સંચાર અને સુચના પ્રૌદ્યોગિકી મંત્રાલય

ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે કરી શુભેચ્છા મુલાકાત

Posted On: 14 AUG 2024 5:10PM by PIB Ahmedabad

ઉત્તર ગુજરાત ક્ષેત્ર, અમદાવાદના નવા પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણકુમાર યાદવે ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલસાથે ગાંધીનગરમાં તેમના કાર્યાલયમાં શુભેચ્છામુલાકાત લીધી. દરમિયાન, પોસ્ટ વિભાગ દ્વારા સેવાઓમાં કરવામાં આવેલી નવીનતા વિશે તેમને માહિતી આપવામાં આવી.

મુલાકાત દરમિયાન, પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણકુમાર યાદવે મુખ્યમંત્રીશ્રીને પોતાની પુસ્તકો પણ ભેટ આપી. શ્રી કાશી વિશ્વનાથ મંદિરના પ્રસાદની સાથે ભારત સરકારના રાજચિહ્નિત'જય હિંદ' ડાક ટિકિટ અને 'રામાયણ : રામ દરબાર' ઉપર પ્રકાશિત ડાક ટિકિટ ની સુંદર નકલ પણ ભેટ આપી, જેને પ્રાપ્ત કરીને મુખ્યમંત્રીશ્રીખૂબ પ્રભાવિત થયા અને પોતાની શુભકામનાઓ આપી.

વિશેષ નોંધનીય છે કે મૂળઉત્તરપ્રદેશના આઝમગઢ નિવાસી શ્રી કૃષ્ણકુમાર યાદવ પ્રખ્યાત હિન્દી સાહિત્યકાર, લેખક અને બ્લોગર પણ છે. ભારતીય પોસ્ટ સેવા ના વર્ષ 2001 બેચના અધિકારી શ્રી યાદવની વિવિધ શૈલીઓમાં 7 પુસ્તકો પ્રકાશિત થઈ ચૂકેલ છે. એક કુશળ અને સંવેદનશીલ વહીવટદાર તરીકે લોકપ્રિય શ્રી યાદવનું શિક્ષણ જવાહર નવોદય વિદ્યાલય, આઝમગઢ અને અલાહાબાદ યુનિવર્સિટીમાંથી થયેલ છે. પણ એક સવિશેષતા છે કે શ્રી યાદવએ સિવિલ સર્વિસિસ માં પોતાની કારકિર્દીની શરૂઆત વર્ષ ૨૦૦૩ માં પ્રવર ડાક અધિક્ષક, સુરત વિભાગતરીકે કરી હતી. ત્યારબાદ લખનઉ, કાનપુર, અંદમાન-નિકોબાર દ્વીપસમૂહ, પ્રયાગરાજ, જોધપુર, લખનઉ, વારાણસી અને પછી ફરી એક વાર ગુજરાતમાં પોસ્ટમાસ્ટર જનરલના પદ પર નિમણૂક થઈ છે.



(Release ID: 2045278) Visitor Counter : 42


Read this release in: English