પશુ સંવર્ધન, ડેરી અને મત્સ્ય ઉછેર મંત્રાલય
azadi ka amrit mahotsav

કેન્દ્રીય મત્સ્યપાલન, પશુપાલન અને ડેરી મંત્રી શ્રી પરષોત્તમ રૂપાલાએ આજે ગુજરાતનાં કચ્છ ખાતે સમુદ્રી સેવાળ (સી-વીડ)ની ખેતીને પ્રોત્સાહન આપવા અંગેની પ્રથમ રાષ્ટ્રીય પરિષદની અધ્યક્ષતા કરી


સમુદ્રી સેવાળની ખેતી દરિયાઈ સેવાળનાં ઉત્પાદનોની રોજગારીના સર્જન માટે એક વિકલ્પ છે, કારણ કે તે દરિયાઈ ઉત્પાદનમાં અને માછલીના ખેડૂતોની આવક વધારવાની તેની તકોમાં વિવિધતા લાવે છે – કેન્દ્રીય મંત્રી

કોરી ખાડીનો પાયલોટ પ્રોજેક્ટ સમુદ્રી સેવાળની ખેતી માટે ગેમ ચૅન્જર બની શકે છે-શ્રી પરષોત્તમ રૂપાલા

Posted On: 27 JAN 2024 8:02PM by PIB Ahmedabad

સમગ્ર ભારતમાં દરિયાઈ સેવાળ (સી-વીડ)-ઘાસની ખેતીનો અમલ કરવા અને દરિયાઈ સેવાળની ખેતીને પ્રોત્સાહન આપવા માટે, કેન્દ્રીય મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી (એફ.એ.એચ.ડી.) મંત્રી શ્રી પરષોત્તમ રૂપાલાએ 27 જાન્યુઆરી, 2024ના રોજ કોટેશ્વર (કોરી ક્રીક), કચ્છ, ગુજરાત ખાતે દરિયાઈ સેવાળની ખેતીને પ્રોત્સાહન આપવા અંગેની રાષ્ટ્રીય પરિષદની અધ્યક્ષતા કરી હતી. કચ્છના સાંસદ શ્રી વિનોદ ચાવડા, અબડાસાના ધારાસભ્ય શ્રી પી. એમ. જાડેજા, મત્સ્યોદ્યોગ વિભાગના સચિવ ડૉ. અભિલક્ષ લિખી,  મત્સ્યોદ્યોગ વિભાગનાં સંયુક્ત સચિવ શ્રીમતી નીતુ કુમારી પ્રસાદ, સંયુક્ત સચિવ, ડીઓએફ શ્રી સાગર મેહરા, નાયબ મહાનિદેશક, આઈસીએઆર ડૉ. જે. કે. જેના,  આઇજી, બીએસએફ શ્રી અભિષેક પાઠક,  સીઇ, એનએફડીબી ડૉ. એલ. એન. મૂર્તિ,  નિયામક (એફવાય) ગુજરાત સરકાર શ્રી નીતિન સાંગવાન અને અન્ય મહાનુભાવો પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.

 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0015CRB.jpg

કેન્દ્રીય મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રી (એફ.એ.એચ.ડી.)એ સહભાગીઓ, માછીમારો અને માછીમાર મહિલાઓને સંબોધન કર્યું હતું અને સમુદ્રી સેવાળની ખેતીનાં મહત્વ પર ભાર મૂક્યો હતો. તેમણે માછીમારો અને માછીમાર મહિલાઓને ઉત્પાદનની વિશાળ તકોને ધ્યાનમાં રાખીને દરિયાઈ સેવાળની ખેતી અપનાવવા માટે પણ પ્રોત્સાહિત કર્યાં હતાં. શ્રી રૂપાલાએ એ વાતનો પણ ઉલ્લેખ કર્યો હતો કે દરિયાઈ સેવાળની ખેતી પરની આ પ્રથમ રાષ્ટ્રીય પરિષદ છે જે સમુદ્રી સેવાળનાં ઉત્પાદનોના રોજગાર સર્જન માટે વૈકલ્પિક છે કારણ કે તે દરિયાઇ ઉત્પાદનમાં અને માછીમારોની આવક વધારવા માટેની તકોમાં વિવિધતા લાવે છે, પરંપરાગત માછીમારી પરની નિર્ભરતા ઘટાડે છે અને દરિયાકાંઠાના સમુદાયોની આજીવિકામાં વિવિધતા લાવે છે.

