આંકડાશાસ્ત્ર અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય

નેશનલ સેમ્પલ સર્વે ઑફિસ (ફિલ્ડ ઓપરેશન્સ વિભાગ) દ્વારા 1 જુલાઈથી 15 જુલાઈ, 2023 દરમિયાન સ્વચ્છતા પખવાડાની ઉજવણી

Posted On: 30 JUN 2023 5:22PM by PIB Ahmedabad

આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય 01 જુલાઈ, 2023થી 15 જુલાઈ, 2023 દરમિયાન સ્વચ્છ ભારત અભિયાન હેઠળ સ્વચ્છતા પખવાડા, 2023ની ઉજવણી કરી રહ્યું છે. આ અભિયાન નો મુખ્ય ઉદેશ્ય જન ભાગીદારીને પ્રોત્સાહિત કરવાનો અને સ્વચ્છતા અંગે જાગૃતિ લાવવાનો છે. ગુજરાતના પશ્ચિમ પ્રદેશમાં સ્થિત નેશનલ સેમ્પલ સર્વે ઑફિસ (NSSO), આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય (MoSPI) ના ફિલ્ડ ઓપરેશન્સ વિભાગની તમામ કચેરીઓ પખવાડા દરમિયાન સ્વચ્છતા અને વૃક્ષારોપણને પ્રોત્સાહન આપવા માટે વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરશે. ઉપ-પ્રાદેશિક કચેરી, રાજકોટ દ્વારા 2જી જુલાઈ, 2023 ના રોજ એક વિશેષ સ્વચ્છતા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં રાષ્ટ્રીય શાળાના વિદ્યાર્થીઓને સ્વચ્છતાના વ્યવહારો વિશે જાગૃત કરવામાં આવશે. આ દિવસે રાષ્ટ્રીય શાળાના કેમ્પસમાં અને ઉપ-પ્રાદેશિક કચેરી રાજકોટના કાર્યાલય પરિસરમાં સહાયક નિદેશક શ્રી ટી આઇ ત્રિવેદી અને ઉપ-પ્રાદેશિક કચેરીના અન્ય અધિકારીઓ દ્વારા વૃક્ષારોપણ પણ કરવામાં આવશે. અમદાવાદ, ભાવનગર, જામનગર અને સુરેન્દ્રનગર સ્થિત NSSO(FOD)ની કચેરીઓ દ્વારા અનુક્રમે 15મી જુલાઈ 2023ના રોજ સાબરમતી આશ્રમ સ્થિત સફાઈ વિદ્યાલય, તખતેશ્વર મહાદેવ મંદિર, બાલા હનુમાન મંદિર અને માનવ મંદિર એજ્યુકેશનલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત શૈક્ષણિક સંસ્થામાં પણ આવી જ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું છે. નેશનલ સેમ્પલ સર્વે ઑફિસ (NSSO), ફિલ્ડ ઓપરેશન્સ વિભાગ અમદાવાદના ઉપ મહાનિદેશક અને પ્રાદેશિક વડા શ્રી એસ.કે. ભાણાવત અને ઉપ નિદેશક જયપ્રકાશ હોનરાવના માર્ગદર્શન હેઠળ આ કચેરીઓ દ્વારા સ્વચ્છતા અભિયાન અંતર્ગત વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવશે.

YP/GP/JD



(Release ID: 1936428) Visitor Counter : 167


Read this release in: English