પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીનાં અગ્ર સચિવે સિલ્કયારા ટનલ સાઇટની મુલાકાત લીધી


ફસાયેલા કામદારો સાથે વાતચીત કરી; તેમને સલામત બચાવની ખાતરી આપી

Posted On: 27 NOV 2023 6:37PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રીનાં અગ્ર સચિવ ડૉ. પી. કે. મિશ્રાએ આજે ઉત્તરકાશીમાં સિલ્કયારા બચાવ કામગીરી સ્થળની મુલાકાત લીધી હતી. તેમણે ટનલની અંદર કાટમાળ મારફતે કરવામાં આવી રહેલા હોરિઝોન્ટલ ડ્રિલિંગ સ્થળની તેમજ રેલ વિકાસ નિગમ લિમિટેડ (આરવીએનએલ) અને સતલજ જલ વિદ્યુત નિગમ લિમિટેડ (એસજેવીએનએલ)ની ઊભી ડ્રિલિંગ સાઇટ્સની મુલાકાત લીધી હતી. તેમણે આરવીએનએલ દ્વારા કરવામાં આવી રહેલા ૧૭૦ મીટર લંબરૂપ ટનલના કામની પણ મુલાકાત લીધી હતી.

ફસાયેલા કામદારો સાથે વાતચીત

ડો.મિશ્રાએ કમ્યુનિકેશન લાઇન દ્વારા ફસાયેલા કામદારો સાથે પણ વાતચીત કરી હતી અને તેમને તેમના સલામત બચાવની ખાતરી આપી હતી. તેમણે આત્મવિશ્વાસ અને આશાવાદ વ્યક્ત કર્યો હતો. તેમણે ફસાયેલા વ્યક્તિઓના પરિવારના સભ્યો સાથે પણ વાતચીત કરી હતી અને સલામત બચાવની ખાતરી આપી હતી.

અગ્ર સચિવે એજન્સીઓને પુરુષો અને મશીનરીની સંપૂર્ણ સલામતી સાથે તેમજ અમલની ઝડપી ગતિ સાથે બચાવ કામગીરી હાથ ધરવાની સલાહ આપી હતી. તેમણે ફસાયેલા લોકોનાં સલામત બચાવમાં સમયનાં મહત્ત્વ પર ભાર મૂક્યો હતોતેમણે એવી પણ સૂચના આપી હતી કે, અંદર ફસાયેલા લોકોની સારી રીતે કાળજી લેવી જોઈએ, જેમાં ખાદ્ય ચીજવસ્તુઓ તેમજ અન્ય દૈનિક વપરાશની ચીજવસ્તુઓનો સમયસર પુરવઠો પૂરો પાડવામાં આવે.

ડો.મિશ્રાએ જણાવ્યું હતું કે લોકોને આરોગ્ય વિભાગ દ્વારા સતત આરોગ્ય દેખરેખ અને સલાહ આપવી જોઈએ તેમજ તેમના માનસિક સ્વાસ્થ્ય માટે સમયાંતરે પરામર્શ સત્રો હોવા જોઈએ. ડો.મિશ્રાએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, ભારત સરકાર બચાવ કામગીરી માટે દેશની વિવિધ એજન્સીઓ/સંસ્થાઓને તમામ પ્રકારની સહાય પૂરી પાડશે.

એનએચઆઇડીસીએલ, આરવીએનએલ, એસજેવીએનએલ, ઓએનજીસી, ટીએચડીસી, સીઆઇએમએફઆર, બીઆરઓ, જીએસઆઇ, આંતરરાષ્ટ્રીય નિષ્ણાતો અને કેટલીક ખાનગી એજન્સીઓ જેવી વિવિધ એજન્સીઓનાં અધિકારીઓએ મુખ્ય સચિવને તેમની એજન્સીઓ દ્વારા હાથ ધરવામાં આવેલા બચાવ કાર્યો વિશે જાણકારી આપી હતી.

અગ્ર સચિવે મશીન ઓપરેટર, વેલ્ડર, રેટ માઈનર્સ, પોલીસ, એસડીઆરએફ, એનડીઆરએફ, બીઆરઓ, આર્મી, આઇટીબીપી, જિલ્લા વહીવટીતંત્ર અને ઓપરેશનમાં સામેલ અન્ય તમામ એજન્સીઓ જેવા વિવિધ ગ્રાઉન્ડ સ્ટાફની સખત મહેનતની પ્રશંસા કરી હતી.

ડૉ. પી કે મિશ્રાની સાથે કેન્દ્રીય ગૃહ સચિવ શ્રી અજય ભલ્લા, ઉત્તરાખંડનાં મુખ્ય સચિવ શ્રી સુખબીર સિંહ સંધુ અને પ્રધાનમંત્રી કાર્યાલયનાં અધિક સચિવ શ્રી હરિ રંજન રાવ પણ ઉપસ્થિત હતાં.

CB/GP/JD


(Release ID: 1980204) Visitor Counter : 128


Read this release in: English