સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
ભારતની G20ની અધ્યક્ષતા
કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ તેમજ રસાયણ અને ખાતર મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ G20 મંત્રીઓ અને પ્રતિનિધિઓ સાથે ઇન્ડિયા મેડટેક એક્સ્પો 2023ની મુલાકાત લીધી
ભારતમાં આયુષ્ય 29 વર્ષથી વધીને 69 વર્ષ થયું છે અને આગળ જતાં તે વધવા જઇ રહ્યું છે, જે આરોગ્ય સંભાળ માટે તકો અને પડકારો બંને પ્રદાન કરે છેઃ ડૉ. વી કે પૌલ
ફાર્માસ્યુટિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચની નેશનલ ઇન્સ્ટિટ્યુટ્સ સેન્ટર્સ ઓફ એક્સલન્સની સ્થાપના કરીને અને લાયકાત ધરાવતા અને પ્રશિક્ષિત વિદ્યાર્થીઓનો ટેલેન્ટ પૂલ બનાવીને વિશ્વકક્ષાની સંશોધન સંસ્થાઓ બનશે
નીતિ ઘડનારાઓ અને ઉદ્યોગજગતના નિષ્ણાતોએ મેડટેક ક્ષેત્રમાં ઉદ્યોગ અને શિક્ષણજગત વચ્ચે ઘનિષ્ઠ સહયોગ અને ભાગીદારીની હિમાયત કરી
Posted On:
19 AUG 2023 5:04PM by PIB Ahmedabad
કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ તેમજ રસાયણ અને ખાતર મંત્રી, ડૉ. મનસુખ માંડવિયાએ G-20 મંત્રીઓ અને પ્રતિનિધિઓ સાથે ભારતના પ્રથમ મેડિકલ ટેક્નોલોજી એક્સ્પો, ઇન્ડિયા મેડટેક એક્સ્પો 2023ની મુલાકાત લીધી હતી. કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્ય મંત્રીઓ ડૉ. ભારતી પ્રવિણ પવાર અને પ્રોફેસર એસ પી સિંહ બઘેલ, અને નીતિ આયોગના સભ્ય (આરોગ્ય) ડૉ. વી. કે. પૌલ પણ તેમની સાથે ઉપસ્થિત રહ્યા હતા. પ્રતિનિધિઓએ પ્રદર્શન હોલમાં લટાર મારી હતી અને એક્સ્પોમાં ફ્યુચર પેવેલિયન, સ્ટાર્ટઅપ્સ પેવેલિયન તેમજ R&D પેવેલિયન જેવા વિવિધ પેવેલિયનની મુલાકાત લીધી હતી. તેમણે પ્રદર્શનમાં તબીબી ઉપકરણો અને ટેકનોલોજીઓ વિશે પણ પૂછપરછ કરી હતી અને પ્રદર્શકો સાથે સંવાદ કર્યો હતો.
ડૉ. વી. કે. પૌલે જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર મોટી ઉંમરના લોકોને અને જાહેર જનતાના જીવનને સરળ બનાવવા માટે કામ કરી રહી છે અને નીતિ સ્તરના ફેરફારો કરવા સહિત સૂચનો મેળવવા માટે તૈયાર છે. તેમણે જણાવ્યું હતું કે, ભારતમાં આયુષ્ય 29 વર્ષથી વધીને 69 વર્ષ થઇ ગયું છે અને આગળના સમયમાં હજુ પણ તે વધશે, તેથી તે આરોગ્ય સંભાળ માટે તકો અને પડકારો બંને પ્રદાન કરે છે. તેમણે વધુમાં વૃદ્ધ વસ્તી, જેમાં ખાસ કરીને મહિલાઓ માટે સ્માર્ટ અને સસ્તાં ઉકેલો તૈયાર કરવાની ભલામણ કરી હતી.
