ગૃહ મંત્રાલય

નવી દિલ્હીના લાલ કિલ્લા ખાતે 78મા સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં ગુજરાતના 39 વિશેષ મહેમાનો જોડાશે


રાષ્ટ્રીય ઉજવણીના સાક્ષી બનવા ડ્રોન દીદીઓ, આશા/એએનએમ કાર્યકરો અને સરકારી યોજનાઓના લાભાર્થીઓ સહિત વિવિધ જૂથના આમંત્રિતોનો સમાવેશ થાય છે

Posted On: 14 AUG 2024 1:27PM by PIB Ahmedabad

નવી દિલ્હીમાં આયોજિત થનારા 78મા સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં પોતાની છાપ છોડાવવા માટે તૈયાર છે, જે માટે રાજ્યના 39 વિશેષ અતિથિઓને 15 ઓગસ્ટના રોજ રાષ્ટ્રીય ઉજવણીના સાક્ષી બનવા માટે આમંત્રિત કરવામાં આવ્યા છે. વ્યક્તિઓના આ વિવિધ જૂથમાં ડ્રોન દીદીઓ, આશા/એએનએમ કાર્યકરો, એકલવ્ય મોડલ રેસિડેન્શિયલ સ્કૂલના વિદ્યાર્થીઓ અને એસ્પિરેશનલ ડિસ્ટ્રિક્ટ પ્રોગ્રામના લાભાર્થીઓ સામેલ છે.

આમંત્રિત મહેમાનોએ દિલ્હીથી રાષ્ટ્રીય ઉજવણીના સાક્ષી બનવા માટે તેમને આમંત્રણ આપવા બદલ સરકારનો આભાર વ્યક્ત કર્યો છે.

આમંત્રિતોમાં ગાંધીનગરના 'ડ્રોન દીદી' હેપ્પી પટેલ પણ છે, જેમણે ધ્વજવંદન સમારોહમાં હાજરી આપવા માટે આમંત્રિત થવા બદલ ગર્વ અને ખુશી વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું, "78માં સ્વતંત્રતા દિવસના અવસર પર ધ્વજવંદન કાર્યક્રમમાં હાજરી આપવા માટે આમંત્રિત થવાથી હું ખૂબ જ ખુશ અને ગર્વ અનુભવું છું."

ખેડા જિલ્લાના રહેવાસી અને લખપતિ દીદીના લાભાર્થી વિલાસબેન ચાવડા અન્ય આમંત્રિત છે જેઓ આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે ઉત્સાહિત છે. તેમણે કહ્યું, "હું આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે ખૂબ જ ઉત્સાહિત છું અને મને આમંત્રણ આપવા બદલ ભારત સરકારનો આભાર માનું છું."

ભારત સરકારે આ વર્ષના સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં ભાગ લેવા માટે વિકસિત ભારત થીમ હેઠળ દેશભરમાંથી 6,000થી વધુ વિશેષ મહેમાનોને આમંત્રિત કર્યા છે.

 

AP/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 2045160) Visitor Counter : 47


Read this release in: English