સંચાર અને સુચના પ્રૌદ્યોગિકી મંત્રાલય
azadi ka amrit mahotsav

અમદાવાદ જીપીઓ દ્વારા 25મી જુલાઈ 2024ના રોજ સફળતાપૂર્વક “ડાક ચૌપાલ” નું આયોજન

Posted On: 25 JUL 2024 9:47PM by PIB Ahmedabad

અમદાવાદ જીપીઓ દ્વારા 25મી જુલાઈ 2024ના રોજ સફળતાપૂર્વક “ડાક ચૌપાલ” નું આયોજન કરવામાં આવેલ  જેનું ઉદઘાટન સુશ્રી  મીતા કે શાહ , ડાયરેક્ટર , હેડ ક્વાર્ટર રિજિયન, અમદાવાદ  દ્વારા કરવામાં આવ્યું.

મુખ્ય પોસ્ટ માસ્તરની કચેરી, અમદાવાદ જીપીઓ દ્વારા 25.07.2024 ના રોજ ધરતી વિકાસ મંડળ, નારણપુરા, અમદાવાદ ખાતે “ડાક ચૌપાલ”નું આયોજન કરવામાં આવ્યું હતું, જે અમદાવાદ હેડ ક્વાર્ટર માં  આયોજિત થનારી આવા 70 કાર્યક્રમોની શ્રેણીમાં તેની સહભાગિતાને ચિહ્નિત કરે છે. આ કાર્યક્રમનું  ઉદ્ઘાટન ડાયરેક્ટર , હેડ ક્વાર્ટર રિજિયન, સુશ્રી મીતા કે શાહ દ્વારા કરવામાં આવ્યું હતું, જેનો ઉદ્દેશ્ય વધુ સામુદાયિક જોડાણને પ્રોત્સાહન આપવા અને ટપાલ સેવાઓની સુલભતા વધારવાનો છે. આ પ્રસંગે માનનીય શ્રી જીતેન્દ્ર પટેલ (ભગત) - ધારાસભ્ય, નારણપુરા, અમદાવાદ, શ્રી રમેશભાઈ પટેલ - શ્રી પાટીદાર પરિવાર ટ્રસ્ટ ગુજરાત પ્રદેશના સચિવ, શ્રી મુકેશ તિવારી- આચાર્ય તપોવન વિદ્યાલય (CBSE), નારણપુરા , પ્રીતિબેન લેઉવા – સી ડી પી ઓ , આઈ સી ડી એસ  વિભાગ અને શ્રીમતી મંજુલાબેન એ પટેલ- સહાયક નિયામક , હેડ ક્વાર્ટર રિજિયન, હાજર રહ્યા હતા.

સુશ્રી મીતા કે શાહે “ડાક ચૌપાલનું”  આયોજન કરવાના ઉદ્દેશ્યથી શ્રોતાઓને માર્ગ દર્શિત કર્યા  જે અંતર્ગત મુખ્ય ઉદ્દેશ ડિજિટલ ઈન્ડિયા, નાણાકીય સમાવેશ અને અંત્યોદયની વિભાવના સાથે છેલ્લા માઈલોને જોડવા.

'સરકારી સેવાઓને ઘરઆંગણે લાવવા' પર ધ્યાન કેન્દ્રિત કરીને, લોકોને નાણાકીય સેવાઓ, વીમો, ચુકવણી બેંક સેવાઓ, DBT, આધાર સેવાઓ , ઈ-કોમર્સ અને નિકાસ સેવાઓ સહિતની ઘણી નાગરિક કેન્દ્રિત સેવાઓ વિશે જાગૃતતા લાવવાનો છે તથા સરકારની કલ્યાણકારી યોજનાઓ અને તેના લાભો પોસ્ટ ઓફિસ દ્વારા લોકો સુધી પહોંચાડવા નો છે.  IPPB દ્વારા, પોસ્ટમેન અને ગ્રામીણ ડાક સેવકો આજે મોબાઈલ બેંક તરીકે કામ કરી રહ્યા છે. સુશ્રી મીતા કે શાહે કાર્યક્રમમાં  લાભાર્થીઓને SSA અને MSSC પાસબુકનું વિતરણ કર્યું.

તમામ આમંત્રિત મહેમાનોએ ડાક સેવાઑની કનેક્ટિવિટી વધારવા અને આવશ્યક સંદેશાવ્યવહારની સુવિધામાં ડાક સેવાઓની ભૂમિકામાં ઊંડો રસ દર્શાવ્યો હતો. ઉપસ્થિતોને સંબોધતા, તેઓએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, "ડાક સેવાઓ આપણા રોજિંદા જીવનમાં સંદેશાવ્યવહારના વિશ્વસનીય માધ્યમો તથા નાણાકીય સેવાઓ પ્રદાન કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તેઓએ  દરેક ઈન્ડિયા પોસ્ટ દ્વારા ઓફર કરવામાં આવતી સેવાઓની વિશાળ શ્રેણીનો ઉપયોગ કરવા અને અન્વેષણ કરવા પ્રોત્સાહિત કર્યા.

આ પ્રસંગે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના નવા વાડજ વોર્ડ કાઉન્સિલર-શ્રી વિજયભાઈ પંચાલ અને ભાવનાબેન વાઘેલા, સ્ટેડિયમ વોર્ડના કાઉન્સિલર-શ્રી પ્રદીપભાઈ દવે અને શ્રી મુકેશભાઈ મિસ્ત્રી અને દિપલબેન પટેલે પણ “ડાક ચૌપાલ” માં ભાગ લીધો હતો અને લોકોને આ પહેલ સાથે વધુને વધુ જોડાવા પ્રોત્સાહિત કર્યા હતા.

આ પ્રસંગે અમદાવાદ જી પી ઓ ના ચીફ પોસ્ટ માસ્ટર  શ્રી ગોવિંદ શર્મા, ડે. ચીફ પોસ્ટ માસ્ટર શ્રી રીતુલ ગાંધી, પોસ્ટ ઇન્સ્પેક્ટર શ્રી વિપુલ ચડોતરા , પોસ્ટ ઇન્સ્પેક્ટર પાયલ પટેલ , અમદાવાદ જીપીઓ ના જન સંપર્ક અધિકારી , માર્કેટિંગ એક્ઝિક્યુટિવ્સ સહિત  દરેક ઉપસ્થિત રહ્યા હતા.

CB/GP/JD


(Release ID: 2037215) Visitor Counter : 77


Read this release in: English