માનવ સંસાધન વિકાસ મંત્રાલય
શ્રી વિનીત જોશીએ શિક્ષણ મંત્રાલયના ઉચ્ચ શિક્ષણ વિભાગના સચિવ તરીકેનો કાર્યભાર સંભાળ્યો
Posted On:
16 JAN 2025 2:36PM by PIB Ahmedabad
શ્રી વિનીત જોશીએ આજે નવી દિલ્હીના શાસ્ત્રી ભવનમાં ઉચ્ચ શિક્ષણ વિભાગના સચિવ તરીકેનો કાર્યભાર સંભાળ્યો.
પદ સંભાળ્યા પછી, શ્રી જોશીએ મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ સાથે વાતચીત કરી હતી.
આ નિમણૂક પહેલાં, તેમણે મણિપુરના મુખ્ય સચિવ તરીકે સેવા આપી હતી. તેમણે શિક્ષણ ક્ષેત્રમાં અનેક અગ્રણી હોદ્દાઓ સંભાળ્યા છે, જેમાં નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) ના ડિરેક્ટર જનરલ, સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) ના ચેરમેન અને શિક્ષણ મંત્રાલયમાં અધિક સચિવનો સમાવેશ થાય છે.
શ્રી જોશી પાસે IIT કાનપુરમાંથી મિકેનિકલ એન્જિનિયરિંગમાં ડિગ્રી અને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફોરેન ટ્રેડમાંથી MBA છે.
AP/IJ/GP/JD
(Release ID: 2093391)
Visitor Counter : 36