ખાદ્ય પ્રસંસ્કરણ ઉદ્યોગ મંત્રાલય
ચોખાના વેચાણ માટે વેપારીઓ/સાંકળિત જથ્થાબંધ ખરીદદારો/ચોખાના ઉત્પાદનોના ઉત્પાદકો પાસેથી બિડ આમંત્રિત
Posted On:
05 AUG 2024 8:06PM by PIB Ahmedabad
ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા, પ્રાદેશિક કાર્યાલય, અમદાવાદ આગામી 7 તારીખે ઈ-ઓક્શન દ્વારા તેના વિવિધ ડેપોથી ઓપન માર્કેટ સેલ સ્કીમ (ડોમેસ્ટિક) ઓએમએસએસ (ડી) હેઠળ ચોખાના વેચાણ માટે વેપારીઓ/સાંકળિત જથ્થાબંધ ખરીદદારો/ચોખાના ઉત્પાદનોના ઉત્પાદકો પાસેથી બિડ આમંત્રિત કરે છે.
તા.07.08.2024 જેના માટે ટેન્ડરો M/s M-જંકશનના પોર્ટલ (http://www.valuejunction.in/fci) અને FCI વેબસાઈટ (http://fci.gov.in) પર અપલોડ કરવામાં આવ્યા છે ખાનગી પક્ષોને દર અઠવાડિયે, એટલે કે બુધવારે ઈ-ઓક્શન થશે, જેના માટે ટેન્ડર અગાઉના શુક્રવારે અપલોડ કરવામાં આવશે.
ચોખાની અનામત ભાવ તમામ પાક વર્ષો માટે રૂ.2800/- પ્રતિ ક્વિન્ટલ (કિંમત દીઠ રૂ.73 પ્રતિ ક્વિન્ટલ ચોખાના અનામત ભાવમાં ઉમેરવામાં આવશે) તેમજ ખાનગી પક્ષોને વેચાણ માટે લાગુ પડતા પરિવહન ખર્ચ અને કર ઉમેરીને નક્કી કરવામાં આવી છે.
વેપારીઓ સહિત ચોખાના ખરીદદારો ઓછામાં ઓછું 1 મેં.ટન. જથ્થા માટે બિડ કરી શકે છે અને એક પ્રદેશમાં ચોખાની એક જ ઈ-ઓક્શનમાં મૂકવામાં આવેલા તમામ ડેપો માટે બિડર દીઠ મહત્તમ બિડિંગ જથ્થો 2000 મેં.ટન. પ્રતિ ઈ-ઓક્શનથી વધુ ન હોવો જોઈએ. એક રાજ્યની GST નોંધણી ધરાવતા ચોખાના ખરીદદારો કોઈપણ રાજ્યની ઈ-ઓક્શનમાં ભાગ લઈ શકે છે.
07.08.2024ની ઈ-ઓક્શન માટે M-જંકશનના પ્લેટફોર્મ પર FCI, ગુજરાત પ્રદેશના ડેપોમાંથી 10,000 મેં.ટન (નોન-ફોર્ટિફાઇડ ચોખા - 4655 મેં.ટન. અને ફોર્ટિફાઇડ ચોખા - 5345 મેં.ટન.)નો જથ્થો ઓફર કરવામાં આવે છે.
AP/GP/JD
(Release ID: 2041871)
Visitor Counter : 86