કેન્દ્ર સરકારે પાંચ વર્ષના સમયગાળામાં રૂપિયા 700 કરોડના હંગામી ખર્ચ સાથે "ફાર્મા મેડટેક ક્ષેત્રમાં સંશોધન અને આવિષ્કારને પ્રોત્સાહન" માટેની યોજના સૂચિત કરી છે, જે રાષ્ટ્રીય ફાર્માસ્યુટિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ (NIPER)ને સેન્ટર્સ ઓફ એક્સેલન્સની સ્થાપના કરીને અને લાયકાત ધરાવતા અને પ્રશિક્ષિત વિદ્યાર્થીઓનો ટેલેન્ટ પૂલ બનાવીને વિશ્વસ્તરીય સંશોધન સંસ્થા બનવામાં મદદ કરશે. તે વ્યાપારી રીતે સદ્ધર ઉત્પાદનોને લોન્ચ કરવામાં પણ મદદ કરશે, જેનાથી ભારતીય ફાર્માસ્યુટિકલ્સ ક્ષેત્રના વિકાસને વેગ મળી શકશે.
આ દરમિયાન એવી પણ માહિતી આપવામાં આવી હતી કે, આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય, સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલય તેમજ નીતિ આયોગ ભારતમાં આરોગ્ય સંભાળ અને વૃદ્ધોના કલ્યાણને કેન્દ્ર સ્થાને રાખીને અનેકવિધ પહેલમાં જોડાયેલા છે, જેથી કરીને ભારતીય ઘર અને વરિષ્ઠ સંભાળના પરિદૃશ્યમાં પરિવર્તન લાવવા માટે સમર્થન અને પ્રોત્સાહન આપી શકાય.
એ વાત પર પણ સૌનું ધ્યાન ટાંકવામાં આવ્યું હતું કે, તબીબી ઉપકરણોના ઉત્પાદનનો લાંબો ઇતિહાસ હોવા છતાં ભારત 70 થી 80% તબીબી ઉપકરણોની આયાત કરે છે. એ વાત પર ભાર મૂકવામાં આવ્યો હતો કે, દેશમાં વધુ રોકાણ, સંશોધન, ઉદ્યોગ અને શિક્ષણવિદો વચ્ચે સહયોગ તેમજ સ્ટાર્ટઅપ્સને આત્મનિર્ભર બનાવવા માટે પ્રોત્સાહન દ્વારા ઉત્પાદનને પ્રોત્સાહન આપવાની જરૂર છે.
આ દરમિયાન એ બાબતને ધ્યાનમાં લેવામાં આવી હતી કે, દેશમાં લગભગ 6000 કરતાં વધારે તબીબી ઉપકરણો વિવિધ શ્રેણીઓ હેઠળ આવે છે. શ્રેણીઓ અને ઉત્પાદનોની વિશાળ સંખ્યાને ધ્યાનમાં રાખીને એક જ ક્ષેત્રીય જ્ઞાન તદ્દન લઘુતમ છે તે નોંધીને; અને જાહેર આરોગ્ય ખર્ચમાં વધારો કરીને તેમજ તબીબી ઉપકરણોની માંગ, તબીબી ઉપકરણોના ઉદ્યોગને સમર્થન આપવા માટે એક મજબૂત ઇન્ફ્રાસ્ટ્રક્ચરની જરૂરિયાત હોવાની બાબત પર પણ પ્રકાશ પાડવામાં આવ્યો હતો.
આ પ્રસંગે મેડટેક પર બહુવિધ થીમ આધારિત સત્રોનું આયોજન કરવામાં આવ્યું હતું જ્યાં સરકાર, શિક્ષણજગત અને ઉદ્યોગજગતના સહભાગીઓએ આ ક્ષેત્ર સાથે સંકળાયેલા ભાવિ વલણો અને પડકારો વિશે વિગતે ચર્ચા કરી હતી. નીતિ ઘડનારાઓ અને ઉદ્યોગજગતના નિષ્ણાતોએ મેડટેક ક્ષેત્રમાં ઉદ્યોગો અને શિક્ષણજગત વચ્ચે ઘનિષ્ઠ સહયોગ અને ભાગીદારીની હિમાયત કરી હતી. મેડટેક એક્સ્પો 2023ના વિવિધ સત્રો દરમિયાન ઉદ્યોગજગતના વક્તાઓ/નિષ્ણાતોએ પણ તેમના મૂલ્યવાન વિચારો અને પ્રતિસાદ શેર કર્યા હતા.