 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image002MAG7.jpg

કેન્દ્રીય મંત્રીએ એવી પણ માહિતી આપી હતી કે કોરી ખાડીનો પાયલોટ પ્રોજેક્ટ સમુદ્રી સેવાળ- સી-વીડની ખેતી માટે ગેમ ચૅન્જર બની શકે છે. તેમણે તમામ હિતધારકોને સમુદ્રી સેવાળની ખેતીને સફળ બનાવવા માટે તેમનાં સૂચનો અને ઇનપુટ્સ સાથે આગળ આવવા હાકલ કરી હતી.

 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image003TTXO.jpg

સચિવ ડૉ. અભિલક્ષ લિખીએ સી-વીડની ખેતીના પડકારો અને તકો પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે પડકારોનું મૂલ્યાંકન કરવાની અને સમુદ્રી સેવાળ મૂલ્ય સાંકળમાં ઉકેલો શોધવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, સરકારનો ઉદ્દેશ સમુદ્રી સેવાળનાં ઉત્પાદનમાં નવીનતાઓ લાવવાનો, નીતિ માળખા, નિયમો પર વિચાર-વિમર્શ કરવાનો, નેટવર્કિંગની તકોને સરળ બનાવવાનો અને સંબંધોને પ્રોત્સાહન આપવાનો છે. તેમણે એવી પણ માહિતી આપી હતી કે, સી-વીડ વેલ્યુ ચેનનું એન્ડ-ટુ-એન્ડ મેપિંગ અને વેલ્યુ ચેનમાં આવતા અવરોધોને દૂર કરવા એ સમયની જરૂરિયાત છે અને અમારો વિભાગ તેના માટે પ્રતિબદ્ધ છે.

 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image004L0IM.jpg

કેન્દ્રીય મંત્રીએ અન્ય મહાનુભાવોની સાથે મત્સ્યોદ્યોગ સ્ટાર્ટ-અપ્સ જેમ કે ક્લાઇમેક્રૂ (ગુજરાત) અને પુકાઈ એક્વાગરી (આંધ્ર પ્રદેશ), સંશોધન સંસ્થાઓ એટલે કે આઈસીએઆર-સેન્ટ્રલ મરીન ફિશરીઝ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (CMFRI), સીએસઆઈઆર-સેન્ટ્રલ સોલ્ટ મરીન કેમિકલ્સ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (CSMCRI) અને ICAR-સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફિશરીઝ ટેકનોલોજી (CIFT) અને NFDB (ભારત સરકાર) દ્વારા સ્થાપિત પ્રદર્શનનાં વિવિધ સ્ટોલની મુલાકાત લીધી હતી. આ સ્ટોલમાં સમુદ્રી સેવાળ મૂલ્ય વર્ધિત ઉત્પાદનો અને ખેતીની પ્રક્રિયાઓ અને ઉપયોગમાં લેવાતી સામગ્રીનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કેન્દ્રીય મંત્રીએ આ પ્રદર્શનની તેમની મુલાકાત દરમિયાન ભાગ લેનારા ઉદ્યોગસાહસિકો અને વૈજ્ઞાનિકો સાથે વાતચીત કરી હતી.

