ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલય
azadi ka amrit mahotsav

બીઆઈએસ અમદાવાદ દ્વારા "IS 15820:2024 એસેઇંગ અને હોલમાર્કિંગ કેન્દ્રોની સ્થાપના અને સંચાલન-સામાન્ય જરૂરિયાતો (પ્રથમ પુનરાવર્તન)" પર માનક મંથનનું આયોજન

Posted On: 26 DEC 2024 7:30PM by PIB Ahmedabad

ભારતીય માનક બ્યુરો (BIS) એ આપણા દેશની રાષ્ટ્રીય માનક સંસ્થા છે જે BIS એક્ટ 2016 હેઠળ અર્થતંત્રના વિવિધ ક્ષેત્રોને આવરી લેતા ઉત્પાદનો, પ્રક્રિયા અને સેવાઓ માટે ભારતીય માનકોને ઘડવા માટે ફરજિયાત બનાવામાં આવ્યું છે અને અનુરૂપ મૂલ્યાંકન યોજનાઓ ઘડવા તેમ જ અમલ કરવા માટે પણ જવાબદાર છે, જે માનકોના અમલીકરણનો અને ગુણવત્તાના પ્રમાણીકરણ પર દેખરેખ રાખે છે.

BIS અમદાવાદ દ્વારા 26 ડિસેમ્બર 2024ના રોજ IS 15820:2024 એસેઇંગ અને હોલમાર્કિંગ કેન્દ્રોની સ્થાપના અને સંચાલન-સામાન્ય જરૂરિયાતો (પ્રથમ સંશોધન) પર હોટેલ સરોવર પોર્ટિકો, ખાનપુર, અમદાવાદ ખાતે "માનક મંથન" નું આયોજન કરવામાં આવ્યું હતું. અમદાવાદ અધિકારક્ષેત્રના એસેઇંગ અને હોલમાર્કિંગ કેન્દ્રોના તમામ સહભાગીઓએ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો અને મૂલ્યવાન પ્રતિભાવો/સૂચનો આપ્યા હતા. માનક મંથન એ વ્યાપક પ્રસાર હેઠળના નવા રચાયેલા ભારતીય માનકો અથવા માનકો પર ચર્ચા કરવા માટે દર મહિને બી.આઈ.એસ. દ્વારા આયોજિત એક કાર્યક્રમ છે.

શ્રી સુમિત સેંગર, નિદેશક અને પ્રમુખ, બીઆઈએસ અમદાવાદએ માનક મંથનના મહત્વ અને ઉદ્યોગની માનકીકરણની જરૂરિયાતો અને આકાંક્ષાઓને સંબોધતા તેની ભૂમિકા પર ભાર મૂક્યો હતો.

શ્રી રાહુલ પુષ્કર, વૈજ્ઞાનિક-ડી/સંયુક્ત નિદેશક બીઆઈએસ, અમદાવાદની મુખ્ય પ્રવૃત્તિઓ, માનકોની ભૂમિકા, ગુણવત્તા નિયંત્રણ આદેશો અને બીઆઈએસની ઓનલાઇન પ્રવૃત્તિઓ પર પ્રેઝન્ટેશન આપ્યું હતું.

શ્રી વિપિન ભાસ્કર, વૈજ્ઞાનિક-ડી/સંયુક્ત નિદેશક એ એસેઇંગ અને હોલમાર્કિંગ કેન્દ્રોની સ્થાપના અને સંચાલન-સામાન્ય જરૂરિયાતો (પ્રથમ પુનરાવર્તન) પર પ્રેઝન્ટેશન આપ્યું હતું અને IS 15820.2024 માં કરવામાં આવેલા ફેરફારો વિશે પણ સમજાવ્યું હતું અને ચર્ચા કરી હતી. છેલ્લા સત્રમાં શ્રી વિપિન ભાસ્કરે તમામ સહભાગીઓને તેમની સક્રિય ભાગીદારી અને મૂલ્યવાન સૂચનો બદલ આભાર માન્યો હતો. તેમણે માહિતી આપી હતી કે, આવા સૂચનો આપણા ભારતીય માનકોને વધુ મજબૂત બનાવે છે, જે અંતિમ વપરાશકર્તા અને અન્ય હિતધારકો બંનેને મદદ કરે છે. માનકોમાં જરૂરી ફેરફારો સમાવવા માટે BIS ટેકનિકલ સમિતિ સાથે લેવા માટે, માનકો પર ટિપ્પણીઓ અમને અમારા ઇમેઇલ આઇડી: ahbo@bis.gov.in પર મોકલી શકાય છે.

AP/GP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 2088287) Visitor Counter : 33


Read this release in: English