ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલય
azadi ka amrit mahotsav

સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેક્શન ઓથોરિટી (CCPA) એ IIT-JEE પરિણામોના ભ્રામક દાવાઓની જાહેરાત કરવા બદલ કોચિંગ ઇન્સ્ટિટ્યૂટને ₹ 3 લાખનો દંડ ફટકાર્યો


અત્યાર સુધીમાં વિવિધ કોચિંગ સંસ્થાઓને 46 નોટિસ ફટકારવામાં આવી છે

Posted On: 14 FEB 2025 12:00PM by PIB Ahmedabad

સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેક્શન ઓથોરિટી (CCPA) IIT-JEE પરીક્ષાના પરિણામ અંગે ગેરમાર્ગે દોરનારા દાવાઓની જાહેરાત કરવા બદલ IITianના પ્રશિક્ષણ કેન્દ્ર પ્રા. લિ.ને (IITPK) ₹ 3 લાખનો દંડ ફટકાર્યો છે. ગ્રાહક સુરક્ષા અધિનિયમ, 2019ની જોગવાઈઓનું ઉલ્લંઘન કરતી કોઈપણ માલ અથવા સેવાઓની ખોટી અથવા ભ્રામક જાહેરાત ન થાય તેની ખાતરી કરવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો હતો.

CCPA એ અત્યાર સુધીમાં ભ્રામક જાહેરાતો માટે વિવિધ કોચિંગ સંસ્થાઓને 46 નોટિસ ફટકારી છે. CCPA 24 કોચિંગ સંસ્થાઓ પર 77 લાખ 60 હજારનો દંડ ફટકાર્યો છે અને તેમને ભ્રામક જાહેરાતો બંધ કરવાનો નિર્દેશ આપ્યો છે.

ગ્રાહક સુરક્ષા અધિનિયમ, 2019ના ઉલ્લંઘનને ધ્યાનમાં રાખીને ચીફ કમિશનર શ્રીમતી નિધિ ખરે અને કમિશનર શ્રી અનુપમ મિશ્રાના નેતૃત્વ હેઠળના CCPA IITianના પ્રશિક્ષણ કેન્દ્ર પ્રા. લિ. (IITPK) સામે આદેશ જારી કર્યો છે.

રાષ્ટ્રીય સ્તરના ટોપર્સની ખોટી છાપ: સંસ્થાની જાહેરાતોમાં ઉમેદવારોના નામ અને તસવીરોની સામે બોલ્ડ નંબરોમાં '1' અને '2'ની સાથે સાથે "IIT ટોપર" અને "NEET ટોપર" જેવા શીર્ષકો સાથે દર્શાવવામાં આવ્યા હતા. આ ખોટી રજૂઆત એવી ભ્રામક છાપ ઉભી કરવા માટે કરવામાં આવી હતી કે આ વિદ્યાર્થીઓએ સંબંધિત પરીક્ષાઓમાં ઓલ ઈન્ડિયા રેન્ક મેળવ્યો છે. સંસ્થાએ જાણી જોઈને છુપાવ્યું હતું કે વિદ્યાર્થીઓ ફક્ત સંસ્થામાં જ ટોપર્સ છે, રાષ્ટ્રીય સ્તરે નહીં. આ ખોટી રજૂઆત એવા વિદ્યાર્થીઓના નિર્ણયોને નોંધપાત્ર રીતે પ્રભાવિત કરી શકે છે જેઓ એક ચોક્કસ ધ્યેય ધરાવતા હોય છે (મુખ્યત્વે ધોરણ 7 થી 12ના વિદ્યાર્થીઓ, જેમની વય 14-17 વર્ષની છે). તેઓ એવું માની શકે છે કે સંસ્થા સતત ટોચના રાષ્ટ્રીય સ્તરે પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓને તૈયાર કરે છે. આ પ્રકારે ખોટા બહાના હેઠળ કોચિંગ સંસ્થાની તેમની પસંદગીને પ્રભાવિત કરે છે.

