સંચાર અને સુચના પ્રૌદ્યોગિકી મંત્રાલય
                
                
                
                
                
                    
                    
                        પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવએ સૌરાષ્ટ્ર અને કચ્છ પરિક્ષેત્ર, રાજકોટમાં ડાક સેવાઓની કરી સમીક્ષા, લક્ષ્યો હાંસલ કરવા પર ભાર મૂક્યો
                    
                    
                        માત્ર પત્રો અને પાર્સલ જ નહીં, પોસ્ટ વિભાગ લોકોને ઘરે બેઠા સરકારની તમામ કલ્યાણકારી યોજનાઓ સાથે જોડી રહ્યું છે - પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવ
નાણાકીય સામાવિશન, ડિજિટલ ઇન્ડિયા અને અંત્યોદયમાં ડાક વિભાગ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યો છે.- પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવ
                    
                
                
                    प्रविष्टि तिथि:
                23 SEP 2024 4:09PM by PIB Ahmedabad
                
                
                
                
                
                
                ટપાલ સેવાઓ અદ્યતન ટેકનોલોજી અપનાવીને સતત નવા પરિમાણો સર્જી રહી છે. બદલાતા વાતાવરણમાં ટપાલ વિભાગ નાણાકીય સમાવેશ, ડિજિટલ ઈન્ડિયા અને અંત્યોદયમાં મહત્ત્વની ભૂમિકા ભજવી રહ્યું છે. પત્રો અને પાર્સલની સાથે ટપાલ વિભાગ સરકારની તમામ લોકકલ્યાણ યોજનાઓ અને તેના લાભો પણ લોકો સુધી પહોંચાડી રહ્યું છે. આ ઉદ્ગાર સૌરાષ્ટ્ર અને કચ્છ પરિક્ષેત્ર, રાજકોટના પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવએ 23 સપ્ટેમ્બરના રોજ ક્ષેત્રના વિભાગીય વડાઓ અને ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક મેનેજરોની કામગીરીની સમીક્ષા બેઠકની અધ્યક્ષતામાં વ્યક્ત કર્યું. રાજકોટના પ્રવર ડાક અધિક્ષક શ્રી એસ. કે. બુંકરે રાજકોટમાં પ્રથમ વખત આગમન કરેલા પોસ્ટમાસ્ટર જનરલનું સ્વાગત કર્યું અને પરિક્ષેત્ર દ્વારા કરવામાં આવેલા કાર્ય અને પ્રાપ્ત સિદ્ધિઓની માહિતી આપી.

પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે જણાવ્યું હતું કે પત્ર અને પાર્સલની સાથે ટપાલ વિભાગમાં  સેવિંગ્સ બેંક, પોસ્ટલ લાઈફ ઈન્સ્યોરન્સ, ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક, પોસ્ટ ઓફિસ પાસપોર્ટ સેવા કેન્દ્ર, આધાર નોંધણી અને અપડેટ કેન્દ્રો, કોમન સર્વિસ સેન્ટર અને ડાક નિર્યાત કેન્દ્ર પણ કાર્યરત છે. ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક મારફતે પોસ્ટમેન અને ગ્રામીણ ડાક સેવકો આજે મોબાઈલ બેંક તરીકે કાર્ય કરી રહ્યા છે. CELC હેઠળ, તમામ સેવાઓ જેવી કે ઘરે બેઠા બાળકોના આધાર બનાવવા, મોબાઇલ અપડેટ કરવા, ડિજિટલ જીવન પ્રમાણપત્ર, DBT, બિલની ચુકવણી, AEPS દ્વારા બેંક ખાતામાંથી ચુકવણી, વાહન વીમો, આરોગ્ય વીમો, અકસ્માત વીમો, પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના વગેરે ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક દ્વારા પૂરી પાડવામાં આવે છે.
પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણકુમાર યાદવે સૌરાષ્ટ્ર અને કચ્છ પરિક્ષેત્રમાં પોસ્ટલ સેવાઓની પ્રગતિની વિગતવાર સમીક્ષા કરી. આ પરિક્ષેત્રમાં હાલમાં કુલ 45  લાખથી વધુ બચત ખાતા, લગભગ 9.39 લાખ IPPB ખાતા, 3.97 લાખ સુકન્યા સમૃદ્ધિ ખાતા અને 37,000 મહિલા સમ્માન બચત પ્રમાણપત્રો ખોલવામાં આવ્યા છે. આ ઉપરાંત, 426 ગામોને ‘સંપૂર્ણ સુકન્યા સમૃદ્ધિ ગ્રામ’ તરીકે આવરી લેવામાં આવ્યા છે, 740 ગામોને ‘સંપૂર્ણ વીમા ગ્રામ’ તરીકે આવરી લેવામાં આવ્યા છે, અને 16 ગામોને ‘ફાઈવ સ્ટાર વિલેજ’ તરીકે જાહેર કરવામાં આવ્યા છે. પાસપોર્ટ સેવા કેન્દ્ર દ્વારા આ નાણાકીય વર્ષમાં 31,000 કરતાં વધુ લોકોએ પાસપોર્ટ મેળવ્યા છે. 91,000 લોકોએ પોસ્ટ ઓફિસ મારફત આધાર નોંધાવ્યું અથવા અપડેટ કર્યું છે, જ્યારે 76,000 લોકોએ ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક દ્વારા CELCમાંથી લાભ મેળવ્યો છે. 30,000 કરતાં વધુ લોકોએ આધાર સક્ષમ પેમેન્ટ સિસ્ટમ મારફત 15 કરોડ રૂપિયાના ચુકવણાં ઘરના દરવાજે મેળવ્યા છે.

પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે નાણાકીય વર્ષના બાકીના દિવસોમાં વ્યાપક ઝુંબેશ હાથ ધરીને વિવિધ સેવાઓમાં ફાળવવામાં આવેલા લક્ષ્યોને હાંસલ કરવા પર ભાર મૂક્યો હતો. તે જ સમયે, સામાન્ય લોકોને વિવિધ સેવાઓ સાથે જોડવા, જાહેર ફરિયાદોનો ઝડપી નિકાલ અને ગ્રાહકો પ્રત્યે સંવેદનશીલતા પર ભાર મૂકવામાં આવ્યો હતો.

આ પ્રસંગે રાજકોટ મંડળના પ્રવર ડાક અધિક્ષક શ્રી એસ. કે. બુંકર, સહાયક નિદેશક શ્રી એમ. એચ. હરન, શ્રી આર. આર. વિરડા, શ્રી જે. કે. હિંગોરાણી, શ્રી કે. એસ. ઠક્કર, રાજકોટ પ્રવર ડાકપાલ શ્રી અભિજીત સિંહ, PSD ડાક અધિક્ષક શ્રી એમ. ડી. દાનાણી, અમરેલી મંડળના ડાક અધિક્ષક શ્રી બી એન પટેલ, ભાવનગર મંડળના ડાક અધિક્ષક શ્રી ડી. એચ. તપસ્વી, ગોંડલ મંડળના ડાક અધિક્ષક શ્રી કે. એસ. શુક્લા, જામનગર મંડળના ડાક અધિક્ષક શ્રી વિપુલ ગુપ્ત, જૂનાગઢ મંડળના ડાક અધિક્ષક શ્રી એ. એચ. ચાવડા, પોરબંદર મંડળના ડાક અધિક્ષક શ્રી આર. જે. પટેલ, કચ્છ મંડળના ડાક અધિક્ષક શ્રી એમ. એમ. રાઠોડ, સુરેન્દ્રનગર મંડળના ડાક અધિક્ષક શ્રી એસ. આર. મિસ્ત્રી, લેખાધિકારી શ્રી જુગલ કિશોર, IPPB પ્રદેશ પ્રબંધક રાજીવ કુમાર સહિત અનેક અધિકારીઓ ઉપસ્થિત રહ્યા.
*****
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  
@PIBAhmedabad   
 /pibahmedabad1964   
 /pibahmedabad  
pibahmedabad1964[at]gmail[dot]com
                
                
                
                
                
                (रिलीज़ आईडी: 2057879)
                	आगंतुक पटल  : 127
                
                
                
                    
                
                
                    
                
                इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: 
                
                        
                        
                            English