વેપાર અને ઉદ્યોગ મંત્રાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રી ગતિશક્તિનાં જ્ઞાનને મજબૂત કરવા ક્ષમતા નિર્માણ પર કાર્યશાળા તથા શિક્ષણ અને તાલીમનાં માધ્યમથી વિકાસલક્ષી એજન્ડામાં તેની ભૂમિકા


પીએમજીએસનું નવીન સંકલન – એનએમપીની સીટીઆઈ અને એટીઆઈમાં અભ્યાસક્રમ

Posted On: 08 APR 2024 6:41PM by PIB Ahmedabad

લોજિસ્ટિક્સ માનવ સંસાધન વિકાસ અને ક્ષમતા નિર્માણ એ રાષ્ટ્રીય લોજિસ્ટિક્સ નીતિ (એનએલપી) હેઠળ ઓળખાયેલી મહત્ત્વપૂર્ણ કામગીરીમાંની એક છે. પીએમજીએસ-એનએમપી અને એનએલપીના સફળ અમલીકરણમાં તમામ સ્તરે સરકારી અધિકારીઓએ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. પ્રધાનમંત્રી ગતિશક્તિનાં આવશ્યક સિદ્ધાંતોનો વ્યાપકપણે પ્રચાર કરવા માટે અત્યાર સુધી વિવિધ પગલાં લેવામાં આવ્યાં છે, જેમાંથી એક કેન્દ્રીય તાલીમ સંસ્થાઓ (સીટીઆઈ) અને રાજ્ય વહીવટી તાલીમ સંસ્થાઓ (એટીઆઈ)નું ઓનબોર્ડિંગ છે, જેનો ઉદ્દેશ પીએમજીએસ-એનએમપીનાં સિદ્ધાંતો પર સરકારી અધિકારીઓની તાલીમ અને ક્ષમતા નિર્માણને સંસ્થાગત અને નિયમિત કરવાનો છે.

 

ભારતના લોજિસ્ટિક્સ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રોને મજબૂત બનાવવાના પ્રયાસોના ભાગરૂપે ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઇન્ડસ્ટ્રી એન્ડ ઇન્ટરનલ ટ્રેડ (ડીપીઆઇઆઇટી)એ ગુજરાતના વડોદરામાં ગતિ શક્તિ વિશ્વવિદ્યાલય (જીએસવી)ના સહયોગથી 8 એપ્રિલ, 2024ના રોજ  વર્કશોપનું આયોજન કર્યું હતું. આ વર્કશોપનું આયોજન પીએમ ગતિશક્તિ નેશનલ માસ્ટર પ્લાન (પીએમજીએસ-એનએમપી) અને નેશનલ લોજિસ્ટિક્સ પોલિસી (એનએલપી)ના સિદ્ધાંતોને સીટીઆઈ અને સ્ટેટ એટીઆઈના શૈક્ષણિક અભ્યાસક્રમ અને તાલીમમાં સંકલિત કરવાના ઉદ્દેશ સાથે કરવામાં આવ્યું હતું.

આ વર્કશોપનો ઉદ્દેશ શૈક્ષણિક વ્યૂહરચનાઓ, અભ્યાસક્રમનો વિકાસ અને વાસ્તવિક વિશ્વના લોજિસ્ટિક્સ અને માળખાગત પડકારોને સરકારી અધિકારીઓના વહીવટી તાલીમ પ્રવચનમાં સંકલિત કરવા પર વિચારમંથન માટે એક સામાન્ય મંચ પ્રદાન કરવાનો હતો.

આ વર્કશોપમાં 100થી વધારે અધિકારીઓએ ભાગ લીધો હતો, જેમાં ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઑફ ઇન્ડસ્ટ્રી એન્ડ ઇન્ટરનલ ટ્રેડ (ડીપીઆઇઆઇટી), બીઆઈએસએજી-એન, ગાતી શક્તિ વિશ્વવિદ્યાલયનાં વરિષ્ઠ અધિકારીઓ તેમજ લાઇન મંત્રાલયો/વિભાગો, સેન્ટ્રલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ્સ (સીટીઆઈ), રાજ્ય વહીવટી તાલીમ સંસ્થાઓ (એટીઆઈ), કર્મયોગી ભારત અને સંબંધિત શૈક્ષણિક અને તાલીમ સંસ્થાઓનાં પ્રતિનિધિઓ સામેલ હતાં.

