નાણા મંત્રાલય

CGST વડોદરા ઝોન દ્વારા GSTના 06 વર્ષની ઉજવણી

Posted On: 01 JUL 2023 10:34PM by PIB Ahmedabad

વડોદરા CGST અને CE ઝોને 1લી જુલાઈ, 2023ના રોજ 6ઠ્ઠો GST દિવસ ઉજવ્યો હતો જેમાં વડોદરા-1, વડોદરા-2, ઓડિટ વડોદરા અને અપીલ વડોદરા કમિશનરેટના વરિષ્ઠ અધિકારીઓએ ભાગ લીધો હતો. શ્રી મનોજ કુમાર શ્રીવાસ્તવ, IRS, પ્રિન્સિપાલ કમિશનર, વડોદરા-1 આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. ડૉ. આશિર ત્યાગી, ADG NACIN વડોદરા અને શ્રીમતી. સ્મિતા ડોલાસે પણ આ પ્રસંગે ગેસ્ટ ઓફ ઓનર તરીકે હાજરી આપી હતી.

આ ઇવેન્ટમાં મેસર્સ જીએનએફસી, મેસર્સ પેર્ટોનેટ સીએનજી લિ., મેસર્સ સીએટ લિમિટેડ, મેસર્સ ગુજરાત સ્ટેટ આલ્કલી લિમિટેડ, મેસર્સ એલેમ્બિક ગ્રુપ, મેસર્સ એપોલો ટાયર્સ, મેસર્સ આર.આર. કાબેલ અને મેસર્સ ચેકમેટ સુરક્ષા સેવાઓ જેવા અગ્રણી ઈન્ડસ્ટ્રીઅલ હાઉસિસ સામેલ રહ્યા હતા

તેમના સંબોધનમાં મુખ્ય અતિથિએ 6ઠ્ઠા GST દિવસની થીમ પર ભાર મૂક્યો હતો, જે કર પ્રણાલીને સરળ બનાવીને વૃદ્ધિને આગળ વધારવાની વાત કરે છે. મુખ્ય અતિથિન મુખ્ય ભાષણ બાદ વડોદરા-1, વડોદરા-2, ઓડિટ વડોદરા અને અપીલ વડોદરા કમિશનરેટના 05 મેરીટોરીયસ ઓફિસરોને પ્રશસ્તિ પ્રમાણપત્રોનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ભાગ લેનારા અને GSTના અમલીકરણ પછી વિભાગ તરફથી વેપાર સુવિધા પર વધતા ભાર વિશે પણ વાત કરનારા પ્રતિષ્ઠિત કરદાતાઓને સ્મૃતિચિહ્નોનું વિતરણ કરવામાં આવ્યું હતું.

CGST વડોદરા ઝોનના અધિકારીઓ અને સ્ટાફ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે કાર્યક્રમનું સમાપન થયું હતું.

YP/GP/JD



(Release ID: 1936812) Visitor Counter : 110


Read this release in: English