સંચાર અને સુચના પ્રૌદ્યોગિકી મંત્રાલય
ગુજરાતના ચીફ પોસ્ટ માસ્ટર જનરલ તરીકે શ્રી ગણેશ વી સાવલેશ્વરકરે ચાર્જ સંભાળ્યો
પોસ્ટેડ ઓન:
25 OCT 2023 1:07PM by PIB Ahmedabad

શ્રી ગણેશ વી સાવલેશ્વરકરે આજે 25.10.2023 ના રોજ ચીફ પોસ્ટ માસ્ટર જનરલ, ગુજરાત સર્કલ, અમદાવાદનો ચાર્જ સંભાળી લીધો છે. તેઓ ભારતીય પોસ્ટ સેવાના 1995ની બેચના અધિકારી છે અને તેમમે મહારાષ્ટ્ર, ગુજરાત, આંધ્ર પ્રદેશમાં વિવિધ હોદ્દાઓ પર તથા નવી દિલ્હીમાં પોસ્ટલ ડિરેક્ટોરેટ તરીકે કામ કર્યું છે. તેઓ અગાઉ વડોદરા ખાતે પોસ્ટલ ટ્રેનિંગ સેન્ટરના ડિરેક્ટર હતા. તેઓ વિભાગના આઈટીના આધુનિકિકરણ માટેના પ્રોજેક્ટ સાતે સંકળાયેલા હતા. ડિસેમ્બર 2015ની મનકી બાતમાં માનનીય પ્રધાનમંત્રીએ મન કી બાતમાં તેમનો ઉલ્લેખ પણ કર્યો હતો.
CB/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(રીલીઝ આઈડી: 1970689)
મુલાકાતી સંખ્યા : 209