સંદર્ભ પ્રસ્તુત કરીને ડીપીઆઈઆઈટીનાં સચિવ શ્રી રાજેશ કુમાર સિંહે અસરકારક અને વાજબી ખર્ચે માલપરિવહન અને માળખાગત વ્યવસ્થા સ્થાપિત કરવા માટે લોજિસ્ટિક્સ ક્ષેત્રમાં ક્ષમતા નિર્માણ અને કૌશલ્ય વિકાસની મહત્ત્વપૂર્ણ ભૂમિકા પર ભાર મૂક્યો હતો. તેમણે સીટીઆઈ અને સ્ટેટ એટીઆઈના અભ્યાસક્રમમાં લોજિસ્ટિક્સ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ અભ્યાસક્રમોને સંકલિત કરવા પર પણ પ્રકાશ પાડ્યો હતો, જેથી અધિકારીઓ માળખાગત વિકાસની જટિલતાઓને પહોંચી વળવા, લોજિસ્ટિક કાર્યક્ષમતા વધારવા અને ભારતના આર્થિક વિકાસ અને વિકાસ એજન્ડામાં નોંધપાત્ર પ્રદાન કરવા માટે વધુ સારી રીતે તૈયાર થઈ શકે.

જીએસવીના વાઇસ ચાન્સેલર પ્રોફેસર (ડો.) મનોજ ચૌધરીએ જણાવ્યું હતું કે, નોડલ એજન્સી તરીકે યુનિવર્સિટી લોજિસ્ટિક્સ સેક્ટર સાથે સંબંધિત ક્ષમતા નિર્માણ કાર્યક્રમ વિકસાવવામાં મદદ કરશે. સીટીઆઈ અને સ્ટેટ એટીઆઈ સાથેનો સહયોગ પીએમ ગતિશક્તિનાં સિદ્ધાંતો પર તાલીમ આપવા માટે ઉપયોગી થશે, જે કુશળ અને સશક્ત કાર્યબળ માટે માર્ગ મોકળો કરશે.

ત્યારબાદ, ડીપીઆઈઆઈટીના સચિવે લોજિસ્ટિક્સ અને પરિવહનમાં ગતિ શક્તિ વિશ્વવિદ્યાલયમાં 8 નવા શૈક્ષણિક કાર્યક્રમોની શ્રેણીનો પણ શુભારંભ કરાવ્યો હતો તથા શૈક્ષણિક વર્ષ 2024-25માં શરૂ થનારા પીએમ ગતિશક્તિ અભ્યાસક્રમોનો પણ શુભારંભ કરાવ્યો હતો. આ કાર્યક્રમો પરંપરાગત વિદ્યાર્થીઓ અને કર્મચારીઓમાં પહેલેથી જ રહેલા વ્યાવસાયિકો એમ બંનેની જરૂરિયાતોને પહોંચી વળવા માટે તૈયાર કરવામાં આવ્યા છે, જે લોજિસ્ટિક્સ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રો પર વ્યાપક અસરને સુનિશ્ચિત કરે છે.

કાર્યશાળામાં (1) કેન્દ્ર અને રાજ્ય સ્તરે મંત્રાલયો અને વિભાગોના ઉપયોગના કેસો ધરાવતા તમામ હિતધારકોને પીએમ ગતિશક્તિ એનએમપીની વિશેષતાઓ અને (ii) સરકારી અધિકારીઓ માટે આ સંસ્થાઓમાં તાલીમના વિવિધ સ્તરે નિયમિત માળખાગત અને લોજિસ્ટિક્સ અભ્યાસક્રમો શરૂ કરવાના સંભવિત માર્ગોની ઓળખ અને વિચારમંથનનું નિદર્શન સામેલ કરવામાં આવ્યું હતું.

આ દિશામાં આગળ વધવાનાં એક માર્ગ તરીકે પીએમજીએસ-એનએમપીનાં સ્વીકારને વધારવા માટે પ્રધાનમંત્રી ગતિશક્તિનાં સિદ્ધાંતો પર તાલીમને નિયમિત કરવા માટે મુખ્ય અભ્યાસક્રમ મોડ્યુલોની ઓળખ કરવાનું સૂચન કરવામાં આવ્યું હતું. તદુપરાંત, શૈક્ષણિક સંસ્થાઓ અને સરકારી સંસ્થાઓ વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારી અને સહયોગ અધિકારીઓ માટે સતત શીખવાના વાતાવરણને પ્રોત્સાહન આપી શકે છે.

AP/GP/JD


(Release ID: 2017455) Visitor Counter : 71


Read this release in: English