સંરક્ષણ મંત્રાલય
azadi ka amrit mahotsav

ગાંધીનગરમાં હિન્દઆયન દિલ્હીથી પુણે સાયકલ અભિયાન 2024નું આયોજન કરાયું

Posted On: 14 FEB 2024 4:34PM by PIB Ahmedabad

14મી ફેબ્રુઆરીના રોજ ગાંધીનગરમાં હિન્દઆયન દિલ્હીથી પુણે સાયકલ અભિયાન 2024નું આયોજન કરવામાં આવ્યું હતું. અમદાવાદના ઐતિહાસિક સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય સ્મારક ખાતેથી એનડીઆરએફના નિરીક્ષક રણજીતસિંહ પટેલ દ્વારા કાર્યક્રમને ફ્લેગ ઓફ કરવામાં આવ્યો હતો. આ સાયકલિંગ ઝુંબેશનો હેતુ ભારતના નાગરિકોમાં સાયકલિંગ દ્વારા સ્વસ્થ જીવન અને સારી માનસિક શક્તિને પ્રોત્સાહન આપવાનો છે.

હિન્દઆયન દિલ્હીથી પુણે સાયકલ અભિયાનની બીજી આવૃત્તિ નેશનલ વોર મેમોરિયલ, નવી દિલ્હીથી શનિવારે, 10 ફેબ્રુઆરીએ શરૂ થઈ હતી અને છત્રપતિ શિવાજી મહારાજની જન્મજયંતિ, 19 ફેબ્રુઆરીએ પુણેમાં સમાપ્ત થશે. આ વખતે થીમ છે 'એક ભારત, શ્રેષ્ઠ ભારત'. આ અભિયાનમાં કુલ 62 સાયકલ સવારોએ ભાગ લીધો છે. નિરીક્ષક રણજીતસિંહ પટેલની આગેવાની હેઠળ એનડીઆરએફના 50 સાયકલ સવારોની ટીમ અને બીએસએફના 12 સાયકલ સવારોની ટીમ પણ સામેલ છે.

હાલમાં ભારતમાં લાંબા અંતરની સાયકલિંગ રેસ નથી. તેથી, રાષ્ટ્રીય સાયકલિંગ ટીમ અને સશસ્ત્ર દળોના એડવેન્ચર સેલના મોટાભાગના સભ્યોએ લાંબા અંતરની સાયકલિંગ રેસમાં ભાગ લેવા માટે યુએસ, યુકે અને ફ્રાન્સનો પ્રવાસ કરવો પડે છે.'આથી, સાયકલિંગની સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા અને અમારી સાઇકલિંગ ટીમોને આઉટડોર પ્રેક્ટિસ કરવા માટે એક પ્લેટફોર્મ આપવા માટે, અમે 'હિન્દઅયાન સાયકલ એક્સપિડિશન એન્ડ રેસ'નું આયોજન કર્યું છે, જેઓ પાંચ ખંડોના 35 દેશો દ્વારા વિશ્વની ઓવરલેન્ડની પરિક્રમા કરનાર પ્રથમ ભારતીય છે.

AP/GP/JD


(Release ID: 2005920) Visitor Counter : 107


Read this release in: English