યુવા બાબતો અને રમત મંત્રાલય
azadi ka amrit mahotsav

યુવા નેતાઓ તૈયાર કરવા આવી શિબીર મહત્વની છેઃ કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવિયા


“આવતીકાલ માટેના નેતાઓનું ઘડતર”દિશા ફાઉન્ડેશન દ્વારા જાહેર નેતૃત્વ શિબિર 3.0નું આયોજન:

Posted On: 03 JAN 2025 9:33PM by PIB Ahmedabad

સુરતમાં આજે દિશા ફાઉન્ડેશન દ્વારા આયોજીત પબ્લિક લીડરશીપ કેમ્પની ત્રીજી આવૃત્તિનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યુ હતું, જે 3-દિવસીય રહેવાસી શિબીર (કાર્યક્રમ) તી. આ કાર્યક્રમના ઉદ્ઘાટન પ્રસંગે કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવિયા ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્ર્મ યુવા દિમાગને ભવિષ્યના નેતા બનવા માટે જરૂરી કૌશલ્યો અને મૂલ્યોથી સજ્જ કરવા માટે આયોજિત આવ્યો હતો.

વર્ષ 2011માં શ્રી દિનેશ પટેલ દ્વારા સ્થાપિત, દિશા ફાઉન્ડેશન માર્ગદર્શક સિદ્ધાંત "सर्वभूत हिते रता::" સાથે કામ કરે છે, જેનો અર્થ થાય છે "સાચુ સુખ બધાના કલ્યાણ માટે કામ કરવામાં રહેલું છે." શ્રી પટેલે 1,000થી વધારે યુવાનોને તાલીમ આપવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે, જેમાંથી ઘણાં રાષ્ટ્રનિર્માણમાં વિવિધ ક્ષેત્રોમાં સક્રિયપણે પ્રદાન કરી રહ્યાં છે.

કાર્યક્રમમાં શ્રી પૂર્ણેશ મોદી (ધારાસભ્ય, સુરત પશ્ચિમ), શ્રી હસમુખ રાણા (ઓરો યુનિવર્સિટીના સ્થાપક), શ્રી એસ.પી.લુખી (મેનેજિંગ ડિરેક્ટર, જે.કે.સ્ટાર), શ્રી નિખિલ યાદવ (સહ-પ્રાંત પ્રમુખ, વિવેકાનંદ કેન્દ્ર, ઉત્તર પ્રાંત), શ્રી રવિ ભદોરિયા (સ્થાપક, ચિંતન પ્રતિષ્ઠાન, એસવીએનઆઈટી) અને ડો.રોહિત તિવારી (ડાયરેક્ટર, દિશા ફાઉન્ડેશન) સહિતનાં અગ્રણી ઉપસ્થિત રહી સન્માનિત થયા હતા.

આ કાર્યક્રમને ત્રણ દાયકાથી વધુ અસરકારક જાહેર સેવા સાથે જોડાયેલા રહેલા યુવા નેતા કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ડૉ. મનસુખ માંડવિયાની હાજરીથી ઉજવવામાં આવ્યો હતો, તેમના મુખ્ય વક્તવ્યમાં, ડૉ. માંડવિયાએ યુવા નેતાઓના સંવર્ધનમાં આવા શિબિરોની મહત્વપૂર્ણ ભૂમિકા પર ભાર મૂક્યો, જથ્થા કરતાં ગુણવત્તા પર ધ્યાન આપવા પર ભાર મૂક્યો હતો. તેમણે ભારતના યુવાનોને "સાચી દિશા" આપવા બદલ દિશા ફાઉન્ડેશનની પ્રશંસા કરી અને વિકસિત ભારત (વિકસિત ભારત)ના નિર્માણમાં આવી પહેલોના મહત્વ પર ભાર મૂક્યો.

ડો. માંડવિયાએ 10 - 12 જાન્યુઆરીના રોજ સુનિશ્ચિત થયેલ આગામી વિકસિત ભારત યંગ લીડર્સ ડાયલોગની પણ જાહેરાત કરી, જ્યાં 30 લાખથી વધુ સહભાગીઓના પૂલમાંથી પસંદ કરાયેલા 1,500 વિદ્યાર્થીઓ, માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સમક્ષ વિકસિત ભારત માટેનું તેમનું વિઝન રજૂ કરશે..

તેમના અંગત અનુભવો પરથી ડો. માંડવિયાએ શેર કર્યું કે કેવી રીતે ભારતનો સમૃદ્ધ સાંસ્કૃતિક વારસો અને પરંપરાગત શાણપણ કોવિડ-19 કટોકટી દરમિયાન ઉકેલો પૂરા પાડે છે. તેમણે વિકસિત ભારતના વિઝનને હાંસલ કરવા માટે પ્રધાનમંત્રી દ્વારા નિર્ધારિત પાંચ સંકલ્પોને એકીકૃત કરવાના મહત્વ પર ભાર મૂક્યો હતો.

દિશા ફાઉન્ડેશન, દિવ્ય દિશા ફાઉન્ડેશન તરીકે નોંધાયેલ છે, તેનો હેતુ નેતૃત્વ કૌશલ્યો, સાંસ્કૃતિક મૂલ્યો અને નાગરિક જવાબદારીને પ્રેરિત કરીને યુવાનોને સશક્ત બનાવવાનો છે. સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ અને નિઃસ્વાર્થ સેવા પર ધ્યાન કેન્દ્રિત કરીને, ફાઉન્ડેશન સામાજિક કલ્યાણ માટે સમર્પિત અને ભાવિ પડકારોનો સામનો કરવા તૈયાર નેતાઓની પેઢીને આકાર આપવા માટે પ્રતિબદ્ધ છે.

પબ્લિક લીડરશીપ કેમ્પ જેવી પહેલો દ્વારા, દિશા ફાઉન્ડેશન યુવા દિમાગને સમર્પણ અને એકતા સાથે રાષ્ટ્રની સેવા કરવા માટે પ્રેરણા અને તૈયાર કરવાનું ચાલુ રાખે છે.

AP/IJ/GP/JD


(Release ID: 2090041) Visitor Counter : 39


Read this release in: English