી રામ મોહન નાયડુએ અમદાવાદમાં સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ (એસવીપીઆઈ) એરપોર્ટ પર ઉડાન યાત્રી કાફેનું ઉદ્ઘાટન કર્યું હતું, જે સમગ્ર દેશમાં એરપોર્ટ પર મુસાફરોની સુવિધાઓ વધારવાની સરકારની પહેલમાં નોંધપાત્ર સીમાચિહ્નરૂપ છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image001XFPQ.jpg

 

ટર્મિનલ 1ના ચેક-ઇન હોલમાં સ્થિત આ નવા કાફેમાં મુસાફરોને 20 રૂપિયાથી શરૂ થતા નાસ્તાની સુવિધા મળશે. ઉડાન યાત્રી કાફેનો હેતુ સુલભ કિંમતે ગુણવત્તાયુક્ત ખોરાક પૂરો પાડવાનો છે. જે મુસાફરો માટે એરપોર્ટનું ભોજન વધુ સસ્તું બનાવે છે. કાફેની રજૂઆત એરપોર્ટના માળખાને આધુનિક બનાવવા માટેની વ્યાપક વ્યૂહરચનાનો એક ભાગ છે. જ્યારે હવાઈ મુસાફરી વધુ લોકો માટે એક વ્યવહારુ વિકલ્પ બની રહે તે સુનિશ્ચિત કરે છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image00239JB.jpg

ઉડાન યાત્રી કાફેના લોકાર્પણ સાથે, અમદાવાદ એરપોર્ટ પર મુસાફરો હવે ઉડ્ડયનને વધુ સર્વસમાવેશક બનાવવાના સરકારના મિશન સાથે સુસંગત હોય તેવી કિંમતે ઉચ્ચ ગુણવત્તાયુક્ત તાજગીનો આનંદ માણી શકે છે. આ પહેલ વાજબી અને ઉચ્ચ ગુણવત્તાયુક્ત સુવિધાઓ પ્રદાન કરવા, મુસાફરોના સંતોષ અને સુવિધામાં વધારો કરવા માટે ચાલી રહેલા પ્રયાસોને પ્રતિબિંબિત કરે છે.

AP/IJ/GP/JD


(Release ID: 2109298) Visitor Counter : 40


Read this release in: English , Urdu , Hindi