નાણા મંત્રાલય

G20 બેઠક અંતર્ગત રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાનું- ગ્રાહક શિક્ષણ અને સુરક્ષા- ગ્રાહક સુરક્ષા કેન્દ્ર, મહાત્મા મંદિર કન્વેન્શન સેન્ટર, ગાંધીનગર ખાતે ઊભું કરાયું

આરબીઆઈના ગવર્નર શ્રી શક્તિકાંત દાસે આરબીઆઈ ગ્રાહક સુરક્ષા હબની મુલાકાત લઈ ગ્રાહક શિક્ષણ અને ગ્રાહક સુરક્ષાની પહેલને બિરદાવી
ઉપભોક્તા શિક્ષણ અને સુરક્ષા એ ભારતીય રિઝર્વ બેંક (RBI) ના સંપૂર્ણ સેવા કેન્દ્રીય બેંકિંગ કાર્યોનો એક અભિન્ન ઘટક છે

Posted On: 18 JUL 2023 1:04PM by PIB Ahmedabad

ઉપભોક્તા શિક્ષણ અને સુરક્ષા એ ભારતીય રિઝર્વ બેંક (RBI) ના સંપૂર્ણ સેવા કેન્દ્રીય બેંકિંગ કાર્યોનો એક અભિન્ન ઘટક છે.

ગ્રાહક સુરક્ષા, RBIની વિકાસલક્ષી ભૂમિકાઓમાંની એક, ગ્રાહક શિક્ષણ અને સુરક્ષા વિભાગ (CEPD) દ્વારા હાથ ધરવામાં આવે છે. આરબીઆઈ તેની રેગ્યુલેટેડ એન્ટિટીઝ (આરઈ) ના ગ્રાહકોને મુખ્યત્વે આરબીઆઈ ઓમ્બડ્સમેન (ઓઆરબીઆઈઓ)ની ઓફિસો દ્વારા વૈકલ્પિક ફરિયાદ નિવારણ (એજીઆર) મિકેનિઝમ ઓફર કરે છે જે રિઝર્વ બેંક - ઈન્ટિગ્રેટેડ ઓમ્બડ્સમેન સ્કીમ, 2021 (આરબી-આઈઓએસ, 2012) ના કાર્યક્ષેત્ર હેઠળ કાર્ય કરે છે.

CRPC અને સંપર્ક કેન્દ્ર સાથે રિઝર્વ બેંક - ઈન્ટીગ્રેટેડ ઓમ્બડ્સમેન સ્કીમ (RB-IOS) 12 નવેમ્બર, 2021 ના રોજ ભારતના માનનીય પ્રધાનમંત્રી દ્વારા શરૂ કરવામાં આવી હતી.

ગ્રાહક શિક્ષણ નાણાકીય જાગૃતિ ઝુંબેશ જેમ કે જાગૃતિ કાર્યક્રમો/ટાઉન હોલ મીટિંગ્સ, પેમ્ફલેટ, બ્રોશર્સ, હોર્ડિંગ્સ, ટેલિવિઝન, રેડિયો અને અખબારોની જાહેરાતો વગેરે દ્વારા આપવામાં આવે છે. જેમાં ગ્રાહકો નાણાકીય છેતરપિંડી, વિશિંગ, ફિશિંગ, ઓળખની ચોરી અને અન્ય કૌભાંડો ભોગ ન બને તે સુનિશ્ચિત કરવા માટે અને જોખમોને ઘટાડવા માટે સલામત બેંકિંગ પદ્ધતિઓ અપનાવવાના મુદ્દા આવરી લેવાય છે. 

આરબીઆઈએ 14-18 જુલાઈ, 2023 દરમિયાન ગાંધીનગરમાં જી-20 મીટિંગના સ્થળે ગ્રાહક સુરક્ષા હબની સ્થાપના કરી છે જેમાં મહાનુભાવોને આરબીઆઈની વિવિધ ગ્રાહક કેન્દ્રીત પહેલ, લોકપાલ યોજનાના વિકાસ, રાજ્યની ઝલક ઓફર કરવામાં આવે છે. જેમાં અદ્યતન વેબ-આધારિત ઇન્ટિગ્રેટેડ કમ્પ્લેઇન્ટ મેનેજમેન્ટ સિસ્ટમ (CMS) એપ્લિકેશન, RB-IOS, 2021ની મુખ્ય વિશેષતાઓ, સેન્ટ્રલ બેંક દ્વારા સુરક્ષિત બેંકિંગ પ્રથાઓ અને જાગૃતિ પહેલનું નિદર્શન કરવામાં આવ્યું છે. આ હબ એક્ઝિબિશન હોલ નં.3, મહાત્મા મંદિર કન્વેન્શન સેન્ટર, ગાંધીનગરમાં સ્ટોલ નંબર 10 અને 15 પર સ્થાપિત થયેલ છે.

કિઓસ્કના કેટલાક ફોટા નીચે જોડવામાં આવ્યા છે:

 

આરબીઆઈના ગવર્નર શ્રી શક્તિકાંત દાસ આરબીઆઈ ગ્રાહક સુરક્ષા હબની મુલાકાત લઈ રહ્યા છે

આરબીઆઈના ડેપ્યુટી ગવર્નર શ્રી માઈકલ પાત્રા આરબીઆઈ ગ્રાહક સુરક્ષા હબની મુલાકાત લઈ રહ્યા છે

 

આરબીઆઈ ગ્રાહક સુરક્ષા હબ

 

YP/GP/NP



(Release ID: 1940420) Visitor Counter : 366


Read this release in: English