કાપડ મંત્રાલય

NIFTના નિયામક પ્રો. ડૉ. સમીર સૂદે સેન્ટ્રલ ઓફિસ ઓફ બ્રાન્ડ્સ એન્ડ સોર્સિંગ લીડર્સ (બીએસએલ)ની મુલાકાત લીધી

Posted On: 11 OCT 2023 4:52PM by PIB Ahmedabad

પ્રો. ડૉ. સમીર સૂદ, નિયામક, નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફેશન ટેક્નોલોજી (NIFT), ગાંધીનગર દ્વારા
તા. ૧૦/૧૦/૨૦૨૩ના રોજ, સેન્ટ્રલ ઑફિસ ઑફ બ્રાન્ડ્સ એન્ડ સોર્સિંગ લીડર્સ (BSL) એસોસિએશનની મુલાકાત લેવામાં આવી અને તેમણે BSLની ટોચની મેનેજમેન્ટ ટીમ તેમજ ફેબ ઇન્ડિયા, ટ્રિબર્ગ, એલાઇડર્સ અને AI ગ્લોકલ સાથે પણ મુલાકાત કરી હતી.

મીટિંગમાં નીચે મુજબનાં સભ્યો હાજર રહ્યા હતા:

શ્રી રમણ દત્તા, ડાયરેક્ટર, એલાઈડર્સ અને જનરલ સેક્રેટરી, BSL

શ્રી સંજય શુક્લા, ટીમ લીડર, ટ્રિબર્ગ

સુશ્રી કનિકા બત્રા, ડાયરેક્ટર, AI ગ્લોકલ

સુશ્રી આરતી રોય, બિઝનેસ હેડ, ઘર અને જીવનશૈલી- ફેબ ઇન્ડિયા ઓવરસીઝ પ્રાઇવેટ લિમિટેડ

સુશ્રી પ્રિયા વિજ, હેડ, સોફ્ટ હોમ ફેબ ઇન્ડિયા

BSLમાં સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય વસ્ત્રો અને ટેક્સટાઇલ બ્રાન્ડ બંનેના ટોચના અધિકારીઓનો સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે, BSL વિશિષ્ટ સંસ્થા છે જે વૈશ્વિક અને સ્થાનિક બંને બ્રાન્ડના લીડરોને એક પ્લેટફોર્મ પર સમાવિષ્ટ કરે છે. તેમની વૈવિધ્યસભર સદસ્યતામાં 350થી વધુ પ્રખ્યાત બ્રાન્ડ્સ અને સોર્સિંગ ઑફિસના પ્રતિનિધિઓનો સમાવેશ થાય છે, જેમ કે માર્ક્સ એન્ડ સ્પેન્સર, ઝારા, એચએન્ડએમ, આદિત્ય બિરલા, અરવિંદ ફેશન, ટ્રિબર્ગ, ન્યુટાઇમ્સ, પીડીએસ ગ્રુપ, સ્પાયકર, નાઇકી, એડિડાસ, ફ્રેન્ચ કનેક્શન યુકે, લિ એન્ડ ફંગ, નેક્સ્ટ., બેસ્ટ સેલર્સ, Myntra, GAP, Macy's, Target, Jockey, Landmark, Nykaa, Fab India વગેરે.

મુલાકાત દરમિયાન, પ્રો. ડૉ. સમીર સૂદ, નિયામક નિફટ ગાંધીનગરે, BSL, ફેબ ઇન્ડિયા અને ટ્રિબર્ગની ટોચની મેનેજમેન્ટ ટીમ સાથે ફળદાયી બેઠક કરી હતી. કૌશલ્ય વિકાસ, વૈશ્વિક બજાર સંશોધન, ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઉન્નતીકરણ, માર્કેટિંગ, આઈપી પ્રોટેક્શન, નિકાસ, આંતરરાષ્ટ્રીય સહયોગ, ટકાઉપણું, સરકારી સમર્થન અને ગુણવત્તા નિયંત્રણ જેવા ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરીને ભારતના હેન્ડલૂમ અને હેન્ડીક્રાફ્ટ ક્ષેત્રને પ્રોત્સાહન આપવાની વ્યૂહરચનાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. ટેક્સટાઇલ ઉદ્યોગ માટે પ્રધાનમંત્રી શ્રીના પાંચ એફ (Five F) વિઝનને અનુરૂપ સેક્ટરને વૈશ્વિક સ્તરે ઉન્નત કરવા પર ચર્ચાનું કેન્દ્ર હતું.

વધુમાં, પ્રો. ડૉ. સમીર સૂદ, નિયામક, નિફટ અને BSL અને ફેબ ઈન્ડિયાની ટીમે મીટિંગમાં હાજર નિફટ વિદ્યાર્થીઓ, ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અને ફેબ ઈન્ડિયા વચ્ચે સહયોગ વધારવાની શક્યતાઓ શોધી કાઢી હતી. જેનો ધ્યેય માર્કેટેબલ વર્તમાન ફેશન વલણો સાથે પડઘો પાડતી નવીન ડિઝાઇન્સ ઉત્પન્ન કરવાનો છે. બેઠકની ચર્ચામાં ઈન્ટર્નશીપને ઔપચારિક બનાવવા, ક્રાફ્ટ સંશોધન દસ્તાવેજીકરણ અને ફેબ ઈન્ડિયા સાથે હસ્તકલા-કેન્દ્રિત ડિઝાઇન પ્રોજેક્ટ્સ શરૂ કરવા ઉપર કેન્દ્રિત હતી. પ્રયાસ માત્ર નિફટ અને સંસ્થાના વિદ્યાર્થીઓને નહીં પરંતુ ભારતના હેન્ડલૂમ અને હેન્ડીક્રાફ્ટ સેક્ટરના સર્વગ્રાહી વિકાસ માટે પણ લાભો પહોંચાડવાનો પ્રયાસ કરે છે.

અંતમાં, પ્રો. ડૉ. સમીર સૂદ, નિયામક, નિફટ ગાંધીનગરનું શ્રી રમણ દત્તા, સ્થાપક અને રાષ્ટ્રીય મહાસચિવ (BSL), અને ટ્રાઇબર્ગ, ફેબ ઇન્ડિયાની ટોચની મેનેજમેન્ટ ટીમ દ્વારા BSL ગ્લોબ ટ્રોફીથી સન્માન કરવામાં આવ્યું હતું.

CB/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1966678) Visitor Counter : 100


Read this release in: English