સંચાર અને સુચના પ્રૌદ્યોગિકી મંત્રાલય
azadi ka amrit mahotsav

માહિતી અને સંચાર ટેકનોલોજી ક્રાંતિના યુગમાં, પોસ્ટ ઓફિસ તેની પરિવર્તનકારી છબી સાથે કરી રહી છે નવા પરિમાણોનું સર્જન - પોસ્ટ માસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવ


પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે રાજકોટ પરિક્ષેત્રમાં પોસ્ટલ સેવાઓની પ્રગતિની કરી સમીક્ષા, સાર્વત્રિક પહોંચ અને લક્ષ્યોની સિદ્ધિ પર મૂક્યો ભાર

Posted On: 14 NOV 2024 7:04PM by PIB Ahmedabad

ભારતીય ડાક વિભાગે માહિતી ક્રાંતિના આધુનિક યુગમાં તેની મહેનત અને નવીન ટેકનોલોજીથી વિશ્વની સૌથી મોટી ડાક વ્યવસ્થાની પ્રાસંગિકતા અને વિશ્વસનીયતા જાળવી રાખી છે. બદલાતા સમયમાં પોસ્ટ ઓફિસો પણ નાણાકીય સમાવેશ, ડિજિટલ ઈન્ડિયા અને અંત્યોદયમાં મહત્વની ભૂમિકા ભજવી રહી છે. ડાક વિભાગના વ્યાપક નેટવર્ક, વિશ્વસનીયતા, સાર્વત્રિક સુલભતા અને સરળ સંચારને કારણે તમામ કલ્યાણકારી યોજનાઓ સમાજના છેવાડાના વ્યક્તિ સુધી પહોંચી રહી છે. ઉપરોક્ત નિવેદન સૌરાષ્ટ્ર અને કચ્છ પરિક્ષેત્ર, રાજકોટના પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે રાજકોટમાં વિવિધ મંડળના ડાક અધિક્ષકો અને ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંકના મેનેજરોની કામગીરીની સમીક્ષા બેઠકની અધ્યક્ષતામાં વ્યક્ત કર્યું.

પોસ્ટ માસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે જણાવ્યું કે હવે સંદેશાના વિવિધ માધ્યમો ઉપરાંત બેંકિંગ, વીમા વગેરે જેવી સેવાઓ પણ પોસ્ટ દ્વારા ચલાવવામાં આવી રહી છે. આજે પણ લોકોના જીવન સાથે સંકળાયેલી અનેક મહત્વની બાબતો પોસ્ટ ઓફિસ સાથે જોડાયેલી છે. આજે પત્રો, મની ઓર્ડર, પાર્સલ, મેગેઝીન, દવાઓ, મંદિરનો પ્રસાદ, ગંગાજળ, આધાર કાર્ડ, પાસપોર્ટ, પાન કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ, મતદાર આઈડી કાર્ડ, બેંક ચેકબુક અને એટીએમ કાર્ડ વગેરે જેવા તમામ મહત્વપૂર્ણ દસ્તાવેજો માત્ર પોસ્ટ ઓફિસ દ્વારા લોકો સુધી પહોંચે છે. 'ડાકિયા ડાક લાયા' થી 'ડાકિયા બેંક લાયા' સુધીની અહર્નિશં સેવામહે'ની સફરમાં ડાક કર્મચારીઓની ભૂમિકામાં સતત મહત્વપૂર્ણ ફેરફારો થઈ રહ્યા છે. ડાકઘર નિર્યાત કેન્દ્રો દ્વારા ઓડીઓપી, જીઆઈ, એમએસએમઈના ઉત્પાદનો વિદેશોમાં પહોંચી 'વોકલ ફૉર લોકલ' અને 'આત્મનિર્ભર ભારત'ની સંકલ્પનાને મજબૂતી આપી રહ્યા છે. પેન્શનધારકોને ઘરે બેઠા ડિજિટલ લાઈફ સર્ટિફિકેટની સુવિધા આપવામાં આવી રહી છે. માહિતી અને સંદેશાવ્યવહાર ટેકનોલોજીની ક્રાંતિના યુગમાં, પોસ્ટ ઓફિસ હજી પણ તેની પરિવર્તનકારી છબી સાથે નવા પરિમાણોનું સર્જન કરી રહી છે.

