નાણા મંત્રાલય

ડીઆરઆઈએ ઓપરેશન સિગારમાં મુન્દ્રા બંદરે વિદેશી સિગારેટ ભરેલું કન્ટેનર જપ્ત કર્યું

Posted On: 02 SEP 2023 9:10PM by PIB Ahmedabad

ચોક્કસ બાતમીના આધારે, DRI અમદાવાદના અધિકારીઓએ મુંદ્રા બંદર પર આયાતી કન્સાઈનમેન્ટ અટકાવ્યું હતું. કન્સાઇનમેન્ટને "ઓટો એર ફ્રેશનર" તરીકે જાહેર કરવામાં આવ્યું હતું અને તેને જેબેલ અલી પોર્ટ પરથી મોકલવામાં આવ્યું હતું.

ઉપરોક્ત માલસામાનની વિગતવાર તપાસ દરમિયાન, અધિકારીઓએ નોંધ્યું કે કન્ટેનરમાં પ્રથમ પંક્તિના પેકેજો ઘોષિત માલના હતા એટલે કે "ઓટો એર ફ્રેશનર"ના હતા. જો કે, જણાવેલી 1લી પંક્તિની પાછળ, તમામ પેકેજોમાં વિદેશી મૂળની સિગારેટ "ગોલ્ડ ફ્લેક્સ" હતી. આમાંની મોટાભાગની વિદેશી મૂળની સિગારેટ પર "મેડ ઈન તુર્કી"ના નિશાન હતા. તે મુજબ પંચનામાની કાર્યવાહી હેઠળ કુલ 32.5 લાખની સ્ટિક્સ જપ્ત કરવામાં આવી હતી. જપ્ત કરાયેલી સિગારેટની કિંમત અંદાજે રૂ. 6.5 કરોડ થાય છે.

એવું પણ જોવામાં આવ્યું હતું કે સિગારેટના કેટલાક પેકેટો પર “મેડ ઈન ઈન્ડિયા” લખેલું હતું. નકલી સિગારેટ અથવા તેવી જ રીતે આયાત કરવાના પ્રયાસની શક્યતા ઓળખવા માટે ક્ષેત્રના નિષ્ણાતોના સાથે અધિકારીઓ સંપર્કમાં છે.

આ જપ્તી DRI માટે મોટી સફળતા છે અને ભારતમાં વિદેશી સિગારેટની દાણચોરી પર તેની નોંધપાત્ર અસર પડશે.

વધુ તપાસ ચાલુ છે.

CB/GP/JD



(Release ID: 1954433) Visitor Counter : 297


Read this release in: English