 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0052QJC.jpg

 

કેન્દ્રીય મંત્રી શ્રી પરષોત્તમ રૂપાલાએ 27.01.2024ના રોજ બીએસએફની હાઇ સ્પીડ બોટ સાથે કોરી ક્રીક પ્રોજેક્ટ સ્થળની મુલાકાત લીધી હતી અને દરિયાઈ સેવાળની ખેતીની વિવિધ પદ્ધતિઓનું નિરીક્ષણ કર્યું હતું. સી-વીડ ડેવલપમેન્ટ પર રાષ્ટ્રીય પરિષદ દરમિયાન ગુજરાતના કચ્છ જિલ્લાના કોરી ખાડી ખાતે CMFRI, CSMCRI અને NFDB પાયલોટ પ્રોજેક્ટ્સ દ્વારા મોનોલિન, ટ્યુબ-નેટ અને રાફ્ટનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. મંત્રીશ્રીએ અત્યાધુનિક સી-વીડ ફાર્મિંગ નિહાળ્યું: રાફ્ટ કલ્ચર અને ટ્યુબ નેટ પાયલોટ ICAR-CMFRI, CSMCRI અને TSC-પર્પલ ટર્ટલ સાથે સમુદ્ર સંચાલિત ખોરાક માટે માર્ગ મોકળો કરે છે. મહાનુભાવોએ સંશોધન સંસ્થાઓ અને ખાનગી ઉદ્યોગસાહસિકોના પ્રતિનિધિઓ સાથે વાતચીત કરી હતી અને પ્રગતિ, પડકારો અને આગળના માર્ગો અંગે ચર્ચા કરી હતી.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image006C8TG.jpg

ICAR-સેન્ટ્રલ મરીન ફિશરીઝ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (CMFRI) કોચીના વરિષ્ઠ વૈજ્ઞાનિક ડૉ. દિવુ, ડૉ. મંગલ સિંહ રાઠોડ, સિનિયર પ્રોફેસર CSIR-સેન્ટ્રલ સોલ્ટ મરીન કેમિકલ્સ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (CSMCRI) ભાવનગર અને લક્ષદ્વીપની ધ સી-વીડ કંપનીના ઉદ્યોગસાહસિક શ્રી હરિ એસ થિવાક દ્વારા ફિલ્ડ પરના અનુભવો અને સમજણ આપવામાં આવી હતી.

 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image007747F.jpg

શ્રીમતી નીતુ પ્રસાદે કેન્દ્રીય મંત્રી અને અન્ય મહાનુભાવોનો તમામ પ્રયાસોમાં તેમના માર્ગદર્શન અને સમર્થન બદલ આભાર માન્યો હતો અને સી-વીડ ક્ષેત્રમાં થયેલી સિદ્ધિઓ/પ્રગતિ પર પ્રકાશ પાડ્યો હતો.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0084B4M.jpg

કેન્દ્રીય મંત્રી શ્રી પરષોત્તમ રૂપાલાએ લાભાર્થીઓને પીએમએમએસવાયની વિવિધ પરિયોજનાઓના મંજૂરી આદેશોનું વિતરણ પણ કર્યું હતું જેમાં નવી ફિન ફિશ હેચરી, નવું તળાવ વગેરે સામેલ છે. આ ઉપરાંત, ઘેડ ફિશ એન્ડ ફાર્મ્સ પ્રોડ્યુસર કંપની લિમિટેડને ઇનપુટ સહિત મોનોલિન/ટ્યુબનેટ પદ્ધતિ સાથે સી-વીડ કલ્ચરની સ્થાપના માટે નાણાકીય સહાય આપવામાં આવી હતી.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image00983OI.jpg

આ પ્રસંગે મત્સ્ય ખેડૂતો, માછીમારો, મત્સ્યોદ્યોગ સહકારી મંડળીઓ અને મત્સ્યોદ્યોગ વ્યવસ્થાપનમાં સામેલ રાજ્યો/કેન્દ્ર શાસિત પ્રદેશોના સરકારી અધિકારીઓ, વિવિધ મત્સ્યોદ્યોગ યુનિવર્સિટીઓ અને કૉલેજો વગેરેના વૈજ્ઞાનિકો અને સંશોધકોનો સમાવેશ થાય છે. આ પરિષદમાં આશરે 300 લાભાર્થીઓએ ભાગ લીધો હતો. તે તમામ સહભાગીઓને શ્રેષ્ઠ પદ્ધતિઓ વિશે જાણવાની અને સી-વીડ નિષ્ણાતો સાથે વિચારોનું આદાનપ્રદાન કરવાની તક આપે છે. આ પરિષદ સમગ્ર સમુદાયના લાભ માટે મત્સ્યોદ્યોગ ક્ષેત્રમાં સી-વીડની ખેતીની પહોંચને મજબૂત કરવા અને વિસ્તૃત કરવા માટે એક વ્યાપક અભિગમની કલ્પના કરે છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image010OQK0.jpg

