કાપડ મંત્રાલય
azadi ka amrit mahotsav

નેશનલ હેન્ડલૂમ ડેની 7 ઓગસ્ટ 2023એ ઉજવણી

Posted On: 05 AUG 2023 12:48PM by PIB Ahmedabad

નિફ્ટ ગાંધીનગરે 07 ઓગસ્ટ, 2023ના રોજ “નેશનલ હેન્ડલૂમ દિવસ” ઉજવણીની જાહેરાત કરીછે.નિફટ, ગાંધીનગરના ડાયરેક્ટર પ્રો. ડૉ. સમીર સૂદે જણાવ્યું છે કે, આ દિવસે નિફ્ટ ગાંધીનગર કેમ્પસ ખાતે વિવિધ પ્રવૃતિઓનું આયોજન કરવામાં આવશે. તેમણે એમ પણ કહ્યું છે કે હેન્ડલૂમના કારીગરોનું અભિવાદન કરવામાં આવશે અને રાષ્ટ્રની સામાજિક-આર્થિક પ્રગતિ માટે તેમના મહત્વને ઉજાગર કરવામાં આવશે. નિફ્ટ ગાંધીનગર કેમ્પસ ખાતે નીચે મુજબનું આયોજન કરવામાં આવ્યું છે.

  1. "હેન્ડલૂમ એક સ્વદેશી ઉદ્યોગ તરીકે: પડકારો અને આગળનો માર્ગ" વિષય પર પેનલ ચર્ચા. પેનલિસ્ટ્સ નીચે મુજબ છે :
  • સુશ્રી વિલૂ મિર્ઝા, પૂર્વ નિયામક, નિફ્ટ ગાંધીનગર
  • સુશ્રી જાઈ કાકાણી- સ્થાપક - એસ.ઓ.એ.સી.એચ.
  • ડો.રીના ભાટિયા, સહાયક પ્રોફેસર, એમ.એસ. યુનિવર્સિટી
  • સુશ્રી સોનલ મહેતા, એક્ઝિક્યુટિવ ડિરેક્ટર- એકલવ્ય ફાઉન્ડેશન
  • પ્રો. ડૉ. વંદિતા સેઠ, નિફ્ટ ગાંધીનગર
  • મોડરેટર: ડૉ.શુભાંગી યાદવ- એસોસિએટ પ્રોફેસર- નિફ્ટ-ગાંધીનગર

 

  1. હેન્ડલૂમ તકનીકો અને કાપડનું પ્રદર્શન કમ નિદર્શન.
  2. ભારતના હેન્ડલૂમ ટેક્સટાઇલ્સ પર ક્વિઝ કોમ્પિટિશન
  3. ભારતના હેન્ડલૂમ ટેક્સટાઇલ્સ પર વિદ્યાર્થીઓની ટીમો દ્વારા સ્ટેટિક ડિસ્પ્લે /ઇન્સ્ટોલેશન સ્પર્ધા બેસ્ટ ડ્રેસ્ડ હેન્ડલૂમ
  4. હાથવણાટના ઉત્કૃષ્ટ પરિધાન – સેલ્ફી કોમ્પિટિશન

હેન્ડલૂમ દિવસ એક અદ્ભુત અવસર છે, જે હાથવણાટની સાથે કામ કરતા વણકરોના સમુદાયનું સન્માન કરવા અને આપણા દેશના સામાજિક-આર્થિક વિકાસમાં કરવામાં આવેલા યોગદાનની ઉજવણી કરવા માટે બનાવવામાં આવ્યો છે.

CB/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 1946007) Visitor Counter : 127


Read this release in: English