IIT રેન્કના ગેરમાર્ગે દોરનારા દાવા: સંસ્થાએ દાવો કર્યો હતો કે, "છેલ્લા 21 વર્ષમાં IITPK દ્વારા 1384 IIT રેન્ક", જે સૂચવે છે કે સંસ્થા દ્વારા કોચ કરાયેલા 1384 વિદ્યાર્થીઓએ પ્રતિષ્ઠિત ભારતીય ટેકનોલોજી સંસ્થાઓ (IITs) માં પ્રવેશ મેળવ્યો હતો. ભ્રામક અસરો: જાહેરાતમાં સ્પષ્ટતા કરવામાં આવી ન હતી કે બધા 1384 વિદ્યાર્થીઓ IITsમાં પસંદ થયા ન હતા. "IIT રેન્ક" વાક્યનો ઉપયોગ કરીને સંસ્થાએ ગ્રાહકોને ગેરમાર્ગે દોર્યા કે આ વિદ્યાર્થીઓએ ફક્ત IITsમાં પ્રવેશ મેળવ્યો છે. જેનાથી તેનો સફળતા દર વધી ગયો છે. તપાસ પર CCPA (સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેક્શન ઓથોરિટી) એ શોધી કાઢ્યું કે સંસ્થા દ્વારા પૂરી પાડવામાં આવેલી યાદીમાં IITs, IIITs, NITs, BITS, મણિપાલ યુનિવર્સિટી, VIT વેલ્લોર, PICT પુણે, MIT પુણે, VIT પુણે અને અન્ય શૈક્ષણિક સંસ્થાઓ સહિત વિવિધ સંસ્થાઓમાં પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે.

ગેરમાર્ગે દોરતા સફળતા દરના દાવા: વધારી વધારીને રજૂ કરવામાં આવેલા અયોગ્ય નિવેદનો: સંસ્થાએ તેની જાહેરાતોમાં "વર્ષ-દર-વર્ષનો સૌથી વધુ સફળતા દર," "21 વર્ષ માટે શ્રેષ્ઠ સફળતા દર," અને "61% પર સફળતા દર" જેવા મોટા મોટા દાવાઓનો ઉપયોગ કર્યો હતો. આ નિવેદનો કોઈપણ સહાયક ડેટા અથવા સંદર્ભ વિના રજૂ કરવામાં આવ્યા હતા, જેના કારણે ગ્રાહકો માને છે કે સંસ્થાના 61% વિદ્યાર્થીઓ IITમાં પ્રવેશ મેળવે છે. સંસ્થાએ આ દાવાઓને સમર્થન આપવા માટે કોઈ તુલનાત્મક વિશ્લેષણ અથવા તૃતીય-પક્ષ ચકાસણી પ્રદાન કરી ન હતી. સુનાવણી દરમિયાન સંસ્થાએ રજૂઆત કરી હતી કે વેબિનાર અને એક-એક કાઉન્સેલિંગ સત્રો દરમિયાન "સફળતા દર" શબ્દ સ્પષ્ટ કરવામાં આવ્યો હતો. જો કે, આ દાવાઓ માટેનું પ્રાથમિક પ્લેટફોર્મ જાહેરાતો જ હતી. જ્યાં આવી કોઈ સ્પષ્ટતા આપવામાં આવી ન હતી. આ વ્યૂહરચના સંભવિત વિદ્યાર્થીઓ અને વાલીઓને મહત્વપૂર્ણ માહિતી અગાઉથી રજૂ ન કરીને ગેરમાર્ગે દોરે છે.

CCPA એ શોધી કાઢ્યું કે સંસ્થાએ જાણી જોઈને મહત્વપૂર્ણ માહિતી છુપાવી હતી. જે વિદ્યાર્થીઓને કોર્સ અથવા કોચિંગ સંસ્થા/પ્લેટફોર્મ પસંદ કરતી વખતે યોગ્ય નિર્ણય લેવામાં મદદ કરી શકી હોત. તેથી, CCPA એ પ્રભાવિત વિદ્યાર્થીઓના હિતમાં દંડ લાદવાનું અને ખોટી અથવા ભ્રામક જાહેરાતો અને અન્યાયી વેપાર પ્રથાઓને સંબોધવાનું જરૂરી માન્યું.

(અંતિમ ઓર્ડર સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેક્શન ઓથોરિટીની વેબસાઇટ https://doca.gov.in/ccpa/orders-advisories.php?page_no=1 પર ઉપલબ્ધ છે)

 

AP/IJ/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 2103172) Visitor Counter : 73