 

વિવિધ હિતધારકોની પરાકાષ્ઠા સાથે, આ પરિષદ ઉદ્યોગસાહસિકો, પ્રોસેસરો, ખેડૂતો વચ્ચે જાગૃતિ વધારીને મત્સ્યોદ્યોગ સમુદાયમાં અસરકારક અનુભવો અને સફળતાની વાર્તાઓ દ્વારા દરિયાઈ સેવાળની ખેતીને સ્વીકારવા માટે ઓળખવા, સહયોગ અને ભાગીદારીને પ્રોત્સાહન આપવા માટે યોગ્ય તક તરીકે કામ કરે છે.

 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image011VMPC.jpg

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં નેતૃત્વમાં બહુ-પરિમાણીય હસ્તક્ષેપો દ્વારા ભારતનું મત્સ્યોદ્યોગ ક્ષેત્ર પ્રગતિની દિશામાં આગળ વધી રહ્યું છે. પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના (પી.એમ.એમ.એસ.વાય.) એ મત્સ્યોદ્યોગ વિભાગ (ડી.ઓ.એફ.)ની મુખ્ય યોજના છે અને તેમાં દરિયાઈ ઘાસની ખેતી સહિત વિવિધ મત્સ્યોદ્યોગ પ્રવૃત્તિઓ માટે નાણાકીય સહાયની જોગવાઈઓ સામેલ છે. સી-વીડને વૈશ્વિક સ્તરે પોષક તત્ત્વોના મહત્વપૂર્ણ સ્ત્રોત તરીકે અને કાર્બન સીક્વેસ્ટર તરીકે જોવામાં આવે છે, તેથી તેની વૃદ્ધિ અને ઉપયોગ પર્યાવરણના અધઃપતનને ઘટાડવા, દરિયાઇ ઇકોસિસ્ટમને સંતુલિત કરવા અને માનવ વસ્તી માટે પોષણની જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે મહત્વપૂર્ણ છે. ભારતમાં સી-વીડનું આર્થિક મહત્વ કૃષિ, ખોરાક, ફાર્માસ્યુટિકલ્સ, સૌંદર્ય પ્રસાધનો, જળચરઉછેર અને જૈવ ઇંધણનાં ઉત્પાદનની ક્ષમતામાં તેના યોગદાનને કારણે છે. તે રોજગારીનું સર્જન કરે છે, બ્લૂ અર્થતંત્રને ટેકો આપે છે અને નિકાસની તકો પ્રદાન કરે છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image01284DG.jpg

તેના પર્યાવરણીય અને આરોગ્ય લાભો સાથે, સી-વીડ ક્ષેત્રનો વિકાસ એ મત્સ્યોદ્યોગ વિભાગની મુખ્ય યોજના, પીએમએમએસવાય માટે કેન્દ્રીય ક્ષેત્રોમાંનું એક છે અને આ ગર્ભ ક્ષેત્રને વિકસાવવા માટે પહેલ શરૂ કરવામાં આવી છે. ભારતમાં સી-વીડનું આર્થિક મહત્વ કૃષિ, ખોરાક, ફાર્માસ્યુટિકલ્સ, સૌંદર્ય પ્રસાધનો, જળચરઉછેર અને જૈવ ઇંધણના ઉત્પાદનની ક્ષમતામાં તેનાં યોગદાનને કારણે છે. તે રોજગારીનું સર્જન કરે છે, બ્લૂ અર્થતંત્રને ટેકો આપે છે અને નિકાસની તકો પ્રદાન કરે છે.

CB/JD


(Release ID: 2000145) Visitor Counter : 202


Read this release in: English , Urdu , Hindi