ગૃહ મંત્રાલય
મુન્દ્રા કસ્ટમ્સે નાર્કોટિક્સ દાણચોરી કેસમાં ડ્રગ્સ મોકલનારની ધરપકડ કરી
Posted On:
09 JAN 2025 3:52PM by PIB Ahmedabad
મુદ્રા કસ્ટમ્સની સ્પેશિયલ ઇન્ટેલિજન્સ અને ઇન્વેસ્ટિગેશન બ્રાન્ચે, NDPS એક્ટ, 1985 હેઠળ આફ્રિકન દેશોમાં એક સાયકોટ્રોપિક પદાર્થ ટ્રામાડોલની ગેરકાયદે મોકલવામાં સંડોવાયેલા રાજકોટ સ્થિત વેપારી નિકાસકારના 27 વર્ષીય ભાગીદારની ધરપકડ કરી છે. ગુપ્ત માહિતીના આધારે, સ્પેશિયલ ઇન્ટેલિજન્સ અને ઇન્વેસ્ટિગેશન બ્રાન્ચ (SIIB)એ જુલાઈ 2024માં પશ્ચિમ આફ્રિકન દેશોમાં જતી એક જ નિકાસકારના બે કન્સાઇન્મેન્ટ અટકાવ્યા હતા. જ્યારે જાહેર કરાયેલા માલમાં ડિક્લોફેનાક અને ગેબેડોલ ગોળીઓનો સમાવેશ થતો હતો. જેમાં ₹110 કરોડની કિંમતની 68 લાખ અઘોષિત ટ્રામાડોલ હાઇડ્રોક્લોરાઇડ ગોળીઓ (225 મિલિગ્રામ) છુપાવવામાં આવી હતી. NDPS એક્ટ, 1985 હેઠળ પ્રતિબંધિત સાયકોટ્રોપિક પદાર્થ, ટ્રામાડોલ, "ટ્રામેકિંગ-225" અને "રોયલ-225" જેવા બ્રાન્ડ નામો હેઠળ છુપાયેલ હતો. મોકલવામાં આવેલા આ કન્સાઇન્મેન્ટના રિકોલ પર ફોલો-અપ તપાસમાં એ જ મોકલનાર દ્વારા અન્ય શિપમેન્ટમાં 40 કરોડ રૂપિયાની કિંમતના વધારાના છુપાયેલા ટ્રામાડોલનો ખુલાસો થયો છે. કુલ 94 લાખ ગોળીઓ જપ્ત કરવામાં આવી છે. જેમાં કલોલ સ્થિત એક વેરહાઉસમાં આગળની તપાસ દરમિયાન જપ્તીનો સમાવેશ થાય છે. આ જપ્તી, ઉગ્રવાદી જૂથો દ્વારા દુરુપયોગ અને આફ્રિકામાં ઉચ્ચ માંગ માટે જાણીતી અને 2018માં NDPS એક્ટ હેઠળ સાયકોટ્રોપિક તરીકે વર્ગીકૃત થયા પછી ટ્રામાડોલની સૌથી મોટી જપ્તીમાંની એક છે.
AP/IJ/GP/JD
(Release ID: 2091439)
Visitor Counter : 57