કાપડ મંત્રાલય

સેન્ટ્રલ સિલ્ક બોર્ડ 10 ઓગસ્ટ, 2024ના રોજ ગુજરાતમાં રેશમ ઉત્પાદન પ્રોજેક્ટનો પ્રારંભ કરશે

Posted On: 07 AUG 2024 1:51PM by PIB Ahmedabad

રેશમ ઉદ્યોગના વિકાસ માટે 1948માં સંસદના અધિનિયમ દ્વારા સેન્ટ્રલ સિલ્ક બોર્ડની રચના કરવામાં આવી હતી. આઝાદ ભારતના પ્રથમ વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી અને સેન્ટ્રલ સિલ્ક બોર્ડના હોદ્દેદાર પ્રથમ અધ્યક્ષ સ્વ. ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીના સક્ષમ નેતૃત્વ હેઠળ ભારતીય રેશમ ઉદ્યોગના વિકાસ માટે ઠરાવ કરવામાં આવ્યો હતો. સંસદમાં પસાર કરવામાં આવ્યો હતો.

ભારતમાં 26 રાજ્યોના વિવિધ કૃષિ-આબોહવા ઝોનમાં તમામ પાંચ પ્રકારના રેશમ ઉત્પાદન (શેતૂર, એરી, ઉષ્ણકટિબંધીય અને સમશીતોષ્ણ ટસર અને મુગા) ઉપલબ્ધ છે. DoS, યુનિવર્સિટીઓ, સરકાર અને ખાનગી સંશોધન સંસ્થાઓ અને એનજીઓના સહયોગથી, સેન્ટ્રલ સિલ્ક બોર્ડ રેશમ પર નિર્ભર લોકોને લાભ આપવા માટે સંશોધન અને યોજનાઓને લાગુ કરે છે.

સેન્ટ્રલ સિલ્ક બોર્ડ, બેંગલુરુ સરદારકૃષિનગર દાંતીવાડા એગ્રીકલ્ચર યુનિવર્સિટી (SDAU) અને કલ્યાણ ફાઉન્ડેશનના સહયોગથી SDAU, પાલનપુર, ગુજરાત ખાતે 10.08.2024ના રોજ એક કૃષિ સંવર્ધન પ્રોજેક્ટ શરૂ કરી રહ્યાં છે. કાપડ મંત્રાલય (MoT) અને કાપડ રાજ્ય મંત્રાલય (MOST), કૃષિ રાજ્ય મંત્રાલય (MOSA), પ્રદેશના ધારાસભ્યો, અને ખાનગી ભાગીદારો અને સેન્ટ્રલ સિલ્ક બોર્ડ, કલ્યાણ ફાઉન્ડેશન અને SDAUના અધિકારીઓ ઉપરાંત એરંડા ઉગાડતા ખેડૂતો અને લાભાર્થીઓ કાર્યક્રમમાં હાજરી આપશે.

આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય જ્ઞાનની વહેંચણી, ઉપલબ્ધ સંસાધનોના ઉપયોગ વિશે જાગૃતિ ઊભી કરવી, ખેડૂતોને સિલ્ક ઉત્પાદન માટે પ્રોત્સાહિત કરવા તથા રેશમ ઉદ્યોગના વિકાસ પ્રોત્સાહન આપવા અને રેશમ ઉદ્યોગ સમુદાયમાં નવીનતાની ભાવનાને પ્રોત્સાહના આપવા માટે એક મંચ પ્રદાન કરે છે.

દાયકાઓથી, મુખ્યત્વે ઉત્તરપૂર્વીય રાજ્યોમાં એરિકલ્ચરનો અભ્યાસ કરવામાં આવે છે. તેની વિશાળ સંભાવનાઓનો ઉપયોગ કરવા માટે, ગુજરાત, તમિલનાડુ, ઓડિશા, બિહાર અને ઉત્તર પ્રદેશ જેવા બિન-પરંપરાગત રાજ્યોમાં ખેતીવાડીને વિસ્તારવાની જરૂર છે જ્યાં યજમાન છોડની પુષ્કળ ઉપલબ્ધતા છે. ગુજરાત ભારતમાં એરંડાનું સૌથી મોટું ઉત્પાદન કરતું રાજ્ય છે (7.24 લાખ હેક્ટર) જે ખેડૂતોને નફાકારક વળતરની ખાતરી આપે છે, તેમજ અનન્ય તકો પ્રદાન કરે છે. એરિકલ્ચરની પ્રેક્ટિસ કરીને બિનઉપયોગી એરંડાના પાંદડાઓનો ઉપયોગ કરીને વધુ એક મૂલ્ય ઉમેરી શકાય છે જે ખેડૂતોને લાભ આપી શકે છે તેમજ રેશમ ઉદ્યોગના વિકાસમાં ફાળો આપે છે.

આ કાર્યક્રમમાં અમારી સાથે જોડાઓ. તમારી હાજરી અને સમર્થનની ખૂબ પ્રશંસા કરવામાં આવશે.

 

AP/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 2042540) Visitor Counter : 121


Read this release in: English