"ઉદ્યોગ-શિક્ષણજહત સહયોગ દ્વારા મેડટેક ક્ષેત્ર માટે R&Dમાં ભાવિ પ્રવાહો" વિષય પર યોજવામાં આવેલા સત્રમાં સફળતાની ગાથાઓ તેમજ મેડટેક ક્ષેત્રમાં ભાવિ ઉદ્યોગ-શિક્ષણજગતના જોડાણ માટેની તકો પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો. 'મેડટેક ક્ષેત્રમાં કૌશલ્ય વિકાસમાં ભાવિ વલણો' વિષયથી યોજવામાં આવેલા સત્રમાં મેડટેક ક્ષેત્રમાં કૌશલ્યના અંતરાયને દૂર કરવા માટે સરકાર દ્વારા લેવામાં આવેલી વિવિધ પહેલો પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો. "જેરિયાટ્રિક અને ઘર-આધારિત સંભાળ માટે મેડટેકમાં ભાવિ વલણો" વિષય પર યોજવામાં આવેલા સત્રમાં ઘરે આપવામાં આવતી સંભાળ, જેમાં ખાસ કરીને વૃદ્ધોને આપવામાં આવતી સંભાળ માટે મેડટેકની તકો અને પડકારો વિશે ચર્ચા કરવામાં આવી હતી. "મેક ઇન ઇન્ડિયા ફોર ધ વર્લ્ડ- વૈશ્વિક વિનિર્માણ સ્પર્ધાત્મકતા" વિષયથી યોજવામાં આવેલા સત્રમાં તબીબી ઉપકરણોના સ્વદેશી ઉત્પાદનને મજબૂત કરવા અને "મેક ઇન ઇન્ડિયા" માટે વધુ રોકાણને આકર્ષવા તરફ ઉત્પાદન આધારિત પ્રોત્સાહન (PLI) યોજના જેવી સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલી પહેલ પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો.
"મૂલ્ય આધારિત ખરીદી (VBP): ટિઅર-II અને III કક્ષાના શહેરોમાં હાઇ-એન્ડ MDની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવી" વિષય પર યોજાયેલા સત્રમાં VBPના સિદ્ધાંતો, ભારતીય આરોગ્ય સંભાળ ઇકોસિસ્ટમમાં તેના મહત્વ અને સુસંગતતા વિશે જાગૃતિ કેળવવાની જરૂરિયાત પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો. આરોગ્ય સંભાળ ઇકોસિસ્ટમના તમામ મુખ્ય હિતધારકો જેમ કે સરકાર, મેડટેક કંપનીઓ, આરોગ્ય સંભાળ પ્રદાતાઓએ ભારતમાં VBPના અમલીકરણને સરળ બનાવવા માટે સાથે મળીને કામ કરવાની જરૂર છે.
"ખરીદી એજન્સીઓ સાથે માંગ પૂર્વાનુમાન (પ્રેઝન્ટેશન)" વિષય પર યોજવામાં આવેલા સત્રમાં ગુજરાત સરકાર, તમિલનાડુ સરકાર, ESIC અને NEIGRIHMS, શિલોંગની રાજ્ય ખરીદી એજન્સીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલા પ્રેઝન્ટેશન જોવા મળ્યા હતા. આ એજન્સીઓ દ્વારા અનુસરવામાં આવતી ખરીદી સંબંધિત પદ્ધતિઓની સાથે સાથે, તેમની આગામી વર્ષોની અંદાજિત માંગની પણ માહિતી આપવામાં આવી હતી. ખાનગી હોસ્પિટલો અને ડાયગ્નોસ્ટિક લેબ દ્વારા માંગના પૂર્વાનુમાન અંગે પણ પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યાં હતાં.
સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલયના સામાજિક ન્યાય અને સશક્તિકરણ વિભાગના સચિવ ડૉ. સૌરભ ગર્ગ; ઉદ્યોગ અને વાણિજ્ય વિભાગ, આંધ્રપ્રદેશ સરકારના સચિવ ડૉ. એન. યુવરાજ; કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિકતા મંત્રાલયના સંયુક્ત સચિવ શ્રીમતી સોનલ મિશ્રા; આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગુજરાત સરકારના અધિક મુખ્ય સચિવ શ્રી મનોજ અગ્રવાલ; US-FDAના કન્ટ્રી ડિરેક્ટર ડૉ સારાહ મેકમુલેન સહિત અન્ય મહાનુભવો પણ અહીં ઉપસ્થિત રહ્યા હતા.
CB/GP/JD
(Release ID: 1950456)
Visitor Counter : 274