યુવા બાબતો અને રમત મંત્રાલય
ડૉ. મનસુખ માંડવિયા ‘ફિટ ઈન્ડિયા સાયકલિંગ ટ્યુસડેઝ’ પહેલનો શુભારંભ કરાવશે
નવદીપ સિંહ, પેરાલિમ્પિક ગોલ્ડ મેડલિસ્ટ SAI RC ગાંધીનગર ઇવેન્ટમાં જોડાશે
Posted On:
15 DEC 2024 6:52PM by PIB Ahmedabad
યુવા બાબતો અને રમતગમતના કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવિયા તા.17 ડિસેમ્બરે નવી દિલ્હીમાં 'ફિટ ઈન્ડિયા સાયકલિંગ ટ્યુસડેઝ' પહેલને ફ્લેગ ઓફ કરશે. તે જ દિવસે ગાંધીનગરમાં સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (SAI) રિજનલ સેન્ટર ખાતે સાઈકલિંગ કાર્યક્ર્મનું આયોજન કરવામાં આવશે.
ગાંધીનગરની કાર્યક્રમમાં પેરાલિમ્પિક ગોલ્ડ મેડલિસ્ટ નવદીપ સિંઘ સામેલ રહેશે. જે સ્વર્ણિમ પાર્ક સુધી 3 કિલોમીટરની સાઇકલિંગ જોય રાઇડનું નેતૃત્વ કરશે. આ કાર્યક્રમમાં સ્થાનિક ફિટનેસ ઉત્સાહીઓ અને રમતપ્રેમીઓ સાથે હેન્ડબોલ અને કબડ્ડીના રમતવીરો સહિત આરસી ગાંધીનગરના ચુનંદા રમતવીરો ભાગ લેશે.
SAI પ્રાદેશિક કેન્દ્ર, ગાંધીનગર ખાતેની મંગળવારની ઇવેન્ટમાં સાઇકલિંગને પરિવહનના ટકાઉ માધ્યમ અને કસરતના સ્વરૂપ તરીકે પ્રોત્સાહન આપવા માટે પ્રદેશની પ્રતિબદ્ધતા દર્શાવશે. સહભાગીઓ SAI સેન્ટરથી સ્વર્ણિમ પાર્ક જશે અને પરત આવશે.
યુવા બાબતો અને રમતગમત મંત્રાલય સાયકલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (CFI), MY ભારત, SAI પ્રાદેશિક કેન્દ્રો, નેશનલ સેન્ટર્સ ઓફ એક્સેલન્સ (NCOEs), ખેલો ઈન્ડિયા કેન્દ્રો (KICs) અને જિલ્લા વહીવટીતંત્ર સાથે સીધા સહયોગમાં આ કાર્યક્ર્મનું આયોજન કરે છે.
ફીટ ઈન્ડિયા સાયકલિંગ ટ્યુસડેઝ પહેલ 17 ડિસેમ્બરે સમગ્ર ભારતમાં 1000થી વધુ સ્થળોએ યોજાશે, જેમાં એક સાથે SAI પ્રાદેશિક કેન્દ્રો પર કાર્યક્ર્મ યોજાશે. લોન્ચિંગ પછી, સાયકલિંગ ઇવેન્ટ્સ દેશભરમાં દર મંગળવારે ચાલુ રહેશે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા 2019માં શરૂ કરાયેલ ફિટ ઈન્ડિયા ચળવળ એ મૂળભૂત કાર્યક્રમ છે. જે ભારતને રમતગમતની મહાસત્તા બનવાનો માર્ગ સુનિશ્ચિત કરે છે. આ અભિયાન એકંદરે આરોગ્યના પાસા, રમતગમતના પાસા અને દેશની સ્વદેશી રમતોના પ્રચાર પર ધ્યાન કેન્દ્રિત કરે છે.
AP/IJ/GP/JD
(Release ID: 2084630)
Visitor Counter : 86