પોસ્ટ માસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે રાજકોટ પરિક્ષેત્રમાં પોસ્ટલ સેવાઓની પ્રગતિની વિસ્તૃત સમીક્ષા કરી. પરિક્ષેત્રમાં હાલ અંદાજે 45.5 લાખ બચત ખાતા, 9.65 લાખ આઈપીપીબી  ખાતા, 3.97 લાખ સુકન્યા સમૃદ્ધિ ખાતા, 39 હજાર મહિલા સન્માન બચતપત્ર ખાતાઓ કાર્યરત છે. 426 ગામોને સંપૂર્ણ સુકન્યા સમૃદ્ધિ ગ્રામ, 740 ગામોને સંપૂર્ણ વીમા ગ્રામ અને 16 ગામોને 'ફાઇવ સ્ટાર વિલેજ' પણ બનાવવામાં આવ્યા છે. નાણાંકીય વર્ષમાં 43 હજારથી વધુ લોકોએ પાસપોર્ટ સેવા કેન્દ્ર દ્વારા પાસપોર્ટ બનાવ્યા છે. 1.55 લાખથી વધુ લોકોએ પોસ્ટ ઓફિસ દ્વારા આધાર સેવાઓનો લાભ લીધો, જ્યારે 1.64 લાખ લોકોએ ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક દ્વારા CELC હેઠળ તેનો લાભ લીધો. ઘરે બેઠા આધાર અનેબ્લડ પેમેન્ટ સિસ્ટમ દ્વારા 43 હજારથી વધુ લોકોએ 20.5 કરોડ રૂપિયા ચૂકવણું પ્રાપ્ત કર્યું.

પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે નાણાંકીય વર્ષના બાકીના મહિનાઓમાં વ્યાપક ઝુંબેશ હાથ ધરીને વિવિધ સેવાઓમાં ફાળવવામાં આવેલા લક્ષ્યોને હાંસલ કરવા પર ભાર મૂક્યો. સાથે , સામાન્ય લોકોને વિવિધ સેવાઓ સાથે જોડવા, ફરિયાદોનો ઝડપી નિકાલ અને ગ્રાહકો પ્રત્યે સંવેદનશીલતા પર ભાર મૂકવામાં આવ્યો.

પ્રસંગે રાજકોટ મંડલના પ્રવર ડાક અધિક્ષક શ્રી એસ. કે. બુનકર, સહાયક નિર્દેશક શ્રી આર. આર. વિરડા, શ્રી જે. કે. હિંગોરાની, શ્રી કે. એસ. ઠક્કર, સિનિયર પોસ્ટમાસ્ટર શ્રી અભિજીત સિંહ, ભાવનગર મંડલના ડાક અધિક્ષક શ્રી ડી. એચ. તપસ્વી, ગોંડલ મંડલના ડાક અધિક્ષક શ્રી કે. એસ. શુક્લા, જૂનાગઢ મંડલના ડાક અધિક્ષક શ્રી . એચ. ચાવડા, પોરબંદર મંડલના ડાક અધિક્ષક શ્રી આર. જે. પટેલ, સુરેન્દ્રનગર મંડલના ડાક અધિક્ષક શ્રી એસ. આર. મિસ્ત્રી, લેખાધિકારી શ્રી જુગલ કિશોર, આઈપીપીબીના ચીફ મેનેજર શ્રી રાજીવ કુમાર સહિત અનેક અધિકારીઓ ઉપસ્થિત રહ્યા.

AP/IJ/GP/JD


(Release ID: 2073402) Visitor Counter : 41


Read this release in: English