સંચાર અને સુચના પ્રૌદ્યોગિકી મંત્રાલય
“ફિલાવિસ્ટા-2024”: ગાંધીનગર પોસ્ટલ ડિવિઝન જિલ્લા સ્તરનું ફિલાટેલી પ્રદર્શનનું આયોજન કરશે
Posted On:
18 NOV 2024 4:56PM by PIB Ahmedabad
ગાંધીનગર ડિવિઝનના વરિષ્ઠ પોસ્ટ અધિક્ષક શ્રી પિયુષ રામપ્રસાદ રાજકે આજે ઘોષણા કરી છે કે, જિલ્લા સ્તરનું ફિલાટેલી પ્રદર્શન “ફિલાવિસ્ટા-2024”નું આયોજન દાંડી કુંટિર, મહાત્મા મંદિર ખાતે કરવામાં આવશે. આ પ્રદર્શનનું ઉદ્ઘાટન 19 નવેમ્બર, 2024ના રોજ સવારે 11:00 વાગ્યે માનનીય ભારતીય ગૃહ મંત્રી અને સહકારી મંત્રી શ્રી અમિત શાહ દ્વારા કરવામાં આવશે અને ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ આ પ્રસંગે અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહેશે.
ગાંધીનગર પોસ્ટલ ડિવિઝન ગાંધીનગરના તમામ નિવાસીઓને આ અનોખા ફિલાટેલી પ્રદર્શનમાં હાજરી આપવા માટે હાર્દિક આમંત્રિત કરે છે, જ્યાં વિશિષ્ટ અને દુર્લભ સ્ટેમ્પ્સનો રસપ્રદ જગત તમારી રાહ જોઈ રહ્યું છે. આ પ્રદર્શન બે દિવસ, 19 અને 20 નવેમ્બર 2024ના રોજ સવારે 11:00 વાગ્યાથી સાંજે 6:00 વાગ્યા સુધી સામાન્ય જનતાના દર્શન માટે ખુલ્લું રહેશે અને દરેક વયના મુલાકાતીઓને રસપ્રદ તથા સમૃદ્ધ અનુભવ આપશે.
વિશેષમાં, માતા-પિતાને ખાસ વિનંતી છે કે તેઓ પોતાના બાળકોને આ પ્રદર્શનમાં લઈને આવે, કારણ કે તે તેમને સ્ટેમ્પ્સ એકત્રિત કરવાની ફળદાયી હોબી સાથે પરિચય કરાવવાનું ઉત્તમ મંચ છે. આ કાર્યક્રમ ફિલેટેલી પ્રત્યે પ્રેમ જગાવતો છે અને સાથે સાથે તે શૈક્ષણિક પ્લેટફોર્મ તરીકે પણ સેવા આપે છે, જે ઈતિહાસ, સંસ્કૃતિ અને સર્જનાત્મકતાનું સમન્વય પ્રદર્શિત કરે છે.
ફિલેટેલી પ્રેમીઓ માટે આ પ્રદર્શન દુર્લભ અને આકર્ષક સ્ટેમ્પ્સ સાથે પોતાની કલેકશનનો વિસ્તૃત કરવાની અનોખી તક પ્રદાન કરે છે.
વધુ લોકો સુધી પહોંચવા માટે, “ફિલાવિસ્ટા-2024”ની અપડેટ્સ અને મુખ્ય ઝલકો નિયમિતપણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર શેર કરવામાં આવશે. આ માટે અમારું ઇન્સ્ટાગ્રામ હેન્ડલ છે: philavista_gnr2024 અને ટ્વિટર (X) હેન્ડલ છે:
@Philavista_gnr ફોલો કરો.
ગાંધીનગર પોસ્ટલ ડિવિઝન આ અનોખા કાર્યક્રમમાં જનતાને આમંત્રિત કરી શ્રેષ્ઠ અનુભવ પૂરો પાડવાનું આશાવાદી છે.
વધુ માહિતી માટે સંપર્ક કરો: સીનિયર સુપરિન્ટેન્ડન્ટ ઓફ પોસ્ટ્સ, ગાંધીનગર ડિવિઝન, સેક્ટર-11, ગાંધીનગર-382010
AP/GP/IJ/JD
(Release ID: 2074286)
Visitor Counter : 278