ગૃહ મંત્રાલય
azadi ka amrit mahotsav

કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહની અધ્યક્ષતામાં નવી દિલ્હીમાં ગોવાના મુખ્યમંત્રી ડૉ. પ્રમોદ સાવંત સાથે રાજ્યમાં ત્રણ નવા અપરાધિક કાયદાઓના અમલીકરણની સમીક્ષા કરવા માટે બેઠક યોજાઈ


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં રજૂ કરવામાં આવેલા ત્રણ નવા ફોજદારી કાયદાઓનો મુખ્ય ઉદ્દેશ ઝડપી ન્યાય સુનિશ્ચિત કરવાનો છે

ગોવા નવા ફોજદારી કાયદાઓને અસરકારક રીતે લાગુ કરવા માટે એક મોડેલ રાજ્ય બનવું જોઈએ

તપાસ અને કાર્યવાહીમાં ઝડપી ન્યાયની સમયમર્યાદાનું ચુસ્તપણે પાલન થવું જોઈએ

7 વર્ષથી વધુની સજા ધરાવતા ફોજદારી કેસોમાં દોષિત ઠેરવવાનો દર 90 ટકા હાંસલ કરવાનો લક્ષ્યાંક નિર્ધારિત કરવો

Posted On: 03 MAR 2025 7:37PM by PIB Ahmedabad

કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહની અધ્યક્ષતામાં આજે નવી દિલ્હીમાં મુખ્યમંત્રી ડૉ. પ્રમોદ સાવંતની ઉપસ્થિતિમાં ગોવામાં ત્રણ નવા ફોજદારી કાયદાઓના અમલીકરણ પર એક સમીક્ષા બેઠક મળી હતી. આ બેઠકમાં ગોવામાં પોલીસ, જેલો, અદાલતો, કાર્યવાહી અને ફોરેન્સિક સાથે સંબંધિત વિવિધ નવી જોગવાઈઓના અમલીકરણ અને વર્તમાન સ્થિતિની સમીક્ષા કરવામાં આવી હતી. આ બેઠકમાં ગોવાના કેન્દ્રીય ગૃહ સચિવ, મુખ્ય સચિવ અને પોલીસ મહાનિર્દેશક, બ્યૂરો ઓફ પોલીસ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ (બીપીઆરડી)ના મહાનિદેશક, રાષ્ટ્રીય અપરાધ રેકોર્ડ બ્યૂરો (એનસીઆરબી)ના નિદેશક અને ગૃહ મંત્રાલય (MHA) અને ગોવા સરકારના અન્ય વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image001AVO6.jpg

બેઠક દરમિયાન કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહે ભારપૂર્વક જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં રજૂ કરવામાં આવેલા ત્રણ નવા ફોજદારી કાયદાઓનો મુખ્ય ઉદ્દેશ ઝડપથી ન્યાય સુનિશ્ચિત કરવાનો છે. તેમણે કહ્યું કે ગોવાએ ત્રણ નવા ફોજદારી કાયદાઓને અસરકારક રીતે અમલમાં મૂકવા માટે એક મોડેલ રાજ્ય બનવું જોઈએ.

શ્રી અમિત શાહે ઝડપી ન્યાય સુનિશ્ચિત કરવા તપાસ અને કાર્યવાહીમાં સમયરેખાનું ચુસ્તપણે પાલન કરવાનાં મહત્ત્વ પર ભાર મૂક્યો હતો. તેમણે સાત વર્ષથી વધુની સજાની જોગવાઈ ધરાવતા ફોજદારી કેસોમાં દોષિત ઠરવાનો દર 90 ટકા હાંસલ કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. ગૃહ પ્રધાને ઇ-શક્તિ પ્લેટફોર્મ પર તમામ તપાસ અધિકારીઓ (આઇઓ) ની ફરજિયાત નોંધણી પર પણ ભાર મૂક્યો હતો અને  31 માર્ચ, 2025 સુધીમાં ગોવામાં-સમન્સના સંપૂર્ણ અમલીકરણનો નિર્દેશ આપ્યો હતો.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0024NK6.jpg

કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે પુનરોચ્ચાર કર્યો હતો કે, વરિષ્ઠ પોલીસ અધિકારીઓએ સંબંધિત જોગવાઈઓનો દુરુપયોગ અટકાવવા સંગઠિત અપરાધ, આતંકવાદ અને મોબ લિન્ચિંગ સાથે સંબંધિત કેસો પર નિયમિત પણે નજર રાખવી જોઈએ. આ કલમો હેઠળ કેસ નોંધતા પહેલા પોલીસ અધિક્ષક કક્ષાના અધિકારીની પરવાનગી લેવી જોઈએ. શ્રી શાહે પોલીસને એ સુનિશ્ચિત કરવા પણ સૂચના આપી હતી કે, નવા ફોજદારી કાયદાઓની જોગવાઈઓ અનુસાર ગુનેગારો પાસેથી મેળવેલી મિલકત તેના સાચા માલિકોને પરત કરવામાં આવે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image003MYXY.jpg

શ્રી અમિત શાહે 100 ટકા ફોરેન્સિક સેમ્પલ ટેસ્ટિંગ હાંસલ કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો અને આ લક્ષ્યાંકનું કડક પાલન કરવાની સૂચના આપી હતી. તેમણે ગોવાના મુખ્યમંત્રી, મુખ્ય સચિવ અને પોલીસ મહાનિદેશકને ત્રણ નવા કાયદાઓના અમલીકરણની પ્રગતિની સતત સમીક્ષા કરવા વિનંતી કરી હતી.

 

AP/IJ/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 2107939) Visitor Counter : 26